નંદરાણી—કવિ દુલા ભાયા કાગ

નંદરાણીકવિ દુલા ભાયા કાગ

 logo-download

       મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં ‘માતા યશોદાનું આંગણું ‘ એ ભાવ બધાં ભજનોના આત્મા સમાન છે.ભગવાન ક્રૂષ્ણ સવારમાં તોફાન કરેછે.છાશ ફેરવવાનો સમય થઇ ગયો છે.ગાયોની ધકબક લાગી રહી છે.વાછડાં કૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે. એવે સમયે દેવનારીઓ જુદાં જુદાં રૂપ લઇ છાશ માગવા નંદરાણીને આંગણે આવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેના ઘરનું થોડુંક કામ માગનારી બાઇઓ કરી આપે. આ બાઇઓના ટોળામાં લક્ષ્મીજી પણ આવેલ છે. તે નંદરાણીની હેલ લઇને પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશે માટીની કુલડી લઇ લાંબો હાથ કરી કહી રહી છે કે: ‘માતા !મને છાશ આપો.’ આ બધી ધમાલ વચ્ચે ભગવાન ક્રૂષ્ણનું તોફાન વધી જાય છે. માતા યશોદા ખિજાઇને એક દોરડાથી તેને મોટા ખાંડણિયા સાથે બાંધી દે છે.
          અહો ! ધન્યભાગ્ય માતા યશોદાનાં! કે જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડો બાંધી લીધાં છે, એવો ભગવાન આજે એના દોરડા વતી બંધાય જાય છે.’હે માતા યશોદા! તારું ઘણા દિવસથી લેણું હતું: ચોપડા પણ બાંધી અભરાઇએ ચડાવી દીધેલા હતા; તે કરજ આજે ચૂક્તે થઇ ગયું છે.સ્રૂષ્ટિના સકલ જીવમાત્રમાં હે મા ! તારા જેવાં કોનાં ભાગ્ય વખાણું?’ ‘કાગ’ કહે છે કે ‘ હે માતા ! ઉઘાડે પગે જગતનો નાથ જે આંગણામાં –ઓસરીમાં અને પગથિયાં પર ખેલે છે, એ પગથિયાંનો એક નાનકડો પાણો તે વખતે હું સરજાયો હોત તોપણ ક્રૂતાર્થ બનત’

 

(ગોઝારાં એનાં આંગણાં રે જી – એ રાગ)

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી

મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક

ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી01

કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી02

જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી03

બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(
આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી04

કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી05

(ભાવનગર એકત્રીશમી માર્ચ 1953)

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with: ,
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: