માર્કંડ ઋષિનું ભજન /સતકેરી વાણી/મકરંદ દવે

સત કેરી વાણી—સંપાદક 0 મકરંદ દવે 00પ્રકાશક:નવભારત સાહિત્ય મંદિર
પાનું ક્રમાંક 9 આવ્રૂત્તિ 1997

મહામાર્ગમાં અજવાળી બીજનું ઘણું મહત્વ છે. આપણે જોયું કે દર મહિને અંધકારમાંથી બહાર નીકળતી બીજ નવજીવનના પ્રતીક સમી છે. મ્રૂત્યુમાંથી અમ્રૂતમાં લઇ જતા આ બીજધર્મને સમજાવતું માર્કંડ ઋષિનું ભજન છે:


યુધિષ્ઠિર પૂછે છે રે રાયજી, તમે સાંભળો ઋષિરાય,
સાંભળોને મોટાદેવ, નિજિયા ધરમ અમને દીજિયેં હાં.
એક અંગના કરો નવ નવ ટુકડા રે હાં,
શીશ ઉતારીને ધરણીયે ધરો;
કહે ઋષિ મારકુંડ તમે સાંભળો, રાજા ધરમ,
નિજિયા ધરમને તો તમે વરો.’
યુધિષ્ઠિર આ ધર્મબોધ માટે દેહના નવ નવ ટુકડા કરવા તૈયાર થાય છે. ત્યારે ઋષિ કહે છે કે:
તેની વાતું તો માતા કુંતાજી જાણે રે,
એમાં મિથ્યા જરાયે નથી,
ધરમ ધૂનો ને નિજાર પંથ તો તે
સંપૂરણ જાણે છે સતી દ્રૌપદી હાં…..’
ત્યાંથી યુધિષ્ઠિર માતા પસે આવી પૂછે છે:
ધરમરાય કહે છે રે તમે સાંભળો માતાજી રે હાં,
નિજિયા ધરમ અમુંને દીજિયેં,
જનમ મરણ અમુંને ભવ ભારે તે
મટે તે વિદિયા અમુંને દીજિયેં હાં….’
પણ વળી કુંતામાતા એને નિજિયા ધરમનું રહસ્ય જાણવા માટેદ્રૌપદી પાસે મોકલે છે. યુધિષ્ઠિર દ્રૌપદીની સન્મુખ હાથ જોડી ઊભા રહે છે. દ્રૌપદી પૂછે છે:
દ્રૌપદી કહે છે ચાકર ઠાકરનો નાતો અમારે હાં
સીયો અવગુણ અમારો આવીયો?
પણ રાજા મુખરવિંદથી ન ઓચર્યા tતે હાથ જોડી ઊભા રિયા હાં……’
રાજા કહે ચાકર ઠાકરનો નંઇ નાતો અમારે હાં
ને સ્ત્રી પુરૂષ એવું શું હશે?
માતા કુંતા ને મારકુંડને વચને હું તો આવીયો
તો નિજિયા ધરમ અમુંને દીજિયેં.
સતી કહે છે નવ તો અંગની નવધા ભગતિ
તેની સેવા જુજવી જુજવી,
શીશને સાટે શ્રીફળ ગુરુને ચરણે મેલો
તો નિજિયા ધરમને તમે વરો હાં…..’
તન મન ધન લઇને ગુરુને સોંપો હાં
ધણીપણું રે મેલી દીયો હાંસલ ને ખોટને ગુરુને સોંપો તો
નિજાર પિયાલો રાજા તમે પીયો.
જોડે—સજોડે પછે રાજાજી ચાલ્યા રે હાં
મારકુંડજીને મંદિરે આવીયા,
સહસ્ત્ર અઠાસી ઋષિ ને તેત્રીસ કરોડ દેવ મળીને
યુધિષ્ઠિરનાં કાંકણ ત્યાં ભરિયાં હાં….’
અજર પિયાલો રાજા, નિજાર કેરો રે હાં,
તે તો અમીરસ તમે જીરવો,
કહે ઋષિ મારકુંડ સુણો રાજા ધરમ,
અમરફળ તમે તરત વરો હાં….’
******************
યુધિષ્ઠિરને આ ધર્મનો પ્રબોધ આપતાં એક બીજા ભજનમાં દ્રૌપદી કહેછે:
દ્રૌપદીકે’ છે રે તમે સાંભળોને ધરમરાય ! સાંભળો જુધિષ્ઠિરરાય !
બીજ ધરમ મહા કઠિન છે હાં…
એવો સતીયુંનો ધરમ સોહામણો હાં રે હાં.
******************************
કમોદની રે’વે જળની માંય
પુહપ જળમાં ડૂબે નહીં એમ જતિ રે’વે સતીયુંની સાથ
વિષયની વાસના વ્યાપે નહીં –હાં રે હાં.
નહીં ત્યાં કામી કુટિલનાં કામ
જતિ રે પુરુષ અજરા જીરવે હાં—દ્રૌપદી ‘0

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “માર્કંડ ઋષિનું ભજન /સતકેરી વાણી/મકરંદ દવે
  1. pragnaju કહે છે:

    આનંદ
    અમારાથી ભૂલાઇ ગયેલી સંતવાણીનો આસ્વાદ કરવા માટે ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: