‘મજહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ //ડૉ.મહેબૂબ દેસાઇ

MJB-16

‘મજહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’

 

હિન્દુ અને ઇસ્લામ ધર્મની તસવીરોનું એક હિન્દુ કુટુંબના ઘરમાં સમન્વય હોય, અને બંને પ્રત્યેની શ્રદ્ધા સમગ્ર કુટુંબમાં વ્યાપેલી હોય તે ઘટના આજના સંદર્ભમાં અવશ્ય નવાઇ પમાડે તેવી છે. પણ એ સત્યને જાતે નિહાળવાની, માણવાની તક અમદાવાદના નિવાસી જિગ્નેશભાઇ મોદીના ઘરમાં સાંપડી.

આમ તો ઘણા વખતથી હું જિગ્નેશભાઇના પરિચયમાં છું. તેઓ તેમનું સમગ્ર કુટુંબ સૌરાષ્ટ્રના મોરબી નજીક આમરણ ગામમાં આવેલ હ્જરત દાવલશાહ પીરના પરમ ભક્ત છે. આ દરગાહનો સમગ્ર ખર્ચ એકલા પંડે તેઓ જ ભોગવે છે અને ત્યાં ભવ્ય દરગાહનું સર્જન કરવાની તેમની ખ્વાહિશ છે. પણ દરગાહનું જતન કરવું અને પોતાના ઘરમાં ઇસ્લામ ધર્મને શ્રદ્ધાપૂર્વક સ્થાન આપવું, એ બંને બાબતો ભિન્ન છે.

અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ તેમની સોસાઇટીમાં હું પ્રવેશ્યો ત્યારે મને બિલકુલ અહેસાસ ન હતો કે એક હિન્દુ કુટુંબના ડ્રોઇંગરૂમમાં કાબા શરીફનું 5×4 નું ભવ્ય ચિત્ર કલાત્મક ફ્રેમમાં મઢેલું દીવાલ પર જોવા મળશે. સમગ્ર બેઠકખંડના કેન્દ્રમાં શોભતું કાબા શરીફનું એ ચિત્ર જોઇ મને આનંદ અને થોડી નવાઇ લાગી. દીવાનખંડની બેઠકોની જમણી બાજુ મહાભારતનું યાદગાર દૃશ્ય, જેમાં મહાભારતનો જાણીતો શ્લોક ‘યદા યદા હી ધર્મસ્ય….’ લખ્યો હતો.

એક બાજુ ઇસ્લામના પવિત્ર સ્થાન કાબા શરીફનું અને બીજી બાજુ મહાભારતનું અદ્ ભુત દૃશ્ય જોઇ મારો સ્વર સહેજ ભીનો થઇ ગયો.જિગ્નેશભાઇનાં બંને બાળકો, તેમનાં પત્ની, તેમના મોટા ભાઇ બધાં સાથે હું તેમના બેઠકખંડમાં બેઠો ત્યારે મેં તેમને પૂછ્યું,”કાબા શરીફનું આટલું વિશાળ ચિત્ર બેઠકખંડમાં આપે મૂક્યું છે, તેથી આપના કુટુંબના સભ્યો થોડા નારાજ તો થયા હશે?”

“ના, ના સાહેબ, અમારા કુટુંબનો દરેક સભ્ય હિન્દુ-મુસ્લિમ બંને ધર્મે રંગાયેલો છે.” આટલી વાત પછી તેમના નિવાસના ઉપરના માળે અમે ગયાં. ત્યારે મારી આંખો વધુ પહોળી થઇ ગઇ. ઉપરના માળે બે પૂજારૂમો હતા. એક પૂજારૂમમાં હજરત દાવલશાહ પીરની ગાદી રાખવામાં આવી હતી. પૂજારૂમના દરવાજા પાસેની દીવાલ પર મસ્જિદ-એ-નબવીની 2×1 ની મોટી તસ્વીર હતી. જ્યારે બીજા રૂમમાં, તેમના કુળદેવી બહુચર માની તસ્વીર સાથે શંકર-પાર્વતી, રાધા-કૃષ્ણ અને ગણેશની તસવીરો હતી. આ જોઇ મેં સહેતુક પૂછ્યું,

“રોજ સવારે આ બંને પ્રાર્થનાગૃહમાં તમે પ્રાર્થના કરો છો?”

”મારાં પત્ની બંને પૂજારૂમો સ્વચ્છ રાખે છે. રોજ બંનેમાં દીવો કરે છે, પછી હજરત દાવલશાહ પીરના રૂમમાં હું પ્રાર્થના કરું છું. મારાં પત્ની અમારાં માતાજી અને અન્ય દેવોની પૂજા કરે છે.”

લગભગ એકાદ કલાક પછી હિન્દુ-મુસ્લિમ ધર્મના સમન્વય સમા જિગ્નેશભાઇના ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે મારા મનમાં ડૉ.ઇકબાલની કવિતા, ‘મજહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના’ની નાવીન્યકરણ પામેલ પંક્તિ રમતી હતી-

  મજહબ હમે સિખાતા, આપસ મેં પ્યાર કરના

    હિન્દી હૈં હમ વતન હૈ હિન્દોસ્તાં હમારા.

——————————————————

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 256,998 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: