હું તો જાણું છું ને !(2)//સંપાદક: ઉમેદ નંદુ

હું તો જાણું છું ને !

જન્મભૂમિ-પ્રવાસી// 17મી ફેબ્રુઆરી2013// મહા સુદ સાતમ,વિ.સં.2069

મધુવન પૂર્તિ //ફેમિલી રૂમ વિભાગ//સંપાદક: ઉમેદ નંદુ//પાનું3

 

 

          જૂના હાથે વણેલાં વણેલાં કપડાં પહેરેલી એક સ્ત્રી અને હાથવણાટ દ્વારા જ બનેલો સુતરાઉ જર્જરિત કોટ અપહેરેલ તેનો પતિ બોસ્ટન શહેરની ટ્રેનમાંથી ભીડભર્યા સ્ટેશન પર ઊતર્યા. તેઓ ડરતાં ડરતાં ચાલીને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટની ઑફિસ સુધી પહોંચી ગયા.

તેમણે મુલાકાત માટેનો સમય અગાઉ થી લીધો નહોતો. ઑફિસ બહાર બેઠેલ સેક્રેટરીએ તેમને જોતાં જ વિચાર્યું કે આવા ગરીબ, ગામડિયા લોકોને હાર્વર્ડમાં કોઇ કામ હોઇ ન શકે. તેઓ તો કેમ્બ્રિજમાં જવાને પણ લાયક નથી.

તેમણે સેક્રેટરીને કહ્યું, ‘અમારે પ્રેસિડેન્ટ સાહેબને મળવું છે.’

સેક્રેટરીએ શુષ્કભાવે તરત જવાબ આપ્યો, ‘તે આખો દિવસ વ્યસ્ત છે.’ સ્ત્રીએ કહ્યું, ‘અમે રાહ જોઇશું.’

કલાકો સુધી સેક્રેટરીએ તેમને બિલકુલ ભાવ ન આપ્યો અને વિચાર્યુંકે તેઓ છેવટે નિરશ થઇને જતા રહેશે, પણ તેઓ ન ગયા અને આખરે સેક્રેટરીએ હતાશ અને ગુસ્સે થઇ પ્રેસિડેન્ટ સાહેબને આ વિશે જણાવ્યું. તેણે પ્રેસિડેન્ટ સાહેબને કહ્યું, ‘કદાચ તમે એમને થોડી ક્ષણોનો સમય આપો પછી તેઓ જતા રહેશે.’

પ્રેસિડેન્ટ સાહેબે ગુસ્સાનો સૂર કાઢી ડોકું ધુણાવ્યું. તેમના જેટલી હોદ્દા પરની વ્યક્તિ પાસે દેખીતી રીતે આવા લોકોને મળવાનો સમય નહોતો.

પ્રેસિડેન્ટ સાહેબ બહાર આવ્યા. તેમણે જર્જરિત વસ્ત્રોમાં સજ્જ એવાં આ સ્ત્રી-પુરુષને જોઇ મોઢું બગાડ્યું અને અભિમાનપૂર્વક તેમને ઠપકો આપતા હોય તેવા સૂરમાં ખખડાવી કાઢ્યા.

સ્ત્રીએ કહ્યું, ‘અમારે એક પુત્ર હતો, જેણે એક વર્ષ સુધી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રત્યે ખૂબ પ્રેમ અને માન હતાં. તે અહીં ખૂબ ખુશ હતો, પણ એક વર્ષ પહેલાં તેનું એક અકસ્માતમાં મૃત્યુ થયું. મારા પતિ અને હું ઇચ્છીએ છીએ કે અહીં હાર્વર્ડના પ્રાંગણમાં તેની યાદમાં એક સ્મારક ઊભું કરવામાં આવે.’

પ્રેસિડેન્ટને આ વાત સાંભળી કોઇ પ્રકારની લાગણી-વેદના ન થઇ. ઉલટું તેઓ ગુસ્સે થઇ ગયા. તેમણે ક્રોધ્થી કહ્યું, ‘મેડમ, હાર્વર્ડમાં ભણતી દરેક વ્યક્તિના મૃત્યુ બાદ તેની યાદમાં અમે અહીં પૂતળાં ઊભાં ન કરી શકીએ અને એવું કરીએ તો આ જગ્યા એક કબ્રસ્તાન જેવી લાગવા માંડે.’

સ્ત્રીએ તરત જવાબ આપ્યો, ‘ના, ના, અમારે કોઇ પૂતળું ઊભું નથી કરવું. અમે હાર્વર્ડને એક આખી ઇમારત દાનમાં આપી દેવાનો વિચાર કર્યો છે.’ પ્રેસિડેન્ટ સાહેબે પોતાની આંખો ગોળ ગોલ ફેરવી તેમનાં જર્જરિત વસ્ત્રો સામે જોયું અને ઠેકડી ઉડાડતાં કહ્યું, ‘એક ઇમારત ! તમને અંદાજો પણ છે કે એક ઇમારતની કિંમત કેટલી હોઇ શકે?’

‘ફક્ત અમારી હાર્વર્ડયુનિવર્સિટીની ઇમારતો બાંધવાનો ખર્ચ સાડા સિત્તેર લાખ જેટલો થાય.’

એક ક્ષણ માટે સ્ત્રી ચૂપ થઇ ગઇ. પ્રેસિડેન્ટમનમાં ખુશ થયા. તેમણે વિચાર્યું હવે આ લોકોથી છુટકારો મળશે. સ્ત્રીએ પોતાના પતિ તરફ ફરીને ધીમેથી કહ્યું, ‘બસ, આખી એક યુનિવર્સિટી બાંધવાનો ખર્ચ ફક્ત આટલો જ થાય?’

તો આપણે આપણી પોતાની એક યુનિવર્સિટી શા માટે ન બાંધીએ?’ તેના પતિએ હકારમાં ડોકું ધુણાવ્યું. પ્રેસિડેન્ટ સાહેબનો ચહેરો આ વાત સાંભળી મૂંઝવણ થ્તાં ઝંખવાણો પડી ગયો. શ્રી અને શ્રીમતી લીલેન્ડ સ્ટેનફોર્ડ ઊભાં થયાં અને ત્યાંથી ચાલતાં થયાંઅને પાલો એલ્યે, કેલિફોર્નિયા પહોંચી ત્યાં તેમણે એક યુનિવર્સિટીની સ્થાપના કરી, જેને તેમનું નામ આપવામાં આવ્યું’સ્ટેનફોર્ડ યુનિવર્સિટી.’તેમના એવા પુત્રની યાદગીરીનું સ્મારક જેની હાર્વર્ડ યુનિવર્સિટીએ જરા પણ પરવા ન કરી.

ક્યારેય કોઇના બાહ્ય દેખાવ પરથી તે વ્યક્તિની સમર્થતા કે લાયકાત વિશે અનુમાન ન કરવું .

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “હું તો જાણું છું ને !(2)//સંપાદક: ઉમેદ નંદુ
  1. pragnaju કહે છે:

    ક્યારેય કોઇના બાહ્ય દેખાવ પરથી તે વ્યક્તિની સમર્થતા કે લાયકાત વિશે અનુમાન ન કરવું .
    પ્રેરણાદાયી વાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: