ભજનાંજલિ //કાકાસાહેબ કાલેલકર

ભજનાંજલિ //કાકાસાહેબ કાલેલકર//સંપાદક: મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ  

હરિને ભજતાં 

હરિને ભજતાં હજી કોઇની લાજ જતી નથી જાણી રે, 

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે;

વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.

વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે;

પાંચાળીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે.

આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઇ કરશે રે;

કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુખ્ખ હરશે રે.

ભાષા અને ભાવ બંને દૃષ્ટિએ મારાં પ્રિય ભજનોમાંનું એક છે. આનો ભાવ સીધે સીધો બાળબોધ છે. આની શ્રદ્ધા પણ બાળબોધ ભોળી જ છે. એમાં સિદ્ધ કર્યું છે કે વેદકાળથી તે મીરાં અને નરસિંહના સમય સુધી ભગવાને જાતે આવીને ભક્તોની ભીડ ભાંગી છે. ભગવાન ભક્તોનાં દુખ્ખ હરે છે, એમનાં કામ જાતે કરે છે, અને હર વખતે એમને ઉગારે છે, એવી શ્રદ્ધાથી આ ભજન લખાયું છે.

 આવાં ભજનોથી ભોળા લોકોને થાય કે ભગવાનની ભક્તિ કરીશું, તો સૌ સંકટ દૂર થશે. પણ અનુભવ તો હંમેશ એવો થતો નથી.

મીરાંએઝેર પીધું પણ તેની અસર ન થઇ. માટે મીરાં ભક્ત; અને સોક્રેટીસે ઝેર પીધું ને એ મરી ગયા માટે એ ઓછા ધર્મનિષ્ઠ, એમ કોઇ કહી શકે? હિરણ્યકશ્યપે મારવાના અનેક પ્રયત્ન કર્યા છતાંયે પ્રહલાદ મર્યો નહિ, એ ભક્તિનો મહિમા; અને ઇસુ ખ્રિસ્ત ક્રોસ ઉપર મરી ગયા, એ શું ભક્તિની નિષ્ફળતા ?

દુખ્ખમાંથી બચાવવા છેલ્લી ઘડીએ ભગવાન દોડી આવે જ છે. એ કેવળ કવિની ભાવના છે, લોકોને ભક્તિના માર્ગતરફ ખેંચવા માટે મૂકેલું પ્રલોભન છે. એની પાછળ નિરપવાદ સત્ય છે. અનુભવ છે. એમ માનવાનું કારણ નથી.

હરિને ભજતાં કોઇની લાજ હજી નથી ગઇઆનો સાચો અર્થ એટલો જ કે જે માણસ દૃઢતાથી ઇશ્વર ઉપર નિષ્ઠા રાખે છે, તે ગમે તેવા કઠણ સંકટ આવે તોય ચારિત્ર્યભ્રષ્ટ થતો નથી.  

સાચા ભક્તવીરો માટે કાવ્યમય આશ્વાસનની જરૂર નથી રહેતી. તેઓ ભગવાન સાથે સાટું કરતા નથી.મહાભારતમાં ધર્મરાજાએ કહ્યું છે કે, સદાચાર અને ઇશ્વરનિષ્ઠાના બદલામાં મને સુખ મળે, રાજ મળે, એવું કશું હું માગતો નથી; એવી અપેક્ષા પણ નથી. મારો સ્વભાવ છે. મારા હૈયાને સંતોષ છે.એટલામાટે જ હું ભગવાનની ભક્તિ કરું છું, અને સદાચારને વળગી રહું છું.  

માણસને થવું જોઇએ કે ભક્તિમાં આનંદ છે, હ્રદયનું સમાધાન છે, ચારિત્ર્યની મજબૂતી છે. અને વાતાવરણ પવિત્ર થાય છે. ભક્તિને જોરે માણસ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે છે, અને એથી ચારિત્ર્યની દૃઢતાકેળવાય છે. ભક્તિનું ફળ સત્ત્વરક્ષા અને આત્મનિષ્ઠા  એ જ છે. બીજાં ફળો મળે કે ન મળે, એ કેવળ અકસ્માત છે.  

જીવન જવ સુકાઇ જાય

જે ભજનો ફક્ત ગુરુ ઉપર કે ભગવાન ઉપર બધું છોડી દઇ અકર્મણ્યતાને પોષે છે, તે વિશુદ્ધ ભક્તિભાઅવ્ને પોષક નથી. એની પાછળની શ્રદ્ધા કે નિષ્ઠા આળસમાંથી પણ ઉદ્ ભવેલી હોય.કવિવર રવીંદ્રનાથના આ ભજનમાં એવું નથી.

આપણે જીવન શુદ્ધ, દમૃદ્ધ અને સમર્થ બનાવવાનો અખંડ પ્રયત્ન કરીએ છીએ. પણ ઘણી વાર એમાં હારી જઇએ છીએ. એવે વખતે આવી ભક્તિ ભગવાનના ચરણે નમ્ર થઇ પ્રાર્થના જરૂર કરે કે, હે ભગવાન ! જ્યારે મારું જીવન સુકાઇ જશે અને આશા નિરાશાને અવકાશ પણ રહે નહિ, એવે વખતે, ભગવાન ! તારી કરુણાના વર્ષાવ કરતી તારી દયા મારા હૃદયમાં પહોંચી જાય. હ્રદયમાં જ્યારે કોરો દુકાળ ફેલાય , ત્યારે ભક્તનું હ્રદય પ્રેમ-વર્‍ષાની જ યાચના કરે ને ? એ રીતે આ યાચના છે.

જીવન જવ સુકાઇ જાય,

કરુણા વર્ષન્તા આવો !

માધુરી માત્ર છુપાઇ જાય,

ગીત-સુધા ઝરંતા આવો !

કર્મનાં જ્યારે કાળાં વાદળ

ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ,

હ્રદય-આંગણે, હે નીરવનાથ !

પ્રશાંત પગલે આવો !

આપણા જીવનમાં ભલાઇ-બુરાઇ બન્ને હોય છે. આવું બધું મળીને જીવન બને છે. એ તો ચાલવાનું જ. પન કોક વખતે જીવનની મીઠાશ જ ગાયબ થઇ જાય છે. એવે વખતે એ કોરાપણું દૂર કરવાનું કોઇ સાધન આપણી પાસે રહેતું નથી.  એવે વખતે, હે ભગવાન, ભાવના અને સંગીતથી તરબોળ એવી ગીત-સુધારસ બનીને આવો.

જીવન એટલે કેવળ ચિંતન કે કલ્પના નહિ. જીવન એટલે કૃતિ. જીવન એટલે કર્મ. એ કર્મ જ્યારે પ્રચંડ બનીને હ્રદયનો આખો પ્રાંત ઢાંકી દે છે, એવે વખતે એ કર્મને પન પરાસ્ત કરવા માટે, હે જીવનનાથ ! તમારા શાંત પગલાં ચલાવીને મારા હ્રદયનો કબજો લઇ લેજો.

મોટું મન જ્યારે નાનું થઇ

ખૂણે ભરાયે  તાળું દઇ;

તાળું તોડી હે, ઉદારનાથ ! વાજંતા ગાજંતા આવો !

મન જ્યારે કૃપણ થઇને એક ખૂણામાં પડ્યું  રહે છે, ત્યારે હે ઉદારનાથ ! મારા હ્રદયનો દરવાજો ખોલીને, અથવા તોડીને, રાજા જેમ પોતાના રાજ્યનો કબજો લઇને  વિરાજે તેમ,રાજ સમારોહથી તમારેપ્રવેશ કરવો.

કામ ક્રોધનાં આકરાં તૂફાન

આંધળાં કરીભુલાવે ભાન,

હે સદા જાગંત ! પાપ ધુવંત !

વીજળી ચમકંતા આવો !

અને તોફાની વાસનાઓ ધૂળ ઉડાડે અને એ ધૂળથી મનને આંધળું કરી દે, ત્યારે હે અખંડ જાગરુક  પવિત્ર ભગવાન ! ભાન ભૂલીલા મારા મનમાં વીજળીનો રુદ્ર પ્રકાશ ફેલાવતા આવી જાઓ.

ટૂંકમાં, હે ભગવાન ! હું  જ્યારે મારી સાધનામાં હારી જાઉં, મારા હૈયામાં કોરાપણું અને દારિદ્ર્ય ફેલાઇ જાય, અને દુન્યવી કર્મો જ મારો કબજો લે, ત્યારે મારા હૃદયનું રાજ્ય તમારું જ છે એ જાણી એનો કબજો લેવા તમારી પૂરી શક્તિ સાથે આવી જજો.

[રવિબાબુનું આ ભજનનું ગુજરાતી ભાષાંતર કર્યું છેમહાદેવભાઇ દેસાઇએ.]

**************************************************************************

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવન-પંથ ઉજાળ.

દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર;

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,

મારો જીવનપંથ ઉજાળ.

ડગમગતા પગ રાખ સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,

દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું  બસ થાય,

મારે એક ડગલું બસ થાય

કર્દમભૂમિ કળણભરેલી ને ગિરિવર કેરી કરાડ,

ધસમસતા જળ કેરા પ્રવાહો , સર્વ વટાવી કૃપાળ,

મને પહોંચાડશે નિજ દ્વાર.

રજની જશે ને પ્રભાત ઉજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ;

દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,

જે મેં ખોયાં હતાં ક્ષણવાર.

ખ્રિસ્તીઓના અંગ્રેજી ભજન લીડ કાઇંડલી લાઇટનો અનુવાદ શ્રી. નરસિંહરાવ દિવેટિયાએ કરેલો છે.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક જીવન જીવવાનો પ્રારંભ કર્યો, ત્યારે ત્યાં રોજ સાંજે પ્રાર્થના થતી હતી. એમાં અંગ્રેજી ભજનો પણ ગવાતાં. એમાંથી એમને જે ભજન અત્યંત પ્રિય હતું તેના ગુજરાતી અનુવાદો, ભારત કાયમ માટે રહેવા આવ્યા ત્યારે, ગાંધીજીએ અનેક કવિઓ પાસેથી મંગાવ્યા. એમાં આ અનુવાદ એમને સૌથી વધારે ગમ્યો.

અને ખરેખર, ભાવ, ભાષા અને રાગ, બધી દૃષ્ટિએ આ ભજન એટલું સુંદર થયું છે કે અનુવાદ જેવું લાગતું જ નથી . એમ જ લાગે છે કે કવિ નરસિંહરાવ પોતાના જ હૈયાના ઉત્કટ ભાવો આમાં ઠાલવી રહ્યા છે. આ ભજનમાં મને અમારા તુકારામનું હ્રદય જડ્યું.

——————————————————-

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 293,060 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: