ધ્રુવની કથા “ શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ” (સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

SNXP.DHRUV

સ્કંધ: 4

ધ્રુવની કથા

શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ” (સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! મનુના દીકરા ઉત્તાનપાદને બે રાણીઓ હતી. સુનીતિ અને સુરૂચિ.સુનીતિ રાજાની અણમાનીતી રાણી હતી. સુનીતિનો દીકરો ધ્રુવ હતો, ઉત્તાનપાદે તેને અને તેના દીકરા ધ્રુવને મહેલની બહાર કાઢી મૂક્યા. ધ્રુવ પાંચ વર્ષનો થયો એટલે તેને શાળામાં ભણવા મૂક્યો. એક દિવસ શાળાએથી આવી ધ્રુવે તેની માતાને કહ્યું,” “ મારે મારા પિતાજીને પગે લાગવું છે. મારે મારા પિતાજીના ખોળામાં બેસવું છે.મા, મારા પિતા ક્યાં છે? મને તેમની પાસે લઇ જા. મને મારા પિતા બતાવ. વળી, બીજે દિવસે પણ ધ્રુવે એ જ વાત કરી. મા, મારા પિતાજી મરી ગયા છે?મને કેમ મળતા નથી? મા કહે, બેટા ! તું આવું ન બોલ. ધ્રુવ કહે, મા, મને એકવાર મારા પિતાજી પાસે લઇ જા. સુનીતિએ દીકરાને વાત ભૂલાવવા ઘણી કોશિશ કરી પણ તે ભૂલ્યો નહીં .સુનીતિ વિચારવા લાગી, પતિની મૂડી છે. તેમને સોંપી દઉં? આગળ વિચાર્યું, પાંચ વર્ષમાં તેમને ક્યારેય, તેમનો દીકરો ધ્રુવ યાદ નથી આવ્યો? કદાચ તેને ફેંકી દે તો? હું એકલી જાઉં? જઇને ધ્રુવની ઇચ્છા કહું? પણ મને મારે તો? મને કંઇ થાય તો મારા દીકરાનું કોણ? અમારું કોણ? સુનીતિએ વિચાર્યું, જેનું કોઇ નથી તેનો ભગવાન છે. ખૂબ વિચારી સુનીતિએ ધ્રુવને કહ્યું, આજે હું તને તારા પિતાજી પાસે લઇ જાઉં છું. રાજમહેલ સુધી સુનીતિ ધ્રુવની સાથે આવી. દૂરથી બેઠેલા ઉત્તાનપાદ રાજાને બતાવીને ધ્રુવને કહ્યું, આ દેખાય તે તારા પિતાજી બેઠા છે.તેની બાજુમાં કોણ બેઠું છે?ધ્રુવે પૂછ્યું, સુનીતિએ જવાબ આપ્યો તે તારી બીજી માતા છે. થનગનતો થનગનતો દીકરો ધ્રુવ રાજમહેલમાં દાખલ થયો. પિતા જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયો. જઇને પિતાના ખોળામાં બેસવા જતો હતો ત્યાં તેની બીજી માતાએ રોકીને કહ્યું, હે અણમાનીતી સુનીતિના પુત્ર ! પિતાના ખોળામાં બેસવું હોય તો મારે પેટે જન્મ લે અથવા ઇશ્વરનું આરાધન કર.આ વાત સાંભળતાં જ નાનકડા ધ્રુવે નક્કી કરી લીધું કે ઇશ્વરનું આરાધન કરવા જવું. પોતાની માતાને વાત કરી. સુનીતિએ ધ્રુવને રોકવાની ઘણી કોશિશ કરી પણ ધ્રુવ માન્યો નહીં. ધ્રુવ કહેવા લાગ્યો, મા ! તું મને  શા માટે જવા દેતી નથી? મારે ચોક્કસ ઇશ્વર આરાધના કરી ભગવાનને મેળવવા છે. ધ્રુવ માન્યા નહીં.

માગશર સુદ પૂનમને દિવસે ધ્રુવની માતાએ અનેક પ્રકારની સામગ્રી કરી. મંદિરમાં ભગવાનની આરતી કરી, દીકરા ધ્રુવને મિષ્ટાન્ન જમાડ્યું. કપાળમાં તિલક કર્યું. ધ્રુવે પોતાની માતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને નાનકડો ધ્રુવતપ કરવા ઘર છોડી ચાલી નીકળ્યો.ધ્રુવ દેખાતો બંધ થયો ત્યાં સુધી માતા ધ્રુવને જતો નિહાળતી ઊભી રહી. ધ્રુવજી ચાલવા માંડ્યા. રસ્તામાં તરસ લાગી. પાણી પીધું, દૂરથી નારદજીને આવતા જોયા. ધ્રુવે વિચાર્યું, આ જ ઊભી ચોટલીવાળા નારદજી લાગે છે. ધ્રુવજીએ નારદજીને દંડવત્ પ્રણામ કર્યા. નારદજીએ ધ્રુવને કહ્યું,  “ હે બાળક ! તું ક્યાંથી આવ્યો? ધ્રુવજી કહે, હું મારી માતા સુનીતિનો દીકરો છું. ધ્રુવજીએ પોતાની બધી વાત નારદજીને કરી. નારદજી કહે, ચાલ મારી સાથે. હું તને તારા બાપાના ખોળામાં બેસાડું. ધ્રુવે કહ્યું, નહીં, મારે ભગવાનને મેળવવા છે. ઇશ્વરની આરાધના કરવી છે. હે નારદમુનિ ! મને કહો ઇશ્વર કેવી રીતે મળે?   નારદજીએ કહ્યું કે હે બાળક, તું મધુવનમાં જા. ત્યાં ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપનું ધ્યાન ધરી પ્રાર્થના કર. આ મંત્રનો જપ કર-ૐ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવે પૂછ્યું, આમ જપ કરવાથી પ્રભુપ્રાપ્તિ થશે? નારદજીએ કહ્યું,  “ જરૂર થશે.  હે નારદજી ! એક વિનંતી કરું છું . અમારા નગરમાં જાવ તો મારી માતા સુનીતિને કહેજો, તારો દીકરો તને યાદ કરે છે, તને જરાય ભૂલ્યો નથી.

ધ્રુવે નારદજીના કહેવા મુજબ તપ આદર્યું . પહેલે મહિને બાળક ધ્રુવે અનાજ છોડ્યું. ઝાડ પરથી પડેલાં ફળ ખાય અને સતત ભગવાનનું આરાધન કરે. બીજે મહિને ધ્રુવ છ દિવસે પાંદડા ખાય, ત્રીજે મહિને બાર દિવસે ફક્ત હવા લે. આમ ચાર મહિના વીતી ગયા વિશ્વમાં પડઘા પડવા લાગ્યા. ૐનમો ભગવતે વાસુદેવાય. દેવો અને ઋષિઓ વિચારવા લાગ્યા, આ કોણ તપ કરે છે? એક નાનકડો પાંચ વર્ષનો બાળક ! પાંચમે મહિને ધ્રુવે એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું. ધ્રુવજી ભાનસ્થાન ભૂલ્યા. છઠ્ઠે મહિને ગરૂડ પર બિરાજમાન થઇ ભગવાન ધ્રુવ પાસે આવ્યા. ભગવાને શંખમાંથી ધ્રુવજી પર પાણી છાંટ્યું. ધ્રુવે આંખો ખોલી. ભગવાનને પોતાની સામે જોઇ ધ્રુવ ઇશ્વરની સ્તુતિ કરવા લાગ્યો, મારા અંતરમાં પ્રવેશી જ્ઞાન દેનારા પરમ કૃપાળુ પરમાત્મા, આપને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ. બેટા ધ્રુવ! ઊઠ, માંગ, હું તને શું આપું? ધ્રુવે કહ્યું, કાંઇ જ નહીં. મારે ઇશ્વરનાં દર્શન કરવા છે. ભગવાને કહ્યું, બેટા ધ્રુવ ! તારૂં કલ્યાણ થશે. તને રાજપાટ મળશે. જ્યારે તું અઠ્ઠાવન વર્ષનો થાય ત્યારે તારી માતા ને લઇને બદ્રીનાથ આવજે. તમારા બે માટે બે વિમાન મોકલીશ. ઇશ્વરની કૃપા પ્રાપ્ત કરી ધ્રુવજી ઘરે પાછા આવ્યા. માતા-પિતાને દંડવત્ પ્રણામ કર્યા. પિતા ઉત્તાનપાદે કહ્યું, બેટા ધ્રુવ, તને રાજગાદી સોંપી હવે હું તપ કરવા જાઉં. ધ્રુવે કહ્યું, પિતાજી, ભાઇ ઉત્તમને ગાદી પર બેસાડો.પિતાજીએ કહ્યું, ઉત્તમનાં લક્ષણો યોગ્ય નથી. રાજા ઉત્તાનપાદે ધ્રુવજીને ગાદી પર બેસાડ્યા. ધ્રુવે ખૂબ લાંબા સમય સુધી રાજ્ય ભોગવ્યું. આજે ધ્રુવ અઠ્ઠાવન વર્ષના થયા છે. પોતાના દીકરાને રાજપાટ સોંપી પોતાની માતા સુનીતિને સાથે લઇ જાત્રા કરવા નીકળ્યા. તપ્ત કુંડમાં સ્નાન કર્યું.ઠાકોરજીનાં સમાસમાનાં દર્શન કર્યાં ઠાકોરજીએ આપેલા વચન મુજબ ધ્રુવજી અને તેની માતા સુનીતિ માટે બે વિમાન મોકલ્યા. ધ્રુવજી માતાને પગે લાગ્યા-મા ! તારી ક્ષમા માગું છું. તને વિમાનમાં બેસાડવા આવતાં મને મોડું થયું. ભગવાને આશીર્વાદ આપ્યા, બેટા ધ્રુવ, તારૂં અને તારી માતાનું કલ્યાણ થજો. શુકદેવજી કહે, હે રાજા પરીક્ષિત, તારા શેષ જીવનનો આજે ત્રીજો દિવસ શરૂ થાય છે. હવે હું તને જીવન સુખમય કે દુ:ખમય તે વિષે કહીશ. સુખમય જીવન વિતાવતાં જ્યારે જીવન દુ:ખમય બને ત્યારે માણસ વિચારે છે કે આવું દુ:ખમય જીવન ન જીવવું પડે માટે નવો જન્મ નથી લેવો-એ વખતે ક્યાં વિઘ્નો આવે છે તે કહીશ.

==================================================

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,488 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: