હાસ્ય-માળાનાં મોતી સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ

  Haasyamaalanaa moti

હાસ્ય-માળાનાં મોતી

સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ

‘હાસ્ય-કણિકા’ :ખીસાપોથીઓ સ્વરૂપે બે ભાગો 1980થી 1989 સુધી: 85,000 નકલ બંને ભાગની સંયુક્ત આવૃત્તિ 1997 થી 2009 સુધી:11,000 નકલ

’હાસ્ય-કણિકાનાં 116 પાનાંમાંથી આ લઘુપુસ્તિકા ‘હાસ્ય-માળાનાં મોતી’ :2006 પુનર્મુદ્રણ: 2008, 2209, 2010, 2011 કુલ નકલ:45,000 લોકમિલાપ પો.બો. 23 (સરદારનગર) ભાવનગર364001

 e-mail: lokamilap@gmail.com * ફોન: 0278-2566402

—————————————————————————————————————

હાસ્યમાળાનાં મોતી*પાનું:3

 0“જરા વિચારો, બાળકો,” શિક્ષકે કહ્યું, “આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી !તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઇએ?”

બાળકોનો હર્ષનાદ થયો: “આફ્રિકા જવા માટે !”

****************************************

 0 એક ધનવાન ફિલ્મ-નિર્માતાની દીકરીને શાળામાં કોઇ ગરીબ કુટુંબ વિશે નિબંધ લખવાનું કહેવામાં આવ્યું. એના નિબંધની શરૂઆત આ રીતે થઇ:” એક હતુ6 ગરીબ કુટુંબ. તેમાં બા ગરીબ હતી. બાપુ ગરીબ હતા. બાળકો ગરીબ હતાં. રસોઇયો ગરીબ હતો. મોટરગાડીનો ડ્રાઇવર ગરીબ હતો. કામવાળી ગરીબ હતી. માળી ગરીબ હતો. સહુ કોઇ ગરીબ હતાં….”

****************************************************

 0”મોટો થઇને હું ધ્રુવપ્રદેશની સફરે જવાનો છું.” છ વરસના એક બાળકે બાપાને કહ્યું, “અને અત્યારથી જ તેની બરાબર તાલીમ લેવા માંડવાનો છું.”

 “એ કેવી રીતે?”

” રોજ તમે મને જો પાંચ-પાંચ રૂપિયા આપો તો હું સારી પેઠે આઇસ્ક્રીમ ખાતો રહીશ.જેથી પછી ઠંડીની કાંઇ અસર મને થાય નહીં.”

=============================================

હાસ્યમાળાનાં મોતી*પાનું:4

 0પરીક્ષાના પ્રશ્નપત્રમાં  એક પણ સવાલનો જવાબ ન આપી શકનાર છોકરાએ ઉત્ત્રવહી ઉપર એક સફાઇદાર લંબચોરસ દોર્યો ને અંદર લખ્યું:

“આ જગ્યા આવતે વરસે જોજો.”

===========================================

 0પરીક્ષામાં સહુથી ઓછા ગુણ(માર્ક) લાવનાર પુત્રને પિતાએ કહ્યું:”વિનુ, તારા આટલા ઓછા માર્ક જોઇને મને એક વાતનો જરૂર સંતોષ થાય છે કે પરીક્ષામાં તે ચોરી તો નહિ જ કરી હોય.”

===========================================

 0 ઠોઠ વિદ્યાર્થી: “પણ સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઇએ એમ મને લાગે છે.”

શિક્ષક:” મને પણ એમ જ લાગે છે, પણ હું લાચાર હતો-શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.”

—————————————————————-

હાસ્યમાળાનાં મોતી*પાનું:5

 0નિશાળમાં એક દિવસ બહુ ભણવાનું થયું પછી થાક્યોપાક્યો ઘેર આવેલો નાનો ફારુક એની અમ્માને કહે, “ હું જૂના જમાનામાં જન્મ્યો હોત તો કેવું સારું થાત !”

”કેમ એમ, બેટા?”માએ પૂછ્યું.

”કારણ કે તો મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહિ.”

——————————————————

 0 સ્ત્રીઓનાં પગરખાંની એક દુકાનમાં પાટિયું:” દુકાનમાં દાખલ થયા પછી દસ જ મિનિટમાં તમારી ખરીદી કરી લો, તો દસ ટકા વળતર.”

———————————————————————-

 0 પોતે કેવો સચોટ નિશાનબાજ છે તે પોતાના પુત્રને દેખાડવાનું શિકારી પિતાએ નક્કી કર્યું. પુત્રને જંગલમાં લઇ જઇને, જમીન ઉપર બેઠેલા બતક ઉપર નિશાન તાકીને એમણે બંદૂકનો ઘોડો દબાવ્યો. પણ બતક નિશાન ચૂકવી ને ઊડી ગયું. જરા પણ થડક્યા વિના શિકારીએ દીકરાને કહ્યું:” જો બેટા, દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઇ રહ્યો છે- મરેલું બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !”

==============================================

હાસ્યમાળાનાં મોતી* પાનું:6

 0 ભાવને કસવામાં જે કુશળતા સ્ત્રીઓ બતાવતી હોય છે તેવી પતિની પસંદગીમાં પણ બતાવે, તો છૂટાછેડાના કિસ્સા નહિવત થઇ જાય.

——————————————————————-

0 દીકરીએ આવીને જાહેરાત કરી કે અમુક યુવાન સથે એણે વેવિશાળ કરી લીધું છે, એટલે તરત પિતાએ પૂછ્યું:”એની પાસે કાંઇ પૈસા છે?”

”તમે પુરુષો બધા સરખા જ છો.” છોકરીએ જવાબ વાળ્યો. “એણે પણ તમારે વિશે એ જ પૂછેલું !”

==============================================

0 દરેક મા એવું ઝંખે છે કે પોતાને મળ્યો તેના કરતાં સારો વર પોતાની દીકરીને મળે. પણ તે એટલું તો સમજે જ છે કે પોતાના દીકરાને, એના બાપને મળી તેવી ઉત્તમ પત્ની નહિ જ મળે.

 *******************************************************

0 “અરે જુઓ તો ખરા-પેલી છોડીનાં જીંથરકાં કેવાં લાગે છે !”

 “એ છોડી નથી, છોરો છે—અને એ મારો દીકરો છે.”

“માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.”

”બાપ નથી—હું એની મા છું !”

————————————————————–

હાસ્યમાળાનાં મોતી* પાનું:7

0 ગ્યાસતેલની દુકાને કતારમાં ઊભાં ઊભાં એક સવારે ગજરાબહેન અને બાળાબહેન વાતો કરતાં હતાં. એમનો વારો આવવાની તૈયારી હતી ત્યાં ગજરાબહેન પોતાનાં જોડીદારને એવું કહેતાં સંભળાયાં કે, “હાલ ને બઇ, આપણે લેનમાં પાછાં છેવાડે જઇને ઊભાં રહીએ ! હજી તો મારે તને અલકમલકની કેટલીયે વાતો કહેવાની બાકી છે.

============================================

0 પતિ: હું નાટકની ટિકિટો લાવ્યો છું.

પત્ની: વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડું છું.

અપિ: એ બરાબર છે—ટિકિટો આવતી કાલની છે.

=============================================

 0”સોમવારે તમે કારેલાંનું શાક અને રોટલી ખાધેલાં, મંગળવારે ખાધેલાં, બુધવારે ખાધેલાં, ગુરુવારે પણ ખાધેલાં—અને હવે આજે શુક્રવારે કહો છો કે કારેલાં ભાવતાં નથી ! આમાં મારે રસોઇ કરવી કઇ રીતે ?”

————————————————————

હાસ્યમાળાનાં મોતી* પાનું:8

 0 પત્ની પતિને:” હું પાડોશીને ત્યાં જઇ અબઘડી આવું છું. ચૂલે ચણાની દાળ મૂકી છે તેમાં પા-પા કલાકે જરા કડછી ફેરવતા રહેજો એટલે દાઝે નહીં.”

==============================================

 0 હંસા: વાસણ ઊટકવા તમે શેનો ઉપયોગ કરો છો?

નિમુ: આમ તો મેં ઘણા અખતરા કરી જોયા, પણ એમાં ઉત્તમ મારા વર નીવડ્યા છે.

==============================================

 0 “તેણે એની આગળ પરણવાનો પ્રસ્તાવ મૂકેલો. પણ પેલીએ ના પાડી દીધી.”

“પછી?”

 “એ બંને સુખેથી રહ્યાં.”

———————————————————————-

 0 ઘણા મહિના રાહ જોયા પછી એક ભારતીય દંપતીને અમેરિકાનું નાગરિકત્વ મળ્યાનો પત્ર મળ્યો. આથી ખુશ થઇ ગયેલા પતિ સાહેબે પત્નીને કહ્યું:”લે, આ જો. આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.”

પત્ની તે વખતે રસોડામાં વાસણ માંજતી હતી. ખબર સાંભળતાં જ તેણે હાથ ધોઇ નાખ્યા ને કહ્યું: “અચ્છા ! તો હવે ઝટ અંદર આવો અને આ વાસણ સાફ કરી નાખો.  ”

———————————————————————

હાસ્યમાળાનાં મોતી* પાનું:9

  0 “ઘરમાં મારું ચલણ છે ! ” એવું કહેનારો પુરુષ બીજાં જૂઠાણાં પણ નહિ ચલાવતો હોય એની શી ખાતરી?

——————————————————————

 0 આજીવન અપરિણીત રહેલા એક સજ્જને, જુવાનીમાં જે ત્રણ યુવતીઓએ એમની લગ્ન-દર્ખાસ્તો ઠુકરાવેલી તેમને પોતાની તમામ મિલકત વારસામાં લખી આપી, કારણ કે “જે સુખશાંતિ મેં જિંદગીમાં અનુભવ્યાં, તે એમને આભારી છે. ”

==============================================

 0 બધાએ જેને આજીવન બ્રહ્મચારી માની લીધેલા તેવા એક સજ્જન અંતે, સાઠ વરસની ઉંમરે પરણી ગયા. મિત્રોએ એમને પૂછ્યુંકે, “ ત્યારે પછી આટલું બધું મોડું શીદને કર્યું?”

સજ્જને ખુલાસો કર્યો: “ જો એ કર્કશા નીકળે તો મારે એની સાથે ઝાઝા દિવસ કાઢવા ન પડે. પણ જો એ શાણી ગૃહિણી નીવડે તો એને ખાતર આટલી વાટ જોયાનું પણ લેખે લાગે.”

હાસ્યમાળાનાં મોતી* પાનું:10

 0 તમારી પત્નીની વિવેકબુદ્ધિ પર ઝાઝો ભરોસો રાખવા જેવું નથી ને? જુઓ તો ખરા—તેણે કેવા માણસને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે !

========================================

 

 0 એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરે કે “ધોબી પાસે કપડાં ધોવરાવીને, હૉટલનું ખાઇને અને કાણાંવાળાં મોજાં પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.”

 “માળું, એ તો અચરજ કહેવાય !” “ કેમ કે એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !”

========================================

 0 તમે તમારી પત્નીની ટીકા કરો ત્યારે એક વાત ધ્યાનમાં રાખજો—કે પોતાના એ બધા દોષને કારણે જ તો એ જેને પરણેલી છે તેના કરતાં વધુ સારો વર મેળવી શકી નહોતી.

==============================================

 0 “ મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.”

    “કેમ, એમને કશું યાદ નથી રહેતું કે શું? ”

  “ ના યાર, એને બધું જ યાદ રહે છે.”

 હાસ્યમાળાનાં મોતી* પાનું:11

0 તમારી પત્નીએ તમારી સાથે જે રીતે વરતવું જોઇએ તેમ એ ન વરતતી હોય તો—તેનો પાડ માનજો !

———————————————————-

 0 દરેક પુરુષને પત્નીની જરૂર રહેવાની જ. જ્યારે જ્યારે કાંઇક અવળું પડે તે વખતે એ કાંઇ સરકારનો વાંક થોડો જ કાઢી શકે છે?

———————————————————-

 0 વિજ્ઞાન માણસને એટલું લાંબું આયુષ્ય તો કદી નહિ સંપડાવી શકે કે જેમાં પત્નીની બધી ઇચ્છાઓને તે પૂરી પાડી શકે.

========================================

 0 બન્ને પત્નીઓની બાબતમાં કમનશીબ રહ્યો છે—પહેલી પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા, તો બીજી આપતી જ નથી !

========================================

હાસ્યમાળાનાં મોતી* પાનું:12

 0 તાલુકાની કોરટમાં એક ચોર ઉપર કામ ચાલતું હતું અને એને પકડી પાડનાર એક જોરાવર બાઇ સાક્ષીના પીંજરામાં ખડી હતી.

“ આ માણસનો સામનો એકલે હાથે કરવામાં તમે ઘણી બહાદુરી બતાવી, બહેન !” મેજિસ્ટ્રેટ બોલ્યા. “તે બદલ તમને ધન્યવાદ. પણ હું એટલું પૂછું કે એના આટલા બધા દાંઅ પાડી નાખીને એને લોહીલુહાણ કરવાનું શું જરૂરી હતું?  ”

“ તે મને શી ખબર.” બાઇ તાડૂકી “ કે ઇવડો ઇ ચોર ત્યાંથી નીકળશે? હું તો ત્રણ કલાકથી મારા ધણીની વાટ જોઇને મોડી રાત લગી બેઠી હતી, તે મને એમ કે રોયો ઇ જ હશે !”

 

 0 “પારુલ, સૌરભે મને ગઇ કાલે શું કહ્યું, ખબર છે? કહેતો’તો કેતેણે મારા જેવી દેખાવડી અને હોશિયાર છોકરી આજ સુધી જોઇ નથી. ”

“અને તું ય કેવી મૂરખ છો, ભૈરવી !  ” પારુલે કહ્યું: “ જે માણસ તને પરણ્યા પહેલાં જ આમ છેતરી રહ્યો છે, તેની સાથે લગ્ન કરવા તું તૈયાર થઇ ગઇ છો?”

========================================

હાસ્યમાળાનાં મોતી* પાનું:13

 0 જમનાદાસ ને અજવાળીને પરણ્યાં સિત્તેરેક વરસ થઇ ગયાં હશે ત્યારે, છન્નું વરસની પાકી અવસ્થાએ જમનાદાસનું મરણ થયું. આ સમાચાર અજવાળીને આપનાર દાકતરને બીક હતી કે ડોશી બિચારાં એ ઘા જીરવી નહીં શકે. પણ બૈ ઘણી ખમતીધર નીકળી.

 “ઠીક ત્યારે,  ”તે બોલી  “હવે અંતે મને પસંદ પડે તે રીતે હું ચા બનાવી શકીશ. ”

======================================== 0 લોકો જો બુદ્ધિપૂર્વક વિચાર કરતાં હોય તો ઘણા છૂટાછેડા અટકી જાય—ઘણાં લગ્નો પણ.

========================================

 0 જગન: ત્રણ અઠવાડિયાંથી મેં મારી સ્ત્રી સાથે વાત જ નથી કરી.

  મગન: અરે  ! પણ એવું કેમ?

  જગન: મને વચમાં બોલવું પસંદ નથી.

========================================

હાસ્યમાળાનાં મોતી* પાનું:14

 0 કોઇ વ્યક્તિ લગ્નજીવન વિશે અ ભુત વાતો કરે તો સમજવું કે—એ કુંવારી હશે.

———————————————————-

 0 રંગીલા રોમિયાએ પહેલા માળની બારીની બહાર નિસરણી માંડી અને પછી નીચેથી એક કાંકરો બારીના કાચ પર માર્યો. તરત બારી ઊઘડી અને સીડી પરથી સરકતી કપડાંની એક બેગ નીચે આવી, ને તેની પાછળ રસીલા પણ ઊતરી આવી ને આશકને ભેટી પડી. એક રિક્ષામાં બેય ચડી બેઠાં.

 “મોટા સ્ટેશને—ઝટ,” પેલાએ સૂચના આપી, અને પ્રેમી પંખીડાંએ નિરાંતનો સ્વાસ લીધો. સ્ટેશને ઊતરીને જુવાને ખીસામાંથી પાકીટ કાઢ્યું.

 “પૈસા કાંઇ લેવાના નથી,” રિક્ષાવાળો બોલ્યો. “બાઇના ધણીએ ભાડું પહેલેથી દઇ દીધેલું છે. ”

========================================

 0 પત્ની સાથે દલીલમાં ઊતરતા પહેલાં એટલી ખાતરી કરી લેવી કે તમારી વાત બિલકુલ સાચી જ છે—અને પછી એ વાત પડતી મૂકવી !

———————————————————-

હાસ્યમાળાનાં મોતી* પાનું:15

 0 પતિ-પત્ની એક સમાજસેવકની સલાહ લેવા ગયાં. “ છ વરસના અમારા લગ્ન-જીવનમાં , “ પતિએ ફરિયાદ કરી, એકપણ બાબત અંગે અમે સંમત થઇ શક્યાં નથી….”

“ છ-નહીં –સાત.” પત્નીએ સુધારો કર્યો.

==============================================

 0 વેવિશાળ પહેલાં પેલો બોલતો ને પેલી સાંભળતી; વેવિશાળા પછી પેલી બોલતી ને પેલો સાંભળતો; લગ્ન પછી બંને બોલે છે ને પાડોશીઓ સાંભળે છે !

==============================================

 0 આદર્શ પતિ એ છે જે, પોતાની પત્નીએ ન કહેલો એકએક શબ્દ બરાબર સમજતો હોય.

==========================================

પોતાની પત્ની સાથે જીભાજોડી કરતા કેટલાક પુરુષો હજીયે નીકળશે; બાકી ઘણાખરાએ તો એમ કહેતાં શીખી લીધું હોય છે કે, “તારી વાત બરાબર છે.”

============================================== 0 વીજળીના દીવાને ફૂંક મારીને ઓલવવાની કોશિશ હજીયે કરજો—પત્ની સાથે દલીલમાં જીતવાની કદી નહિ.

==============================================

  હાસ્યમાળાનાં મોતી* પાનું:16

 

 0 રેડલૈક ફોલ્સ નમના અમેરિકન ગામની પંચાયતનું જાહેરનામું: “ આ ગામમાં કબ્રસ્તાન શિયાળા દરમિયાન બંધ રહેશે. આથી જાહેર જનતાને જણાવવાનું કે આ વાતની નોંધ લે અને પોતાનું વર્તન તે મુજબ રાખે.”

==============================================

 0 એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીનેપછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું: “ દાદા, તમે એકસો વરસના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે !”

“ કેમ નહીં વળી? ”  “ હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !”

==============================================

 0દરિયામાં ઓચિંતાનું તોફાન જાગ્યું ત્યારે જહાજના કઠેડા પર ઢળીને ઊભેલી એક યુવતી સમતોલપણું ગુમાવીને પાણીમાં જઇ પડી. તરત જ બીજી વ્યક્તિ મોજાંની વચ્ચે એની બાજુમાં ખાબકી અને લાઇફ-બોટે આવીને તેમને બચાવ્યાં ત્યાં સુધી એણે બાઇને ઊંચે ધરી રાખી. સહુ કોઇએ અચરજ વચ્ચે જોયું તો એ વીર પુરુષ જહાજ પરના સહુથી વયોવૃદ્ધ માનવી હતા—80 વટાવી ચૂકેલા. તેમની બહાદુરીના માનમાં તે સાંજે એક મિજબાની આપવામાં આવી. “ ભાષણ કરો ! ભાષણ કરો !” એવી માગણી બીજા મુસાફરોમાંથી ઊઠી.

અંતે જૈફ સજ્જન હળવે હળવે ઊભા થયા અને ઉત્સાહ ભરેલા સમુદાય પર એક નજર ફેરવીને પછી બોલ્યા: “ એક જ વસ્તુ હું જાણવા માગું છું –કોણે મને ધક્કો મારેલો?”

 હાસ્યમાળાનાં મોતી* પાનું:17

0       એ રેસ્ટોરાં પોતાના ગ્રાહકોની ઘણી કળજી લે છે. તેમના વાનગીપત્રકને અંતે નજીકના બધા દાકતરોનાં સરનામા છાપેલાં છે.

==========================================

  0 એક દંપતી પોતાનું નાનું બાળક લઇને નાટક જોવા ગયું. ડોરકીપરે એમને ચેતવ્યાં કે જો બાળક અવાજ કરશે તો એમણે બહાર નીકળી જવું પડશે—જોકે  ટિકિટના પૈસા પાછા મળી શકશે.

 ખેલ અરધે પહોંચ્યો હશે ત્યાં પુરુષે સ્ત્રીના કાનમાં કહ્યું, “ તને કેમ લાગે છે?”

“ કાંઇ બળ્યું નથી આમાં,” પેલીએ જવાબ દીધો.

 “ બસ ત્યારે, બાબલાને વળ દઇને ચીંટિયો ભર.”

============================================

 હાસ્યમાળાનાં મોતી* પાનું:18

0 એક જુવાન સિનેમામાં બેઠો હતો. વિરામ દરમિયાન એક મહાકાય સન્નારી ઊઠીને એના પગનાં આંગળાં કચરતાં કચરતાં, એને બેઠકમાં દબાવી નીકળ્યાં . થોડી વારે, હાથમાં આઇસક્રીમ ને ધાણીના મોટાં પડીકા સાથે એ પાછાં ફર્યાં. “ હેં જુવાન, હમણાં તારા જ પગ મેં કચરેલા?” એમણે પૂછ્યું.

“ કચરેલા તો ખરા, પણ હશે એ તો…”

“ બસ,” બાનુ બોલી ઊઠ્યાં, “ત્યારે તો આ જ મારી લાઇન છે. ”

===========================================

 0 અધીરો ગ્રાહક: જે વૈઇટાર્ને મેં વરદી આપેલી તે શું તમે પોતે જ?

વેઇટર : હા જી સાહેબ—કેમ?

ગ્રાહક: હું કંઇક ઘરડા થયેલા માણસને જોવાની આશા રાખતો હતો.

============================================ 0 એ હૉટલનું ભલું પૂછવું. એક વાર મેં ફરિયાદ કરી કે, આ ડિશ ભીની કેમ છે? તો જવાબ મળ્યો કે, એ તો સૂપ પીરસેલો છે !

============================================

 હાસ્યમાળાનાં મોતી* પાનું:19

0 કુદરતી મૃત્યુ એટલે એવા પ્રકારનું મરણ કે જેમાં દાકતરની કશી મદદ ન લેવાઇ હોય.

==========================================

0 ધ્રૂમ્રપાનની તબિયત પર ગંભીર અસર વિશે તેણે એટલા બધા લેખો ને પુસ્તકો વાંચ્યાં છે કે તેણે નિર્ણય કરી નાખ્યો છે કે હવેથી—વાંચવાનું બંધ !

============================================

 0 મીઠાઇની એક દુકાનમાં જમવાની સગવડ પણ હતી. ત્યાં પાતિયું મૂકેલું હતું:“ પેટ ભરીને જમો. પૈસાની બિલકુલ ફિકર કરશો નહિ. તમારા પુત્ર કે પૌત્ર બિલ ચૂકવશે તો પણ ચાલશે.”

ખાઉધરા ખાન્તિભાઇએ ત્યાં જઇને બેઠક જમાવી. પેટ ભરીને જાતજાતની મીઠાઇ ખાધી. પછી ઓડકાર ખાતાં એ પેટ ઉપર હાથ ફેરવી રહ્યા હતા, ત્યાં વેઇટરે આવીને બિલ ધર્યું. હસીને તે પાછું આપતાં ખાન્તિલાલે કહ્યું:

“  એના પૈસા મારો પૌત્ર ચૂકવશે, સમજ્યો?”

“ પણ સાહેબ, આ બિલ આપે ખાધું તેનું નથી.”વેઇટરે ખંધું હસીને કહ્યું, “ આ તો આપના દાદાજી અહીં જમી ગયેલા તેનું છે !”

============================================

 0 રણને કાંઠે આવેલા ગામને પાદર હરબંધ પાંચ હૉટેલો ખડી હતી. એમાંથી પહેલીની આગળ પાટિયું હતું: “  ચા પીવાની છેલ્લી તક—અહીંથી આગળ ચાર હૉટેલ દેખાય છે તે તો ઝાંઝવા છે !”

=========================================

 હાસ્યમાળાનાં મોતી* પાનું:20

 0 નીચલા માળે રહેતો ભાડૂત ઉપલા માળના ભાડૂતને: “ એ ! હવે તમારા નૃત્યની પ્રેકટિશ બંધ કરો તો સારું. તમારી આ ધબાધબથી તો હું ગાંડો થઇ જઇશ !”

“ થઇ જ ગયા હશો !” ઉપલા માળેથી કોઇએ સુરીલા અવાજે કહ્યું: “  નૃત્યની પ્રેકટિસ બંધ થયાને તો કલાક વીતી ગયો.”

*****************************************************

 0 ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી ચૂવે છે, એ મેં તમને અનેકવાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે?

મકાનમાલિક: મને કેમ ખબર પડે? હું કાંઇ હવામાનશાસ્ત્રી થોડો છું !

—————————————————————-

 0 એક નિષ્ણાત તબીબની મુલાકાત માગવા મેં ટેલિફોન કર્યો ત્યારે એમના મંત્રીએ કહ્યું કે, વહેલામાં વહેલી મુલાકાત ત્રણ અઠવાડિયાં પછીની મળી શકે તેમ છે.

   “ ત્રણ અઠવાડિયાં !”હુંડઘાઇ ગ્યો: “ ત્યાં સુધીમાં તો હું કદાચ મરી પણ ગયો હોઉં ! ”

“ એનો વાંધો નહીં,”મંત્રી બોલ્યા: “ તમે કોઇ પણ મુલાકાત રદ કરાવી શકો છો. ”

============================================

હાસ્યમાળાનાં મોતી* પાનું:21

 0 બડેમિયાં જાફર થોડા વખતથી કામ પર નહોતા જઇ શકતા, કારણકે એમને લગુ પડેલી એક બીમારીનો ઇલાજ ગામના દાક્તર કરી શકતા નહોતા. એ રોગના મોટા નિષ્ણાત શહેરમાં હતા. તેમને બીબીએ તેડાવ્યા. ‘વિઝિટ’ પતાવીને તબીબ વિદાય થયા ત્યારે જાફરે બીબીને પૂછ્યું, “ જ્યારે તેં એમને કીધું કે અત્યારે આપણી પાસે વિઝિટ-ફીના પૈસા નથી, ત્યારે એણે થોડો વખત ખમવાની હા પાડીને?”

“ અરે હા રે હા,”બીબીએ જવાબ દીધો. “ એ તો બિચારા કહે કે તમારા વીમાની રકમ મને મળે ત્યારે હું ફી ચૂકવું તોયે ચાલશે.”

============================================

 0 મારા ભાઇ દાકતર છે તે પોતાના દરદીઓને ધ્રૂમ્રપાન બંધ કરવાનું કઇ રીતે કહી શકતા હશે, તેની મને નવાઇ લાગતી હતી. એ પોતે રોજનાં બે પાકીટ પૂરાં કરતા, એટલે એમની સલાહમાં રણકાર ન જ ઊઠે ને?

“ હું જે કહું છું તેની એટલી અસર નથી થતી,”એમણે સમજાવ્યું. “

– એ કહેતાં કહેતાં હું જે રીતે ખાંસી ખાઉં છું તેની થાય છે.”

============================================

 હાસ્ય-માળાનાં મોતી* પાનું:22

 0  એંશી વરસનાં દાદીમાનો પગ ભાંગી જતાં ડૉક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતરવાની સખત મનાઇ કરી. બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોતાં માજીને સાવ રૂઝ આવી ગયેલી માલૂમ પડી, એટલે ડૉક્ટરે માજીને દાદરો ઊતરવાની છૂટ આપી.

“ હા…શ ! ભઇલા !” માજી બોલ્યાં, “ ભગવાન તારું ભલું કરશે. નળનો પાઇપ પકડીને દીવાલ પરથી ચડ-ઊતર કરીને હવે તો હું ભારે કંટાળી ગયેલી !”

==========================================

 0 દરદી: “ ડૉક્ટર સાહેબ, મારા તો મોતિયા મરી ગયા છે. જિંદગીમાં આ મારું પહેલવહેલું ઑપરેશન છે.”

દાકતર:“ તમને શું થતું હશે તે હું કલ્પી શકું છું. મારું પણ આ પહેલું જ ઑપરેશન છે ! ”

 હાસ્ય-માળાનાં મોતી* પાનું:23

 0 સામયિકના તંત્રીએ કવિને પાછા મોકલેલ ત્રણ લીટીના હાઇકુ સાથે આ નોંધ હતી: “ બહુ સરસ છે—સિવાય કે એનું લંબાણ.”

—————————————————————

 0 બર્નાર્ડ શૉના એક નાટકના અમેરિકન નિર્માતાએ એક વાર તેમને વિનંતી કરી કે, નાટકને દસ મિનિટ જેટ્લું ટૂંકાવી આપો તો પ્રેક્ષકો ઘેર જવા માટે રાતની છેલ્લીગાડી પકડી શ્કે. શૉએ તારથી જવાબ વાળ્યો: “ગાડીનો સમય બદલો.”

=========================================

 0 ચૂંટણીમાં ઊભેલા બે ઉમેદવારો વિશે તમારો શો મત છે?—એવા પુછાણના જવાબમાં એક મતદારે કહ્યું: “ એમને જોઉં છું ત્યારે હું ભગવાનનો પાડ માનું છું કે બેમાંથી એક જ ચૂંટાઇ શકે તેમ છે.”

————————————————————

 0 “ દાકતર સાહેબ, દાક્તર સાહેબ, હું માઉથ-ઓરગન વગાડતો હતો ને ઓચિંતાનો એને ગળી ગયો.”

“હશે, આપણે તો કોઇ પણ બાબતની ઊજળી બાજુ જોવી—ધારોકે તમે મોટો પીઆનો વગાડતા હોત તો?”

====================================

  હાસ્ય-માળાનાં મોતી* પાનું: 24

 0 કેટલાક દાક્તરોને એટલી બધી ધીકતી પ્રેકટિસ ચાલે છે કે ઘણા દરદીઓને નિખાલસપણે કહી પણ દે છે કે, “તમને કશું થયું નથી ! ”

=========================================

 0 અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઇ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાક હમદર્દો બોલી ઊઠ્યા: “પ્રેમાનંદો ને ન્હાનાલાલો ભુલાઇ ગયા હશે ત્યારે પણ એ વંચાશે. ”

“હા, ” છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું-“ પણ ત્યાં સુધી નહિ.”

=========================================

 

0 “આ પુસ્તકની કિંમત ચાલીસ રૂપિયા ને સાત પૈસા કેમ રાખી છે?ચાલીસ રૂપિયા રાખી હોત તો ન ચાલત ? ”

“ ચાલીસ હોત, તો બિચારા લેખકને શું મળત?”

=======================================

 0 ભિખારી: આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી: “ પૈસા કમાવાની એકસો તરકીબો.”

વેપારી: તો પછી આમ ભીખ શીદને માગે છે?

ભિખારી: એ સોમાંની જ આ એક તરકીબ છે.

=========================================

હાસ્ય-માળાનાં મોતી* પાનું:25

 0 નિરક્ષરતાની તરફેણમાં એક વાત જરૂર કહી શકાય: તેનાથી તમે માથાદુખણ સાહિત્ય વાંચવામાંથી ઊગરી જાઓ છો.

============================================

 0 એક પુસ્તકાલયના ગ્રંથપાલને તેના મદદનીશે જ્યારે એવી ફરિયાદ કરી કે અમુક અમુક ચોપડીઓનું વસ્તુ બહુ અઘરું હોવાથી કોઇ એને વાંચતું નથી, ત્યારે એવી બધી ચોપડીઓ ભેગી કરીને ગ્રંથપાલે એમને એક આકર્ષક સ્થળે ગોઠવી ત્યાં પાટિયું માર્યું: “સૂચના: આ પુસ્તકો વાંચવાં અઘરાં છે ને તેને માટે ઊંચા જ્ઞાનની જરૂર છે. ” તરત જ એમાંથી એકેએકચોપડી, કોઇને કોઇ વાચકને નામે નોંધાઇને, ઊપડી ગઇ.

=========================================

 0 એક વૈજ્ઞાનિકનો દાવો છે કે અમુક પ્રકારનું સંગીત બહેરાપણા માટે ઉપકારક નીવડી શકે છે. તો કેટલાકને એમ પણ લાગે છે કે અમુક પ્રકારના સંગીતમાં બહેરાપણું ઉપકારક નીવડી શકે.

=======================================

 હાસ્ય-માળાનાં મોતી* પાનું:26

 0 જે રાહ જોઇ શકે છે તેને દરેક વસ્તુ સાંપડે છે—કેટલીક વાર તો ઉછીનું આપેલું પુસ્તક પણ !

=========================================

  0 અરધા કલાકથી વાયોલિન વગાડીને શ્રોતાઓને રીઝવવાની કોશિશ કરી રહેલા એક કલાકાર માટે હિંમતલાલે એમની બાજુમાં બેઠેલા ભાઇને કહ્યું: “ વાહ ! આ કલાકારનું વાયોલિનવાદન સાંભળીને મને પંડિત શિવનાથ અગ્નિહોત્રી યાદ આવે છે.”

બાજુમાં બેઠેલી વ્યક્તિ એકદમ વિચારમાં પડી ગઇ. પછી તેણે કહ્યું: “ પંડિઅત શિવનાથ અગ્નિહોત્રી? એવા તો કોઇ વાયોલિનવાદક નથી !”

“ એ જ તો કહું છું !”

હિંમતલાલે કહ્યું, “આ માણસ પણ વાયોલિનવાદક નથી.”

============================================

 0 આઇસલેન્ડ દેશમાં એક જેલના કેદીઓને રોજ સવારે આજુબાજુના ખેડૂતોને ત્યાં દાડિયા તરીકે કામ કરવા જવા દેવામાં આવે છે. રોજ સાંજે એ પોતાની મેળે જેલમાં પાછા ફરશે, એવો ઇતબાર જેલના સત્તાવાળાઓ રાખે છે. પણ હમણાં એક કેદી મોડો મોડો છેક મધરાતે પાછો ફર્યો, ત્યારે જેલના દરવાજે ખડા રહેલા સંત્રીએ એને ઠપકો આપતાં કહ્યું: “ ફરીથી આટલું મોડું થશે, તો હું દરવાજો ખોલીશ નહીં.”

========================================

હાસ્ય-માળાનાં મોતી* પાનું:27

 0 માથું ભમાવી નાખે તેવા ‘આધુનિક’ કલાના કેટલાક નમૂનાઓ જેમાં રજૂ થયા હતા એવા ચિત્ર-પ્રદર્શનને દરવાજે આ સૂચના ચોડેલી હતી: “  કૂતરાને અંદર લઇ જવાની મનાઇ છે.”

તેની નીચે, એ પ્રદર્શનમાં ‘જુલમ’માંથી પસાર થઇ ચૂકેલા કોઇ મુલાકાતીએ ઉમેરેલું: “—જીવદયા મંડળના હુકમથી.”

============================================

 0 પેંધા પડેલા મહેમાનોને વિદાય કરી આપનારી એક ધંધાદારી અમેરિકન પેઢીએ જાહેર ખબર આપી છે કે, “ અમો એકથી આઠ સુધીનાં નવા મહેમાનો, સરસામાન, છોકરાંચૈયાં ને ભસતાં કૂતરાં સાથે પૂરાં પાડીશકીશું, અને તમારા વણખપતા અતિથિઓને ત્રણ કલાક કે તેથી ઓછા સમયમાં એ હાંકી કાઢશે તેની ખાતરી આપીએ છીએ. અતિથિઓ વિદાય થયા પછી અમારા માણસો પણ થોડીક ફી લઇને તરત બહાર નીકળી જશે. આનાથી વધુ અપમાનજનક તરીકાઓ પણ ઉપલબ્ધ છે.”

હાસ્ય-માળાનાં મોતી* પાનું:28

  0 મહેમાન-ખંડમાં ટાંગેલું એક ભીંતપત્ર: “  જગતમાં પોતાના ઘર જેવું કોઇ સ્થળ નથી.”

============================================

 0 દરવાજે ટકોરા પડ્યા ને અમથાલાલે બારણું ઉઘાડ્યું. ત્યાં એમના જૂના મિત્ર ને એક મોટા કૂતરાને ઊભેલા જોઇને એમણે બેઉને અંદર લીધા.

કૂતરાએ ગારાવાળા પગે એમનો ગાલીચો રોળી નાખ્યો, એક તકિયાને ચાવી નાખ્યો, ને પછી જઇને તે ‘સોફા-કમ-બેડ’પર પડ્યો.

થોડા સમય પછી મહેમાન વિદાય થયા હતા ત્યારે અમથાલાલે જરાક દાઢમાં બોલતાં, એમનો રૂપાળો કૂતરો ભૂલી ન જવાનું યાદ દેવડાવ્યું.

  “ મારો કૂતરો?”અતિથિએ ઉત્તર વાળ્યો. “ મને તો એમ કે એ તમારો હશે?”

——————————————————————–

 0 માલિક: “ હં, તો તમારે નોકર જોઇએ છે, એમ ને? તમે કદી ખોટું બોલો છો?”

ઉમેદવાર: “ ના, સાહેબ , પણ એ તો  તમારી સાથે થોડા દિવસમાં જ રહીને શીખી શકું”

——————————————————————–  0 મુખ્ય હિસાબનીસની નોકરી માટે આવેલા ઉમેદવારને કંપનીના માલિકે પૂછ્યું: “ બોલો, 2+2 કેટલા થાય?”

“ તમારે કેટલા કરવા છે, સાહેબ? ” ઉમેદવારે સામો પ્રશ્ન કર્યો.

ને એને નોકરી મળી ગઇ.

==========================================

 હાસ્ય-માળાનાં મોતી* પાનું:29

 0 એક કર્મચારી: “ બિચારો પ્રકાશ લગભગ બહેરો થઇ ગયો છે. મને ડર છે કે એ નોકરી ગુમાવશે.”

બીજો: “ ના રે ના, એની બદલી ફરિયાદ વિભાગમાં થઇ રહી છે.  ”

 0 સમય બચાવવાની ઘણી તરકીબો હોય છે. જેમ કે, આજે કરવું જ જોઇએ એવું કામ તમે કાલ પર ઠેલો, તો આજે કેટલો બધો સમય બચી જશે !

============================================ 0 તેને અનિદ્રાની એટલી બધી ભયંકર તકલિફ થઇ ગઇ છે કે ઑફિસમાં પણ હવે તે ઊંઘી શકતો નથી.

——————————————————–

 હાસ્ય-માળાનાં મોતી* પાનું:30

 0 “ મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો?” સાહેબે પોતાના નવજુવાન કર્મચારીઓ પૈકી એકને પૂછ્યું.

 “ હા જી.”

“ બસ, ત્યારે તો બધું બરાબર છે,”સાહેબે કહ્યું,
 “ગઇકાલે તમારા દાદાની અંતિમક્રિયા કરવા માટે તમે ગયા, પછી કલાકેક બાદ એ તમને મળવા અહીં આવેલા. ”

======================================

કોઇપણ કામ કદી કાલ ઉપર મુલતવી રાખશો નહિ—જો તે પરમ દહાડે કરી શકતા હો તો.

——————————————————————–

 0 ગ્રાહક: “તમે સો રૂપિયે ખરીદેલી ઘડિયાળ સો જ રૂપિયે વેચો છો, તો ખર્ચા કેમ કાઢો છો? ”

ઘડિયાળી: “ આ રીતે વેચેલી ઘડિયાળોના રીપેરીંગ-ચાર્જમાંથી.”

હાસ્ય-માળાનાં મોતી* પાનું:31

 0 બૈરુત નગરીની મુલાકાતે આવતા લોકો ત્યાંના ટેક્સી-ડ્રાઇવરોની બેફામ ઝડપ અને બેપરવાહી જોઇને ગભરાઇ જાય છે, અને પછી લેબાનોનના આ પાટનગરમાં અકસ્માતોનું પ્રમાણ ઓછું છે તે જાણીને તાજુબી અનુભવે છે. “  એમાં નવાઇ પામવા જેવું કશું નથી.”એક ડ્રાઇવરે ખુલાસો કર્યો. “ જેમને ગાડી ચલાવતાં બરાબર આવડતું નહોતું તે બધા ડ્રાઇવરો હવે મરી પરવાર્યા છે.”

=========================================

 0 એક સદ ગૃહસ્થે ચાર રસ્તા આગળ લાલ બત્તી જોઇને ગાડી થંભાવી. એટલામાં પાછળથી આવીને એક પોલીસગાડી જોરથી એમની ગાડી સાથે ભટકાઇ.

 આ અથડામણ પછી પણ એ આદમી ગાડીમાંથી જાતે બહાર નીકળીને પોતાની પાસે આવતો હતો, તે જોઇને પોલીસે નિરાંતનો શ્વાસ લીધો. પેલા સજ્જને પૂછ્યું: “ હેં જમાદાર, હું અહીં આડો ન ખડો હોઉં ત્યારે તમે તમારી ગાડી કેવી રીતે ઊભી રાખો છો? ”

———————————————————————–

      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

    

  

 

   

 

 

 

 

    

  

 

   

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “હાસ્ય-માળાનાં મોતી સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ
 1. pragnaju કહે છે:

  વાહ
  ખૂબ સરસ રમુજો
  સામાન્યતયા અમે હાસ્ય અંગે વિચારેલું …
  જે હાસ્ય કોઇ પણ વ્યક્તીની મશ્કરી કરી દુ;ખ પહોંચાડે,રાજકારણ,જાત- પાત ,ધર્મની લાગણી દુભવતું હોય અને જાતિય વિકતિઓથી ભરેલુ હોય તે હાસ્ય સારું નથી
  અને
  જ્યોતિન્દ્ર દવે જેવા પોતાની ગંમ્મત કરે અને શબ્દ ચાતુરી હોય તેવા સારા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
 • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: