પરમ પૂજ્ય શ્રીમોરારી બાપુ શ્રી રામ વિશે

પરમ પૂજ્ય શ્રીમોરારી બાપુ શ્રી રામ વિશે

રામકથા સાંભળ્યા પછી આત્મભાવ નિર્માણ થવો જોઇએ, કોણ વધારે ત્યાગે એની રામાયણમાં હરીફાઇ છે.
રામકામ અને રામ નામનો સમન્વય કરો. સમન્વય નહિ કર્યો હોય તો પ્રભુની કૃપાના વારસદાર નહિ થવાય,શ્રી રામ કૃપા સિંધુ છે; ભરત પ્રેમ સિંધુ છે, બે સાગરનું મિલન છે.
એક વખત મનને ખુલ્લું રાખીને રામાયણ પૂરી સાંભળી લો તો સંશયો આપોઆપ જશે. રામાયણ એ બ્રહ્મ સ્વરૂપની શક્તિના દર્શન કરવાની કથા છે.
પરમાત્માનું કાર્ય કરવા માટે માણસે શું કરવું, કઇ રીતે તૈયાર થવું, એમાં કેવાં કેવાં વિઘ્નો આવે છે એ બધાં પાસાનો વિચાર રામચરિત માનસે આપ્યો છે.
રામાયણના પ્રસંગોને વાગોળજો. તમારા હ્રદયને કોઇ શબ્દ ક્યાંય સ્પર્શી ગયો હોય તો તે તમારો છે, એને તિજોરીમાં પૂરી રાખજો; ક્યાંય એ છટકી ન જાય, એ તમારી અમાનત છે.
રામકથા સાંભળ્યા પછી (કે વાંચ્યા પછી) ભાઇ-ભાઇ વચ્ચે જો તકરાર હોય તો સમાધાન કરી લેજો. બાપ-દીકરા બોલતા ન હોય તો બોલજો.
સૌનું જીવન નીતિ, અસ્મિતા, સત્ય અને પ્રકાશ તરફ ગતિમાન બનો. સૌના જીવનમાં સાત્ત્વિક સંપત્તિ, સાત્ત્વિક શક્તિ અને સાત્ત્વિક બુદ્ધિનો ત્રિવેણી સંગમ ઉછાળા મારે અને તેનું શાસન પરમાત્માની ભક્તિ દ્વારા થાય !

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “પરમ પૂજ્ય શ્રીમોરારી બાપુ શ્રી રામ વિશે
  1. pragnaju કહે છે:

    રામકથા સાંભળ્યા પછી (કે વાંચ્યા પછી) ભાઇ-ભાઇ વચ્ચે જો તકરાર હોય તો સમાધાન કરી લેજો. બાપ-દીકરા બોલતા ન હોય તો બોલજો.
    સૌનું જીવન નીતિ, અસ્મિતા, સત્ય અને પ્રકાશ તરફ ગતિમાન બનો. સૌના જીવનમાં સાત્ત્વિક સંપત્તિ, સાત્ત્વિક શક્તિ અને સાત્ત્વિક બુદ્ધિનો ત્રિવેણી સંગમ ઉછાળા મારે અને તેનું શાસન પરમાત્માની ભક્તિ દ્વારા થાય !
    કેવું અદભૂત દર્શન ! અને અસ્મિતા પર્વ
    ‘સાહિત્યને લોકો સુધી પહોંચાડવા માટે બીજી કળાઓનો – દશ્યશ્રાવ્ય માધ્યમોનો વધુમાં વધુ સાથ લેવો પડશે. સાહિત્યને રજૂઆતની કલા બનાવવા પરિશ્રમ કરવો પડશે, એને પ્લૅટફૉર્મ પૂરું પાડવું પડશે. જનમાનસની અભિરુચિ કેળવાય, એ વધુ ને વધુ સફાઈદાર બનતી જાય તે માટે એને સારું સાહિત્ય પીરસવું પડશે, એને એના પ્રત્યે આકર્ષવું પડશે. વિદ્યાર્થીઓ અને જનસામાન્ય સૌને આવરી લેતું લોકજાગૃતિ અભિયાન કરવું પડશે. સાહિત્યિક કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવા માટે શિક્ષણસંસ્થા, સમાજ, સરકાર, સાહિત્યકાર – સૌએ પુરુષાર્થ કરવાનો રહેશે. તે માટે મામકાઃ વૃત્તિ, સાંકડા સ્વાર્થમાંથી બહાર નીકળવાનું રહેશે. બાકી ભાષાને ગુમાવવી એટલે મૂળમાંથી ઊખડી જવું – પોતાની અસ્મિતાને ગુમાવવી;’

    તે માટે અસ્મિતા પર્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,770 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: