ઉદાર દિલ રાજવી

Udar dil rajvi

ઉદાર દિલ રાજવી/હર્ષદભાઇ વ્યાસ/અ.આનંદ/સપ્ટેમ્બર,2012/પાના: 106 અને 107

 

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઉનાળાની સાંજે મહેલના ઝરૂખે આરામથી બેઠા હતા. ઝરૂખા નીચે આંબાવાડિયું હતું. કોયલના ટહુકાનું સંગીત રેલાઇ રહ્યું હતું. એક યુવાન ભિખારી ત્યાંથી પસાર થયો ! બે દિવસથી તે ભૂખ્યો હતો. મનમાં થયું. બગીચમાં પેસી જવા મળે અને બે કેરી મળી જાય તો પેટની ભૂખ મટી જાય.વિચાર કર્યો. પથરો મારું? બે કેરી પડે તો બસ છે. પણ પકડાઇ જવાય તો? પથરો મારવો કે ભાગવું? ભૂખની જીત થઇ. પથરો ઉપાડ્યો. બરાબર આંબાની ઉપર પડ્યો. ચાર કેરીઓ પડી તેમાંથી બે કેરીલઇને નાઠો ! પહેરેગીર જોઇ જતાં તેને પકડી લીધો ! ગરીબડી ગાય જેવો બની પહેરેગીરને કહ્યું  ‘ મને છોડી દે!’ એટલામાં ઝરૂખામાંથી મહારાજાએ કહ્યું; ‘તેને મારી પાસે હાજર કરો !’

યુવાનને રાજા સમક્ષ રજૂ કર્યો. આયુવાન થરથરવા લાગ્યો અને ગળગળા અવાજે બોલ્યો: નામદાર ! હું બે દિવસથી ભૂખ્યો છું. ભૂલ બદલ મને માફ કરો !

યુવાને કહ્યું; મહારાજા મેં ચોરી કરી તેથી હું આપનો ગુનેગાર છું ! આપ મને જે સજા કરશો તેમને મંજૂર છે ! એટલે નામદારે પહેરેગીરને કહ્યું; આ ભાઇને સ્નાનગૃહે લઇ જાઓ ! તેને નાહવાધોવાની વ્યવસ્થા કરો ! તેનાં જૂનાં કપડાંને બદલે નવાં કપડાં આપો ! આ યુવાનને મારી સાથે જમવા બેસાડો ! આ યુવાન પેટભરીને…જમ્યો તેની ભૂલ બદલ સાચા હ્રદયથી નામદારની ક્ષમા માગી. મહારાજા ખુશ થયા અને કહ્યું;ભૂખ મીટાવવા આવું કૃત્ય કર્યું છે. પણ તેં ચાર કેરીમાંથી બે કેરી લીધી. આમ તેં તારી ઇમાનદારી અને સંતોષ બંને બતાવ્યાં ! તેના પુરસ્કાર રૂપે તને સોનમહોરો ભેટ આપવામાં આવે છે !

આવા ઉદાર દિલ રાજવી કૃષ્ણકુમારસિંહજીને ભાવવિભોર બનીને વંદન કરીને તે વિદાય થયો !

****

‘જલારામ કૃપા’ શ્રીનાથજીનગર, વિભાગ બીજો, બ્લોકનં: 165, ભરતનગર પાછળ, ભાવનગર-364002, મો. 08140652922

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: