આપણી વાત-મા ગુર્જરી બાબતે

આપણી વાત-મા ગુર્જરી બાબતે
ગુજરાતી ભાષા આય.સી.યુ. માં છે કે માંદગીના બિછાને સૂતી છે આવા નિરાશાજનક વિધાનો વાંચતા દુઃખ થાય છે,આપણા અંગ્રેજી માધ્યમમાં ભણતા સંતાનો ગુજરાતી બહુ જ ઓછું વાંચે લખે છે એ વાત સાચી માની લઇએ તો પણ ચિત્ર જેટલું દુઃખદ દોરવામાં આવે છે તેવું નથી એવી મારી સમજ છે.
આપણે ગુજરાતની જ વાત લઇએ.. નરેંદ્ર મોદીના જણાવ્યા મુજબ છ કરોડ ગુજરાતીઓ, એમાંથી સ્કૂલે જનારા બાળકો …એક …કરોડવીસ લાખ(20%), આખા ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની જો એક હજાર શાળાઓ હોય ને દરેકમાં 2000 વિદ્યાર્થીઓ ભણતા હોય તો કુલ ….20.લાખ વિદ્યાર્થી થાય , બાકીના 80%માંથી 75% ગુજરાતી અને 5% અન્ય ભાષાના માધ્યમ દ્વારા ભણતા હોય શકે આમ 75% તો ગુજરાતી માધ્યમ દ્વારા ભણતા હોવાથી ચિંતા કરવાની જરૂર ખરી?

 અંગ્રેજી માધ્યમમાં ભણતો ગુજરાતી છોકરો કે છોકરી કાંટો વાગે ત્યારે’ ‘વોયમાડી રે મરી ગયો’ એમજ બોલશે, બીજી કોઇ ભાષામાં નહીં બોલે. આમ જન્મજાત સંસ્કાર ભૂંસાશે નહીં.

 આપણે સમૃધ્ધગુજરાતની ગૌરવવંતી મા-ગૂર્જરીને હજુ પ્રગતિ ને વિકાસને પંથે લઇ જવી છે. એ માટે આપણે સૌ આટલું કરીએ તો–
**આપણા ધંધા ઉદ્યોગો તથા વેપારમાં બીલબુક, રસીદ બુક, વિઝિટીંગ કાર્ડસ તથા અન્ય સ્ટેશનરી ગુજરાતીમાં છપાવીએ અને આવશ્યક હોય તો સાથે અન્ય ભાષાનો ઉપયોગ પણ કરીએ પરંતુ ગુજરાતી ભાષાતો ખરી ખરી ને ખરી જ .શક્ય હોય તો ચેકમાં સહી પણ ગુજરાતીમાં કરીએ.
**પત્રવ્યવહાર ભલે કોઇ પણ ભાષામાં કરીએ પણ કવર પરના સરનામા ગુજરાતીમાં કરવાનો આગ્રહ રાખીએ, ગુજરાત આખામાં મોકલાતી ટપાલમાં આમ કરવાનો પ્રયોગ કરવો જોઇએ. ગુજરાત બહાર મોકલાતી ટપાલ માટે અન્ય ભાષા વાપરવી જ પડે.
** આપણા કાર્યક્રમો કે સ્કૂલ વગેરેના સમારંભોમાં શરૂઆતમાં જ “જય જય ગરવી ગુજરાત” ગવડાવવાનો આગ્રહ રાખીએ.
**જાહેર વાહનો (એસ.ટી)તેમજ ટ્રકો, એમબ્યુલંસ વગેર પર લખાતી સૂચનાઓ તેમજ રોડ પરના દિશા કે સ્થળ દર્શાવતા  બોર્ડ(પાટિયા) વહેરે  માહિતી અન્ય ભાષામાં ભલે રહી પણ ગુજરાતીમાં પણ દર્શાવવી એવો આગ્રહ સેવીએ.
**ગુજરાતીમાં 500કરતાં પણ વધુ વેબસાઇટો છે ને દિન પ્રતિદિન વધતી જ જાય છે . શું આ હકીકતથી મા-ગૂર્જરીના ભક્તોએ હરખાવા જેવું નથી?
**લોકમિલાપના માધ્યમ દ્વારા વડીલ શ્રીમહેંદ્રભાઇ ગુજરાતી ભાષા માટે ઋષિકર્મ કરે છે, એમણે જે ગોવર્ધન ઊંચક્યો છે તેમાં આપણે પણ યથાશક્તિ ટેકો આપીએ.
**આપણે જ્યાં કાયમી નિવાસ કરતા હોઇએ ત્યાં જ આસપાસમાં કે મિત્રમંડળ સગાવહાલા વગેરેમાં થોડું પણ કામ “ગુજરાતી ભાષા “માટે કરીએ

 અમે વાપી તથા આસપાસમાં છેલ્લા દશેક વરસમાં
અરધી સદીની વાચનયાત્રા ભાગ1-2-3-4 તથા ગાંધી ગંગા ભાગ1-2 દરેકની 200 નકલો વેચી, અખંડાઆનંદ, નવનીત-સમર્પણ ના કુલ 200 લવાજમ એક જ વરસમાં ભેગા કર્યા

‘લોકમિલાપ’ની ખિસાપોથીઓ અંદાજે 50,000  જેટલી વેચી.
આમ થાય તો ટીપે ટીપે સરોવર ભરાયા જેવું કામ ચોક્કસ થાય.
*જગુદણ, સોલા વગેરે જગ્યાએ જે કામ થાય છે તેનો બહોળો પ્રચાર થાય.
*સાવરકુંડલા ખાતે ડૉ.પ્રફુલ્લભાઇ શાહ તથા ઇંદિરાબેન શાહે આસપાસમાં .5339…… પુસ્તકાલયો ઊભા કર્યા
**ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાઓમાં આપણા મૂર્ધન્ય સારસ્વતોના ફોટા મૂકીએ
**નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક લાઇબ્રેરી વિષેવધુ ને વધુ લોકોને જાણ કરીએ
** રાજકોટમાં શ્રી ગિજુભાઇ ભરાડ અને મિત્રો  જે “જ્ઞાનતુલા અભિયાન “ ચલાવે છે તેમાં બને તેટલો સહયોગ આપીએ..

** ડાકોરમાં શ્રીઅશ્વિનભાઇ ખંભોળજા સન 1995 થી પુસ્તકાલયપ્રવૃત્તિ ચલાવે છે, વડોદરામાં પંડ્યા દંપતિ, રાજકોટમાં ગિજુભાઇ ભરાડ પરિવાર  પણ વાચન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા તન,મન ને ધનથી સેવા કરે છે. તેઓનું સન્માન કરીએ અને તેઓની પ્રવૃત્તિ વધુ વેગવાન બને તે માટે સહકાર આપીએ.
*અમદાવાદ દૂર-દર્શન, ઇ ટી.વી. (ગુજરાતી), ઝી-ટી.વી (ગુજરાતી) પર આવતા કાર્યક્રમો વિષે જનતાને સમયસર જાણ કરી શકાય તો ટી.વી. પર આપણી માતૃભાષાના કાર્યક્રમો માં લોકોને રસ લેતા કરી શકાય

જ્યાં સુધી નવરાત્રિ ને મકર સંક્રાતના તહેવારો અસ્તિત્વમાં છે,  નરસિંહ, પ્રેમાનંદ, હેમચંદ્રાચાર્ય,ગોવર્ધનરામે તથા મેઘાણી, મુનશી, સુરેશ દલાલ જેવાએ જેનું સિંચન કર્યું છે અને આજે મહેંદ્ર મેઘાણી જેવા જેનું જતન કરેછે તે આપણી સૌની “મા” નો કોઇ વાળ પણ જરા સરખો વાંકો કરી શકવાનું નથી. તેથી હવે આપણે સૌએ તો લગે રહો મુન્નાભાઇની જેમ કામ પાછળ મંડી પડવાનું છે.

        આ બધા કામોમાં બીજા શું કરશે કે નહીં એની મગજમારીમાં પડ્યા વિના મારાથી જેટલું થઇ શકે તેટલું કરવાના શ્રીગણેશ તો અત્યારથી કરી દઇએ.

 આવજો,
ગોપાલના જય જય ગરવી ગુજરાત

ભેટ આપી શકાય તેવા પ્રસંગોની યાદી
જ્યારે કોઇને ભેટ આપી શકાય.(પુસ્તક ભેટ અપાય એવા ઉદ્દેશથી યાદી બનાવી છે.)

**જન્મ દિવસ

**લગ્ન પ્રસંગ

**લગ્ન દિન (લગ્નની 10,20 કે 25મી વર્ષગાંઠ)

++શાળા કે કૉલેજની પરીક્ષામાં સફળતા

**રમતગમત/ચૂંટણી/સંગીત કે ચિત્રકળાનીસ્પર્ધામાં જવલંત વિજય

 **સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર વરણી

 **જીવનની 50 કે 75મી વર્ષગાંઠ

++સંતાનો ના જન્મ દિવસ

++પરદેશગમન કે સ્વદેશ આગમન

 ++ઑફિસ/દુકાન નું ઉદઘાટન

++સામાજીક સંસ્થાના હોદ્દેદરોની કોઇ અભૂતપૂર્વ સિધ્ધિ
**કોર્પોરેટ હાઉસોમાં અપાતા બોનસના હિસ્સા તરીકે

વસાવવા તેમજ ભેટ આપવા લાયક પુસ્તકોમાંથી કેટલાંક
(1)પરમ સમીપે——- કુન્દનિકા કાપડિયા

(2)આનંદચર્ય——————- કાંતિ શાહ
(3)જીવન સંધ્યાનું સ્વાગત——મીરાં ભટટ
(4) માતરૂવંદના ભાગ 1,2,3—દીપક મહેતા
(5)પિતરૂ તર્પણ———- ડૉસરોજિની જિતેઁદ્ર
(6)માતરૂતર્પણ——-નંદિની ત્રિવેદી
(7)સુખને એક અવસર તો આપો—-રમેશપુરોહિત
(8)ઢાઇ અક્ષર પ્રેમ કા—-ગુણવંત શાહ
(9) ઓજસ અંતરના—-બળવંત દેસાઇ
(10)અલગારી રખડપટટી—-રસિક ઝવેરી
(11)દિલની વાતો, ભાગ 1,2,3——રસિક ઝવેરી
(12)ઝરૂખે દીવા ———-કુંદનિકા કાપડિયા
(13)સંતાનો સંગે સેતુ——જયવતી કાજી
(14) દિકરી વ્હાલનો દરિયો——-
(15)મનની વાત (16)સંભારણાની સફર
(17)સુનિતા વિલિયમ્સ—આરાધિકા શર્મા
(18)મારૂ સ્વપ્ન—વર્ગીઝ કુરીયન
(19)સમન્વય ભાગ 1,2
(20)પિત્રૂ દેવો ભવ ——સુરેશ દલાલ
(21)નવી પેઢીને—ફાધર વાલેસ
(22)થોભ નહિ તો થાકી જઇશ —–હરિભાઇ કોઠારી
(23)અર્ધી સદીની વાચનયાત્રા, ભાગ 1,2,3,4——સં –મહેઁદ્ર મેઘાણી

(24) વાચનયાત્રાનો પ્રસાદ સં:-મહેન્દ્ર મેઘાણી
(25)ગાંધી ગંગા ભાગ,1,2——સં-મહેન્દ્ર મેઘાણી
(26)બાની વાતુ—શરીફાબેન વીજળીવાળા
(27)સત્યના પ્રયોગો——–મો.ક.ગાંધી

(28) ઇડલી. આર્કેડ ને હું— વિઠ્ઠલ કામટ/ ઇમેજ

 આ યાદીમાં તમારી પસંદ અનુસાર ફેરફાર કરી શકો.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “આપણી વાત-મા ગુર્જરી બાબતે
  1. pragnaju કહે છે:

    આ બધા પુસ્તકો ઇ પુસ્તક રુપે પણ મળે તો સારુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 293,060 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: