નહિ આવું/હરિંદ્ર દવે

નહિ આવું //હરિંદ્ર દવે

ગોકુળથી ગોવરધન જાવું,ને શ્યામ,

તોય વચ્ચે વૃંદાવન નહિ આવું.

દાણ તણો લેશ નથી ડર રે ઓ કાન !

એમ અમથા ફુલાતા નહીં મનમાં,

બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ,

હવે સુણતી એ સૂર ક્ષણેક્ષણમાં,

સંતાશો તોય નહિ શોધું ઓ કાન,

તમે કહો તો એ માન પણ મુકાવું

હવે  વચ્ચે વૃંદાવન  નહિ આવું.

ફોગટના પોરસાઓ નહિ રે ઓ કાન;

હવે ભૂલી પડું હું ન કુંજગલીએ,

સામે આવીને તમે રસ્તો રોકો તો અમે

આડબીડ મારગે ઊપડિયે.

કોઇની યે રોક કે ન કોઇની યે ટોક;

હવે મારગ મળે એમ જાવું

તોય વચ્ચે વૃંદાવન નહિ આવું.

અમને મિલન કેરો આવડિયો મંતર રે,

ખોવાયું હોય એ જ ખોળે,

દીધું’તું એથી તો કૈંક ગણું પામિયા રે,

આપ્યું રતન કોણ રોળે?

જેને ગરજ હોય આવે ને સ્હાય     હાથ,

મારે તે શીદને મૂંઝાવું !

હો શ્યામ, હવે વચ્ચે વૃંદાવન નહિ આવું;

ગોકુળથી ગોવરધન જાવું;

ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહિ આવું

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: