જ્યાં ચાહ છે ત્યાં રાહ છે… કેથી લી ગિફોર્ડ-નેઝલ રોડ/તાણાવાણા 9/સંપાદક: ઉમેદ નંદુ

mother-and-child

જ્યાં ચાહ છે ત્યાં રાહ છે… કેથી લી ગિફોર્ડ-નેઝલ રોડ

તાણાવાણા 9/સંપાદક: ઉમેદ નંદુ

     હું મારી માતાનું ત્રીજું સંતાન. જ્યારે મારો જન્મ થયો ત્યારે તેની ઉંમર 20 વર્ષ હતી. મારી માતા મને જુએ એ પહેલાં નર્સો મને તેના રૂમમાંથી લઇ ગઇ. ડૉક્ટરે તેને શાંતિથી જણાવ્યું કે મારો ડાબો હાથ કોણી નીચેથી નથી. ત્યાર બાદ તેમણે માને કેટલીક સલાહ આપી: તેની સાથે અન્ય છોકરીઓ કરતાં અલગ વ્યવહાર ન કરતી. તેની પાસે બધું જ કામ કરાવજે અને તેણે તેવું જ કર્યું.

     અમારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા, એટલે મારી મા પર આખા કુટુંબની જવાબદારી આવી ગઇ. અમે પાંચ બહેનોનાં ભરણપોષણ માટે તે કામે જતી અને અમે બધાં તેને મદદ કરતાં. જ્યારે હું સાત વર્ષની હતી, ત્યારે એક વખત રસોડાની બહાર જઇને રડતાં રડતાં બોલી, મા, હું બટાટા છોલી ન શકું. મારે તો માત્ર એક જ હાથ છે.

     માએ ઉપર નજર કર્યા વિના સિલાઇકામ ચાલુ રાખ્યું. તું રસોડામાં જા અને તારી જાતે બટાટા છોલ, તેણે મને કહ્યું અને ફરી મને આવી કોઇ પણ જાતની ફરિયાદ ન જોઇએ. અલબત્ત મેં મારા એક હાથ વડે બટાટાને દબાવી રાખી, સારા હાથે બટાટા છોલ્યા. જ્યાં ચાહ છે ત્યાં રાહ છે અને મા તે જાણતી હતી. તે કહેતી, જો તું પ્રયત્ન કરશે, તો તને જરૂર સફળતા મળશે.

     જ્યારે હું છઠ્ઠાધોરણમાં હતી, ત્યારે મારા શિક્ષક એકવાર અમને રમતના મેદાનમાં લઇ ગયા અને અમને દરેકને પાઇપ પર લટકવાનું અને ત્યાર બાદ એક પાઇપ પરથી બીજા પાઇપ પર કૂદકા મારવા જણાવ્યું. જ્યારે મારો વારો આવ્યો ત્યારે મેં મારું માથું નકારમાં ધુણાવ્યું. મારી પાછળ ઊભેલ કેટલાક બાળકો હસવા લાગ્યા. હું રડતી રડતી ઘરે પહોંચી. તે રાત્રે માને તે વિશે વાત કરી.તેણે મને આલિંગન આપ્યુંઅને કહે, જોજે આપણે બધાને બતાવી દઇશું. બીજા દિવસે તે બપોરે કામ પૂરું કરીને ઘેર આવી, મને પાછી શાળાએ લઇ ગઇ. તેણે જણાવ્યું, હવે તારા જમણા પગથી પાઇપ પકડ. હું મારી રીતે સંઘર્ષ કરવા લાગી. જમણા હાથથી પાઇપ પકડી અને ડાબા હાથની કોણીથી ટેકો આપ્યો. તે ઊભીઊભી આ બધું જોતી. કેટલાય દિવસો સુધી અમે પ્રેક્ટિસ કરી અને તે મારા દરેક પ્રયત્ને મને પ્રોત્સાહિત કરતી.

એ દિવસ હું ક્યારેય નહીં ભૂલું જ્યારે બીજી વખત વર્ગને એ જ રમત માટે લઇ ગયા. આ વખતે મેં બધી પાઇપો પાસ કરી. ત્યાર બાદ મેં તે બધા બાળકો સામે જોયું, જે મને જોઇને હસતાં હતાં. તેઓ બાઘાની જેમ મોં ફાડીને ઊભાં હતાં . ઘણો વખત આવુ6 જ બનતું, મારા કરવાને બદલે, મારી મને કહી દેતી કે તું તારી જાતે રસ્તો શોધી કાઢ. તે સમયે મને તેના પર ગુસ્સો આવતો. હું વિચારતી, શું તેને સમજાતું નહીં હોય કે મારા માટે કંઇ પણ સહેલું નથી.

એક રાત્રે મારી હાઇસ્કૂલમાં ડાન્સનો પ્રોગ્રામ પત્યા બાદ ઘરે આવી, હું મારા બેડ પર ડૂસકાં ભરતી પડી હતી. મારા રૂમ તરફ આવતાં માનાં પગલાંનો અવાજ મને સંભળાયો. તેણે પ્રેમપૂર્વક પૂછ્યું, શું થયું? મા, મેં રડતાં તડતાં જવાબ આપ્યો, મારા હાથના કારણે કોઇ પણ છોકરો મારી સાથે ડાન્સ કરવા તૈયાર નથી.

મા લાંબા સમય સુધી કંઇ બોલી નહીં, ત્યારબાદ તેણે કહ્યું, ઓહ, મારી વહાલી, તું જોજે, તું એકવાર તે બધા છોકરાનું મોઢું બંધ કરી દેશે. આ બોલતાં તેનો અવાજ ધ્રૂજતો હતો અને ચહેરા પર ઉદાસી હતી. મેં જોયું કે તેની આંખોમાંથી આંસુ ધસી આવતાં હતાં. ત્યારે મને ખબર પડી કે તેને મારા માટે કેટલી લાગણી છે. છતાં તે મને ક્યારેય તેનાં આંસુ દેખાડતી નથી, કારણકે તે ઇચ્છે છે કે મને મારી વિકલાંગતા પર ક્યારેય દુ:ખ ન થાય.

ત્યાર બાદ મારાં લગ્ન થયાં. મને લાગ્યું, તે પુરુષે મને સ્વીકારી છે, પરંતુ તેણે બેજવાબદારી રીતે મારા તરફથી મોઢું ફેરવી લીધું, જ્યારે મારી દીકરી જેસીકાનો જન્મ થયો. હું તેને મારા નાખુશ લગ્નજીવનથી દૂર રાખવા માગતી હતી, પણ છેવટે હું તેનાથી મુક્ત થઇ ગઇ.

પાંચ વર્ષ સુધી હું સિંગલ મધર રહી. મા મારા માટે મજબૂત આધાઅર હતી. જો મને રડવાનું મન થાય તો તે મને ખભો આપતી. જો હું બાળક કે કામ અંગે કંઇ ફરિયાદ કરું તો તે હસતી.જો હું મારી જાત પર દુ:ખની લાગણી અનુભવું ત્યારે હું તેની તરફ જોતી અને મને થતું કે હું તો એકને સાચવું છું. તેણે પાંચને મોટા કર્યા !

 

મેં ફરી લગ્ન કર્યા અને મને પતિ તેમજ ચાર બાળકો સહિતનો એક પ્રેમાળ પરિવાર મળ્યો. કદાચ માએ તેનાં બાળકો સાથે જેટલો સમય નહિ વિતાવ્યો હોય, તેટલો હવે તે તેના દોહિત્રાઓ સાથે ગાળતી ને બાળકોને અનહદ પ્રેમ આપતી.

માને ફેફસાંનું કૅન્સર  નીકળ્યું અને તેની પાસે જીવવા માટે હવે છ મહિનાથી એક વર્ષનો ગાળો હતો, પરંતુ તેણે અમારી સાથે ત્રણ વર્ષથી વધુ સમય કાઢ્યો. ડૉક્ટરોએ જણાવ્યું કે આ એક ચમત્કાર કહેવાય, પરંતુ લાગે છે કે તેના દોહિત્રાઓ માટેના પ્રેમે જ તેને જીવન સામે અંત સુધી લડવામાં મદદ કરી. મા તેના 53મા જન્મદિવસના પાંચ દિન પછી મૃત્યુ પામી. હમણાં પણ મને વિચાર આવે છે કે તેણે આખી જિંદગી ખૂબ જ મુશ્કેલી વેઠી અને અંત સુધી મૃત્યુમાં પણ.

પરંતુ તેણે મને તેનો જવાબ પણ શીખવ્યો છે. એક બાળક તરીકે મને લાગતું કે શા માટે મારે આટલો સંઘર્ષ કરવો પડે. હવે મને ખ્યાલ આવે છે કે મુશ્કેલીઓ માણસને ઘડે છે. મને હંમેશાં લાગે છે કે મા મારી સાથે જ છે કેટલીક વાર, જ્યારે હું હિંમત હારી જાઉં છું. કોઇ વસ્તુ મારાથી નથી થતી, ત્યારે હું ફરી માનો હસતો ચહેરો જોઉં છું. તે મને કોઇ પણ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે. તે મને શીખવે છે કે હું કંઇ પણ કરી શકું છું.

 

અનુવાદક: રૂપલ ઉમરેઠિયા   

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: