પાવાગઢની માટીમાં ઉછરતા છોડ એક અડગ પ્રૌઢની દેન

પાવાગઢની માટીમાં ઉછરતા છોડ એક અડગ પ્રૌઢની દેન

(અખંડ આનંદ મે, 2010 /પાનું :117)

   ગયા વર્ષે ચોમાસું બેસે તે પહેલાં તેમણે એક નવતર પ્રયોગ કર્યો. પાવાગઢના દુધિયા તળાવે જઇ બેઠા. સાથે કિલોબંધી જુદાં જુદાં વૃક્ષોનાં બી લઇ ગયેલા. તેમાં ચીકુ, સીતાફળ, જાંબુ, લીંબોળી, આમલી, ફાલસા વગેરેનાં હતાં. કાલિકા માતાનાં દર્શને જે શ્રધ્ધાળુ આવે અને પ્રસાદ લે તેને એક મુઠ્ઠી બી આપે અને કહે કે, ‘પાછા વળતાં કોઇ એકાદ જગ્યાએ આ બીયાં પધરાવજો. ભવિષ્યમાં તેમાંથી વૃક્ષ બનશે.’ લોકો પણ તેમની વાત સ્વીકારી તેવું કરતા હતા.

   ‘છલકાતાં સરોવર અને હરિયાળા ડુંગરા’ આજના જમાનાની માગ છે. પર્યાવરણની જાળવણી માટે પ્રથમ તો વધુ ને વધુ વૃક્ષો વાવવાની જરૂર છે. તે માટે સરકારી તંત્ર પર આધાર રાખી બેસી ન રહેવાય. તે માટે પૃથ્વી પર વસતા દરેક માણસે પ્રયત્નશીલ રહેવું પડે. આવી જ સમજથી શહેરના પ્રદ્યુમ્ન વ્યાસ છેલ્લાં સાત વર્ષથી એક અભિયાન ચલાવે છે તેઓ પાવાગઢને હરિયાળો બનાવવા દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા દરમિયાન પાવાગઢના ડુંગરો ખુંદી વળે છે. ગાંઠનું ગોપીચંદન કરી ડુંગરની જમીન પ્રમાણે ત્યાં આમલી, લીંબોળી, ગોરસઆમલી,ચીકુ, વડના ટેટા, ચણોઠી વગેરેનાં બીનો છંટકાવ કરે છે.

ડૉ.પ્રદ્યુમ્નભાઇ મૂળ સુરેન્દ્રનગરના લખતરના વતની. ભણ્યા રાજકોટમાં. ત્યાં તેમના પડોશી એક વૈદ્ય હતા. તેમના સહવાસને કારણે પ્રદ્યુમ્નભાઇને બાળપણથી વનસ્પતિની ઓળખ હતી. મોટા થયા ત્યારે આઇ.પી.સી.એલ.માંમેનેજર, અન્વાયર્નમેંટ-ઇકોલોજી હતા. આમ વનસ્પતિ સાથે નાતો બંધાયેલો. તેની અગત્યતા સમજેલા. તેના આધારે તેમણે આ અભિયાન શરૂ કર્યું છે. હવે નિવૃત્ત છે. એટલે પોતાના અભિયાનમાં લોકોનો સાથસહકાર લે છે. બાકી પહેલાં ‘વનમેન આર્મી’ અભિયાન ચલાવતા હતા.

  પ્રદ્યુમ્નભાઇ કહે છે, ‘પાવાગઢ વિશાળ ડુંગર છે. તેની તલસ્પર્શી કાળજી રાખવી શક્ય નથી. વૃક્ષો વાવવા કરતાં કપાય છે વધારે.આથી તેને પુન: હરિયાળો બનાવવા આપણે જ પ્રયત્નો કરવા જોઇએ.’

 

    જેના ભાગરૂપે તેઓ કાયમ જૂન પહેલાં પાવાગઢ જાય છે અને જમીન પ્રમાણે જમીનને અનુકૂળ બી જમીનમાં દાટી આવે છે. ક્યારેક ટ્રેકિંગ કરવા જાય તો તેમની  સાથે જોડાઇ જાય છે. તેમના સહકારથી તેઓ અલગ-અલગ વૃક્ષોનાં બીનો છંટકાવ કરે છે અને ક્યારેક માટીના ગોળા જમીનમાં દાટે છે. આમ, વરસદ પડે કે બીમાંથી અંકુર ફૂટી છોડ ઉગવાનું શરૂ થાય છે. તેમને ખબર છે કે નાના છોડવા ઢોર ખાઇ જાય છે કે સખત ગરમીમાં બળી જાય છે પરંતુ જે બચી જાય છે  તે વૃક્ષમાં પરિણમે છે. જેના કારણે તેમના અભિયાનને બળ મળતું રહે છે.

      હવે તો નીચેના ભાગમાં જ્યાં માટી છે ત્યાં તે પોતાના મિત્રોના સહયોગથી ઘાસ વાવે છે. જેથી જમીનનું ધોવાણ અટકે. પ્રદ્યુમ્નભાઇ કહે છે કે, ‘સરકારી મશીનરીને જે કરવું હોય તે કરે, જ્યાં સુધી મારા બાવડા અને પગમાં જોર છે ત્યાં સુધી હું મારી પવિત્ર ફરજ બજાવી પાવાગઢને હરિયાળો બનાવીશ. ભલે કોઇ સાથ આપે, કે ન આપે. હું એકલો મારું અભિયાન ચાલુ રાખીશ.’


 


Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: