સ્કંધ:5/ ઋષભદેવની કથા

SKAND-FIVE

સ્કંધ:5

શુકદેવજી કહે, હે રાજા ! મનુના બીજા દીકરા પ્રિયવ્રત ભગવાનના પરમ ભક્ત હતા. તેમને સૂર્યનારાયણનું વ્રત કરવાની ઇચ્છા થઇ. દરરોજ ઊગતા સૂર્યની પૂજા કરે. ચોમાસામાં જ્યારે સૂર્યનાં દર્શન ન થાય ત્યારે ઉપવાસ કરે. સમય જતાં પ્રિયવ્રત ઉંમરલાયક થયા, એટલે માતાપિતાએ પ્રિયવ્રતને લગ્ન કરવા કહ્યું. પ્રિયવ્રતે ના પાડી કહ્યું,હું બ્રહ્મચર્ય પળી સૂર્યનારાયણની આરાધના કરી તેમના દર્શન કરીશ. મનુએ પોતાના પિતા બ્રહ્માને વાત કરી.હે પિતાજી ! તમે પ્રિયવ્રતને લગ્ન કરવા સમજાવો. પ્રિયવ્રતના દાદા બ્રહ્માજી આવીને તેને સમજાવવા લાગ્યા.હે પ્રિયવ્રત ! સંસાર ઘરમાં કે વનમાં નથી, હ્રદયમાં છે. સંસારમાં રહીને પણ તું સૂર્યનારાયણની ઉપાસના કરી શકીશ. જો વનમાં રહીને પણ માણસ જિતેન્દ્રિય ન રહી શકે તો તેનો કોઇ અર્થ નથી. ઇશ્વરકૃપાથી તને શ્રેષ્ઠ કુટુંબમાં જન્મ મળ્યો છે. માણસે જીવનમાં પ્રતિક્ષણ મન કે ચિત્તને શુદ્ધ રાખી ઇશ્વરની ભક્તિ કરવી જોઇએ.મનમાં અશુદ્ધિ હોય તો મન ઇશ્વરમાં લાગે નહીં. મન અનેક કામનાઓ કરવા લાગે.માટે સૌ પ્રથમ ચિત્તની શુદ્ધિ કરવી જોઇએ. ત્યારબાદ મનને પ્રભુભક્તિમાં જોડવા પ્રયત્ન કરવો જોઇએ. માણસ માટે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. માણસને જન્મજાત અનેક કામનાઓ, ઇચ્છાઓ હોય છે. ગૃહસ્થાશ્રમમાં પણ ઇન્દ્રિય સંયમ રાખી પવિત્ર જીવન જીવવા દરેકે પ્રયત્ન કરવો જોઇએ. પ્રિયવ્રત પોતાના દાદા બ્રહ્માની સાંભળે છે. બ્રહ્માજીએ કહ્યું,મારી વાત તને ઠીક લાગે તો તું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર. પ્રિયવ્રત દાદાની વાત માની ગયા અને લગ્ન કરવાની હા પાડી. પ્રિયવ્રતે લગ્ન કરી લીધા. પોતાની પત્નીને કહ્યું,મારા રાજ્યમાં અંધારૂં ન જોઇએ. સૂર્યનારાયણ અહીં સતત રહે, રાત્રિ થાય જ નહીં માટે મંદરાચલ પર્વતના ટુકડા કરીએ. પ્રિયવ્રતે પોતાના રથનાં પૈડાંથી પર્વતના સાત ટુકડા કરી નાખ્યા. જ્યાં પૃથ્વી પર ખાડા પડ્યાં ત્યાં સમુદ્ર બની ગયા. પ્રિયવ્રતને પાંચ દીકરા થયા. યોગ્ય ઉંમરના દીકરાઓ થતાં મોટા દીકરાને રાજપાટ સોંપી પ્રિયવ્રત ઇશ્વરની આરાધના કરવા નીકળી પડ્યા.

ઋષભદેવની કથા

પ્રિયવ્રતની ત્રીજી  પેઢીએ નાભિ નામે રાજા થયા. નાભિરાજા ઇશ્વરના પરમ ભક્ત હતા. નિયમિત ઇશ્વરનું આરાધન કરતાં. નાભિરાજા પર્વતની એક ગુફામાં બેસી તપ કરવા લાગ્યા. અખંડ બ્રહ્મચર્ય પાળે, દૂધ અને કંદમૂળ પર રહે અને ઇશ્વરનું આરાધન કરે. નાભિરાજાને પરમાત્માનાં દર્શન થયાં. ભગવાને કહ્યું,હે રાજા ! તારી શી ઇચ્છા છે? જે ઇચ્છા હોય તે માંગી લે ! નાભિરાજાએ ભગવાનને કહ્યું,મને સુંદર પત્ની આપો. એક પુત્ર થાય. જો મારું તપ હોય તો મારું કુળ દીપાવે તેવો પુત્ર થાય, તેવું હું આપ પાસે માંગુ છું. નાભિરાજા ભગવાનને કહે છે, હે ભગવાન ! જુવાની એવી છે, જ્યારે માણસમાં વિષયવૃત્તિ જાગે છે, તે વખતે સંયમ ન રાખે તો પ્રભુભક્તિ ન ફળે. મેં મારી અફાટ જુવાનીમાં તપ કરી તમારી પાસે માંગણી કરી છે. ભગવાને કહ્યું,તારી મનોકામના પૂર્ણ થશે.

એક દિવસ એક અપ્સરા નૃત્ય કરતી જ્યાં નાભિરાજા ઇશ્વરની ઉપાસના કરતા હતા ત્યા6 આવી. તેનું જીવનવૃત્તાંત જાણી લીધા બાદ નાભિરાજાએ તેની સાથે લગ્ન કર્યાં. બન્ને જુવાન હતાં છતાં સંયમ રાખી, કંદમૂળ ખાઇ, અખંડ બ્રહ્મચર્ય પાળી ઇશ્વરની આરાધના કરવા લાગ્યા. ઇશ્વરને પ્રાર્થના કરતા હતા કે મારે ઘરે ઇશ્વર દીકરો થઇને આવે. પતિ-પત્ની સંસારસુખમાં જોડાયા. નાભિરાજાને ઘરે એક દીકરાનો જન્મ થયો. પતિ-પત્ની-તપના પ્રભાવથી દીકરા રૂપે આવ્યા. દીકરાનુંનામ ઋષભદેવ પાડ્યું. લાલનપાલન કરી દીકરાને મોટો કર્યો. જનોઇ આપ્યું. દીકરાનાં લગ્ન કર્યાં. રાજપાટ દીકરાને સોંપી નાભિરાજા ઇશ્વર આરાધના માટે ચાલી નીકળ્યા.

રાજા ઋષ્ભદેવ અને પત્ની ગૃહસ્થાશ્રમમાં પ્રવેહ્સ કરી ઇશ્વર આરાધના કરતા હતા. ઋષ્ભદેવને સો દીકરા થયા. તેમાં નવ ઉત્તમ હતા. એક દિવસ સવા વર્ષથી સોળ વર્ષના નવેનવ દીકરાઓએ માતાપિતા પાસે આવી પ્રણામ કર્યા. પછી કહ્યું કે અમારી એવી ઇચ્છા છે કે યોગી અવસ્થામાં રહી પૃથ્વીની પ્રદક્ષિણા કરીએ. લગ્ન કરી સંસારમાં આવવાની ઇચ્છા નથી. ઇશ્વર આરાધના કરીશું. આપની રજા લેવા આવ્યા છીએ. રજા આપો. માતા-પિતાએ રજા આપી.

ઋષભદેવ બીજાં બધાં બાળકોને પાસે બેસાડી રોજ જ્ઞાન આપે. ઋષભદેવબાળકોને કહેતાં: માનવીનું જીવન શુદ્ધ, આરોગ્યમય હોય. સંસારસુખ સંપત્તિ ભોગવી લીધા પછી પિતાએ દીકરાને રાજ્ય કે ઘરની જવાબદારી સોંપી ઇશ્વર આરાધના કરવી જોઇએ. મોટાભાઇ પિતાની જગ્યાએ છે.મોટાભાઇને પિતા માનો અને મોટાભાઇએ નાના ભાઇઓને દીકરા સમાન ગણી દીકરાની જેમ રાખવા જોઇએ. ઋષભદેવનો મોટો દીકરો ભરત હતો. ઋષ્ભદેવે દીકરા ભરતને કહ્યું, હું તને રાજપાટ સોંપી ઇશ્વર આરાધના કરવા જઇશ. નાના ભાઇબહેનોને તું સંભાળજે. જુવાનીમાં વિષયવૃત્તિને કાબૂમાં રાખી ગૃહસ્થાશ્રમ ભોગવતાં રાજવહીવટ કરતાં કરતાં યાત્રા કરજો. ઇશ્વરનુ6 ભજન કરજો. ચિત્તને શુદ્ધ કરજો. બધા બાળકોએ પિતાનો ઉપદેશ શાંત ચિત્તે સાંભળ્યો. ભગવાન ઋષભદેવે, પત્નીને કહ્યું,આપણો ગૃહસ્થાશ્રમ પૂરો થયો છે. ઋષ્ભદેવ દીકરાને રાજપાટ સોંપી ઘરબાર છોડી, લંગોટી પહેરી, સાથે કાંઇ જ લીધા વિના સંન્યાસી દશામાં જીવન પૂરું કરવા નીકળી પડ્યા. ઋષભદેવે પ્રતિજ્ઞા લીધી. ભિક્ષા ન માંગવી, મૌન પાળવું, ઇશ્વરનું આરાધન કરવું, પગે ચાલીને યાત્રા કરવી. મુક્ત સંન્યસ્ત અવસ્થા સ્વીકારી. ભારત વર્ષની યાત્રાએ નીકળ્યા. ઋષભદેવ મૌન પાળે, થાકે ત્યાં વિશ્રામ લે. પાંચ વર્ષ આમ યાત્રા ચાલી. એક દિવસ તેઓ રસ્તામાં થાકી ગયા, ચોવીસ મિનિટ આરામ કરવા બેઠા. આંખો બંધ હતી. તે જ રસ્તા પરથી અરહણ રાજા સૈનિકો સાથે પસાર થતા હતા. રાજાએ સૈનિકોને પૂછ્યું, આ જગ્યાએ આટલું સુગંધિત વાતાવરણ કેમ? સૈનિકોએ તપાસ કરી. ઋષભદેવ નીંદરમા હતા. તેમના દેહમાંથી સુગંધ નીકળી રહી હતી. ઋષભદેવ પાસે આવી રાજાએ નમસ્કાર કર્યાં. સૈનિકો પ્ક્ણ હાથ જોડી ઊભા રહ્યા. ઋષભદેવે ભિક્ષા લઇ લીધી. એકવીસ દિવસ સુધી સ્નાન કર્યા વિના ઇશ્વર આરાધના કરી અરહણ રાજાએ નવો જૈન સંપ્રદાય શરૂ કર્યો. ઋષભદેવનું એ જ અવસ્થામાં ઇશ્વર આરાધના કરતા કરતા શરીર શાંત થયું. ઋષ્ભદેવ સ્વધામ પધાર્યા.

જૈન ભાગવતમાં લખે છે કે ઋષભદેવે ગૃહસ્થાશ્રમમાં જ વરસી તપની શરૂઆત કરી. એક દિવસ એકવાર જમવું, બીજે દિવસે પૂર્ણ ઉપવાસ. ઘણા વરસી તપ ઋષભદેવે કર્યાં. ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી જ દીક્ષા લેવી તેમ જૈન ધર્મ કહે છે. એકસઠમા વરસી તપ વખતે પાલિતાણામાં પારણા કરવા ગયા. ત્યાં પારણું કરી મૌન ધારણ કર્યું. પાલિતાણા ઊતરતાં શરીર શાંત થયું.

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: