ખેડૂતોને કામ લાગે એવા સમાચાર

જન્મભૂમિ, મુંબઇ, શનિવાર તા.20-4-2013 /પાનું7

ખેડૂતોને કામ લાગે એવા સમાચાર

પાણીમાંથી ક્ષાર દૂર કરવા દેશી પ્લાન્ટનો પ્રયોગ

વિઘોણ(તા.નખત્રાણા), તા.19: પાતાળી પાણીમાંથી ક્ષાર કાયોને દૂર કરવા નખત્રાણાના ખેડૂતે રૂ. એક લાખના ખર્ચે દેશી ફિલ્ટર પ્લાન્ટનો પ્રયોગ સફળ કર્યો છે.

      પાણીમાં વધતા જતા કાયોને કારણે ખેતીપેદાશો નબળી પડવા લાગી છે. અને ઉત્પાદનમાં નિરંતર ઘટાડો આવી રહ્યો છે.નખત્રાણાના ખેડૂત અગ્રણી મણિલાલભાઇ લીંબાણીએ પોતાની બેરૂ ખાતેની વાડી ઉપર કરેલા પ્રયોગમાં પીવીસી પાઇપમાં કાણાં પાડી પાણીને જોઇતું ઓક્સિજન ફુવારા પદ્ધતિથી ઉડાડીને નીચે બનાવેલા હોજમાં પાડે છે, તે હોજમાં કાંકરી, રેતી, કંતાન અને કોલસા પાથરીને પાણીમાં રહેલા ક્ષાર અને કાયો નાબૂદ કરવાનો સફળ પ્રયોગ કર્યો છે, જેનાથી મોલમાં પણ નવી રોનક આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

      મણિભાઇના જણાવ્યા અનુસાર બોરમાંથી આવતા પાણીમાં 1700 જેટલું ટીડીએસ હતું, જે ઘટીને 1200 આવી ગયું છે. તેવું પાણીના પૃથક્કરણ પછી જાણવા મળ્યું છે. તેમની આ પદ્ધતિ જોવા ઘણા ખેડૂતો અવારનવાર વાડીની મુલાકાત લઇ રહ્યા છે. સાંગનારાના ખેડૂત અગ્રણી બાબુભાઇ લીંબાણી અને નખત્રાણાના ખેડૂત બાબુભાઇ ધનાણીએ દેશી ફિલ્ટર પ્લાન્ટની સફળતાને બિરદાવી હતી. આ ફિલ્ટર પ્લાન્ટ ને સાફ કરવા માટે માત્ર બે વ્હીલ વાલ્વ ખોલવા પડે છે; જેનાથી તેની સારી સફાઇ થઇ જાય છે અને કાયો અલગ નીકળી જાય છે. ઓછા ખર્ચે પાણીની ગુણવત્તામાં મોટો સુધારો કરતી આ પદ્ધતિના કારણે ઉનાળુ મગફળી, બાગાયતી પેદાશો અને છોડ વધુ ખીલ્યા છે.   

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: