અમર આશા //કલાપી( સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)


KALAPI

અમર આશા //કલાપી

 કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે;

ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઇ છે.

જુદાઇ જિંદગી ભરની, કરી રો રો બધી કાઢી;

રહી ગઇ વસ્લની આશા, અગર ગરદન કપાઇ છે.

ઘડી ના વસ્લની આવી, સમન પણ છેતરી ચાલી;

હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઇ છે.

ઝખમ દુનિયા ઝબાનોના, મુસીબત ખોફના ખંજર;

કતલમાં એ કદમબોસી, ઉપર ક્યામત ખુદાઇ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીન પર ફરહાદ;

અગમ ગમની ખરાબીમાં મઝેદારી લૂંટાઇ છે.

ફના કરવું, ફના થાવું, ફનામાં રાહ સમાઇ છે;

મરીને જીવવાનો મંત્ર, દિલવરની દુહાઇ છે.

 ઝેહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું;

સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઇ છે.

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે;

તડપતે તૂટતાં અંદર ખડી માશૂક સાંઇ છે.

ચમનમાં આવીને ઊભો ગુલો પર આફરીન થઇ તું,

ગુલોના ખારથી બચતાં બદન ગુલને નવાઇ છે.

હજારો ઓલિયા મુરશીદ ગયા માશૂકમાં ડૂબી,

ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઇ છે.

   

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “અમર આશા //કલાપી( સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)
  1. Sunil કહે છે:

    આ ગઝલ કલાપીની નહિ , બાલાશંકરની છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: