બ્રેડ / તાણવાણા:9/સંપાદક:ઉમેદ નંદુ

 

બ્રેડ

તાણવાણા:9/સંપાદક:ઉમેદ નંદુ/ પાનું:27

124

     એક દંપતી હતું.એમનાં લગ્નને લગભગ ત્રીસ વર્ષ થયાં હતાં. એ લોકો સવારમાં નાસ્તો કરવા બેસે અને રાત્રે જમવા બેસે ત્યારે પતિ હંમેશાં એક વાતની નોંધ કરે. બ્રેડના પૅકેટમાં ઉપર-નીચે જે જાડી અને થોડી ચવ્વડ બ્રેડ આવે છે એને શેકી, એના પર માખણ લગાવીને એની પત્ની એ જ બ્રેડ એને કાયમ આપતી. છેલ્લાં ત્રીસ વર્ષથી આ ક્રમ અતૂટ રહ્યો હતો.

     એક દિવસ પતિથી ન રહેવાયું. ઘણા વખતથી એના મનમાં ઘુમરાયા કરતી વાત એણે કહી જ નાખી, તું કાયમ મને છેડાની ચવ્વડ અને જાડી બ્રેડ જ આટલાં વરસથી આપે છે. આટલાં વર્ષ તો કાંઇ નથી બોલ્યો, પણ હવે હું કંટાળી ગયો છું અને આજે તને કહી જ દઉં છું કે હવે પછી હું એ બ્રેડ ક્યારેય ખાવાનો નથી, પણ હુ6 તને એક વાત પૂછવા માગું છું કે તું આટલાં વરસથી મને એવી ચવ્વડ બ્રેડ શું કામ આપતી હતી?

     પત્નીએ પતિની સામે જોયું. આંખમાં ધસી આવેલાં આંસુને માંડ રોકતાં એ બોલી, કારણ કે મને એ ખૂબ જ પ્રિય છે અને મને અત્યંત ગમતી વસ્તુ તમને ખવડાવવાનો આનંદ જ ઑર હોય છે! તમને જો આટલાં વરસ એ ન ગમ્યું હોય તો મને માફ કરી દેજો ! એ આગળ ન બોલી શકી, પતિ પણ સજળ નયને એને જોઇ રહ્યો.   

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,822 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: