રાજા અંબરીષની કથા

RAJA AMBARISH NEE KATHAA
Skandh:navamo
સ્કંધ:નવમોશ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા(પાના:87 થી 98)
શુકદેવજી કહે,”હે પરીક્ષિત ! નભગ નામના મનુપુત્રનો પુત્ર નાભાગ હતો. તેના બીજા ભાઇઓએ પોતાના પિતાની મિલકતના ભાગ પાડી લીધા. નાભાગને કાંઇ જ ન આપ્યું. નાભાગને તેના ભાગ પેટે પિતાને આપ્યા. વિદ્યાભ્યાસ કરીને આવેલા નાભાગે પિતાની સેવા કરી, જેથી પિતાએ કહ્યું,”હવે તું અંગિરા ઋષિના યજ્ઞમાં જા. બ્રાહ્મણો અને વિદ્વાનોને સરસ્વતી દેવીનો શાપ છે એટલે વચ્ચે વચ્ચે વેદ મંત્રોને ભૂલી જાય છે. તું ત્યાં જઇ તેઓને યાદ કરાવજે. યજ્ઞ કરતાં કરતાં બ્રાહ્મણો તેના પર ખુશ થયા. યજ્ઞ કરતાં વધેલા ઘી, જવ, તલ વગેરે નાભાગને આપ્યા. ત્યાં શંકર ભગવાન આવ્યા અને કહે,”આ વધેલા જવ, તલ,ઘી વગેરે પર મારો અધિકાર છે. હે નાભાગ ! જા અને આ બાબત તારા પિતાને પૂછી આવ.” નાભાગ પિતા પાસે ગયો. પિતાએ કહ્યું,”શંકર ભગવાનની વાત સાચી છે. તે વસ્તુ આપણાથી ના લેવાય.” મહાદેવજી આ સાંભળી ખુશ થયા અને કહ્યું,”તમે આટલી ગરીબાઇ છતાં નીતિને વળગી રહ્યા છો તે જોઇ હું ખુશ થાયો છું. હું તમને સંપત્તિ આપું છું. હે નાભાગ ! તારા લગ્ન થશે અને એક સંસ્કારી અને સ્વરૂપવાન દીકરો થશે.”
રાજા અંબરીષની કથા
સમય જતાં નાભાગના લગ્ન થયા અને તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો. નાભાગે દીકરાનું નામ અંબરીષ રાખ્યું. અંબરીષ સાત દ્વીપો પર રાજ્ય કરતો હતો. અંબરીષ રાજા ઠાકોરજીનો પરમ ભક્ત હતો. કાંકરોલીમાં બિરાજતા દ્વારકાધીશની રાજા અંબરીષ સેવા કરતા. ઠાકોરજીની સેવાના નિયમો જીવનમાં ઉતાર્યા હતા. પોતાની સંપત્તિનો મોટો ભાગ ઠાકોરજીની સેવામાં વાપરતા. ઠાકોરજી અંબરીષ રાજા પર પ્રસન્ન થયા.અંબરીષને સુદર્શન ચક્ર આપ્યું. અંબરીષ સુદર્શન ચક્રને ભગવાનની પ્રસાદી સમજી રોજ તેની પૂજા કરતા. સંયમ, નિયમ, દાન, ધર્મ વગેરેમાં રાજા અંબરીષ જીવન વ્યતીત કરતા. અંબરીષ છેલ્લા બાર વર્ષથી એકાદશીનું વ્રત કરતા.
આજે વ્રતની સમાપ્તિ નિમિત્તે અનેક બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ આપ્યું હતું. તેથી અનેક બ્રાહ્મણો પધાર્યા હતા. દુર્વાસા ઋષિ પણ આવેલા. દુર્વાસા સ્નાન કરી સમાધિમાં ગરકાવ થઇ ગયા. અંબરીષને એવું વ્રત હતું કે બ્રાહ્મણોને જમાડી પછી પોતે પારણું કરતા. આજે જો દુર્વાસા પારણું ન કરે તો તો અંબરીષ જમી ન શકે અને જો બારસનો ભાગ ચાલ્યો જાય તો (વહી જાય તો) પારણું કરવાનું વ્રત તૂટે. આથી અંબરીષે બ્રાહ્મણોને પૂછ્યું,”બ્રાહ્મણના અતિક્રમણનો દોષ ન લાગે અને દ્વાદશીમાં પારણાનો નિયમ ન તૂટે એવું જે કર્યાથી મારૂં ભલું થાય તે મને બતાવો.” પછી બ્રાહ્મણોના મતને અનુસરી તેણે આચમનીમાં પાણી લઇ તેના પર તુલસી પત્ર મૂકી આચમન કરી પારણું કરી લીધું. દુર્વાસા ક્રોધે ભરાયા. પોતાની જટા છોડી તેમાંથી કૃત્યા કાઢી. તે અંબરીષનું રાજ્ય બાળવા લાગી. ભગવાનને અંબરીષની રક્ષા કરવા મૂકેલ સુદર્શન ચક્ર કૃત્યાને બાળી નાખી પછી દુર્વાસા ઋષિની પાછળ દોડવા માંડ્યું. દુર્વાસા દોડતાં દોડતાં બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું,”તમે સુદર્શન ચક્ર પાછું લઇ લો અને મને બચાવો.” દુર્વાસાને બ્રહ્માજીએ કહ્યું,” આ કામ મારું નહીં, ભગવાન વિષ્ણુ પાસે જાવ. “ દુર્વાસા ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુભગવાન કહે,”હું મારા ભક્તને આધીન છું. તમે અંબરીષ પાસે જાવ.” દુર્વાસા અંબરીષ પાસે આવ્યા. અંબરીષના પગમાં પડી વિનંતી કરી કે,”તમારું સુદર્શન ચક્ર પાછું લઇ લો.” અંબરીષે કહ્યું,”તમે પારણું કરો, હું સુદર્શન ચક્ર પાછું લઇ લઉ છું. આપ જમી લો પછી હું પારણું કરીશ.” દુરવાસા ઋષિએ અંબરીષને આશીર્વાદ આપ્યા. અંબરીષ રાજાએ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને આખું જીવન ઇશ્વર આરાધના કરી.
=====================================================

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,964 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: