દુષ્ટજન તો …..
(નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી)
દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઇ માણે રે,
પરદુઃખે અ પકાર કરે નેવળી, સદાનો અભિમાની રે.
સકળ લોકમાં સૌને નિંદે ને સ્તુતિ નવ કરે કોઇની રે,
વાચ કાછમન સદા મલિન જ રાખે,કરમ ફૂટી જેની જનની રે.
કૂદ્ર્ષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી સદા સાથે રે.
જિહ્વા થકી કદી સત્ય ના બોલે,પરધન હાથથી નવ છોડે રે.
મોહમાયામાં ડૂબેલો રહેવે,વૈરાગ્યમાં ના સમજે રે,
રામનામ કદીયે ના લેવે, સકળ તીરથથી સદાય છેટો રે.
પૂરો લોભી ને કપટી, વત્તાકામક્રોધ સદાના સંગી રે,
ભણે ભગત તેનું ડાચું જોતાં કૂળ ઇકોતેર ડૂબ્યા રે
Advertisements
પ્રતિસાદ આપો