(1)
બાબુલકી દુઆએં લેતીજા,
બાબુલકી દુઆએં લેતીજા,
જા તુઝકો સુખી સંસાર મિલે
મયકે કી કભી ના યાદ આયે,
સસુરાલમેં ઇતના પ્યાર મિલ્ર….બાબુલ
નાઝોંસે તેઝે પાલા મૈંને,
કલિયોંકી તરહ,ફૂલોંકી તરહ
બચપનમેં ઝૂલાયા હૈ તુઝકો,
બાહોંમેં મેરી ઝૂલોકી તરહ
મેરે બાગકી ઐ નાજૂક ડાલી,
તુઝે હરપલ નઇ બહાર મિલે….મયકે.
જિસ ઘરસે બંધે હૈં ભાગ તેરે,
ઉસ ઘરમેં સદા તેરા રાજ રહે
હોઠોંપે હંસીકી ધૂપ ખીલે.
માથે પે ખુશીકા તાજ રહે
કભી જિસકી જ્યોત ન હો ફીકી,
તુઝે ઐસા રૂપ સિંગાર મિલે….મયકે
બીતે તેરે જીવનકી ઘડિયાં,
આરામકી ઠંડી છાંવમેં
કાંટાભી ન ચુભને પાયે કભી,
મેરી લાડલી તેરે પાંવમેં
ઉસ દ્વારસે ભી દુઃખ દૂર રહે,
જિસ દ્વારસે તેરા દ્વાર મિલે….મયકે
ફિલ્મ:નીલકમલ
ગાયક: મહમ્મદ રફી
(2)
બા ! તું હતી તો…/નરેંન્દ્ર ગોસ્વામી(અખંડ આનંદ માર્ચ-2012)
તું હતી તો, બા ! ઘર ભર્યું ભર્યું હતું !
ઘર, ઘર હતું !
બાપુની કડકાઇ ! કાકાનો રૉફ ! ફૈબાની જમાવટ !
અને દાદા-દાદીની સ્નેહાદ્ર રસનિર્ઝરતી ગોદ !
બા ! આ બધું હતું તો તું હતી તો હતું !
શોભિત ઉંબરો ચોખ્ખુંચણાક રસોડું, લીંપી-ગૂંપેલી ઓસરી
ને એવું જ ફળિયું!
ઢોર-ધાંખરની ગમાણ… વૃક્ષે ટીંગાતી પાણીની ઠીબ !
ડેલીની બહાર ‘ચાટણે’ એકસામટાં … ‘ભૂરી’નાં જાફરાં ગલૂડિયાં ચાર-પાંચ !
ફળિયામાં વેરાયેલાં બંટી ને બાજરો, થોકબંધ ચકલાં-પારેવાંનો ઘૂઘવાટ! અને…”ઢાળિયા’માં રાહ જોતી, તને અતિ વહાલી ભાંભરતી ‘કલ્યાણી’-ગાય !
બા ! આ બધું હતું તો તું હતી તો હતું !
ખીચડી, કઢી ને તારા રૂપાળા ને હુંફાળા હાથોએ ટીપેલા બાજરાના રોટલા !
દહીં… દૂધ… ને ઘી… માખણથી લથબથ સૌની થાળી !
નાનાં ભાઇ-ભાંડુનાં મોં માં મુકાતાં રસાળા કોળિયા !
બા ! આ બધું હતું તો તું હતી તો હતું !
વાર-પરબે હેતે દોડી-આવતાં મા ને માસી, ફૂઇ ને ફૂઇનાં છોરું ! આંગણું, ડેલીની પરસાળ, ઝૂલતી ખાટ, દાદાની બેઠક ને વડલાંની છાંય ને કલ્લોલ!
ઘર આખું મહેંક મહેંક… ગહેક ગહેક… ને ચહેક ચહેક !
બા ! આ બધું હતું તો તું હતી તો હતું !
(3)
જનેતાને
ક્ષમતા અગર તમે ત્યજી,
અમે ક્ષમા માંગવા કયાં જાશું?
જનનીના આશીર્વાદ વિના,
અમે ભીડ ભાંગવા કયાં જાશું?
વ્હાલ વિસામા તમે ચણ્યા,
પત્થરમાં પ્રાણ તમે પૂર્યા,
એને છાયા જો તમે નહીં આપો,
તો અમે વિસામા કયાં લઇશું?
ઉપકારો સૌ ભૂલી જાતા,
પુત્રો પરણીને પલટાતા,
પલટાશો પૃથ્વીરૂપ તમે,
અમે પગે લાગવા કયાં જાશું?
પ્રતિસાદ આપો