‘અવતાર’નું અવલોકન// શ્રીમદ્ ભાગવત//કરસનદાસ માણેક

kmb.kmb.C.1

 શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત

પાના: 204 થી 212

‘અવતાર’નું અવલોકન

[અવતારોના રહસ્ય વિશે કદી વિચાર કર્યો છે? વરાહ પછી નરસિંહ. નરસિંહ પછી પરશુરામ, રામ, કૃષ્ણ અને બુદ્ધ ! પુરાણકારોએ કલ્પેલી આ અવતાર-પરંપરાની પાછળ, આત્માના વિકાસક્રમનું કોઇ અલૌકિક રહસ્ય વસ્યું છે એમ કદી લાગ્યું છે? અંશાવતારો અને પૂર્ણાવતાર વચ્ચે, શો તફાવત હશે એ લદી વિચાર્યું છે? શ્રીકૃષ્ણ  આ ધરતી પર સદેહે વિચરતા હતા ત્યારે, તેમની આ જગત પ્રત્યેની દ્રષ્ટિ કેવી હશે ? તેમના પોતાનાજીવનકાર્ય વિશે તેમનો પોતાનો શો મત હશે ?]

                           ==================

જગતના સર્વશ્રેષ્ઠ પુરુષના જીવનની આ છેલ્લી પળો હતી.જેમનું જીવન અલૌકિક અને અપૂર્વ હતું, એમનું મૃત્યુ પણ એવું જ થશે એમ તો સૌ માનતા હતા ! પણ તે આવું થશે તેની કલ્પના તો કોઇને નહોતી. મિત્રોને તો નહોતી જ ! પણ શત્રુઓ સુદ્ધાંને નહોતી !

ખરી વાત તો એ હતી કે એમના મૃત્યુની કલ્પના જ બહુ ઓછા માનવીઓએ કરી હતી.(કેટલાક તો એમને અમર પણ માનવા લાગ્યા હતા !) પણ જેમણે એમના મૃત્યુની કલ્પના કરી હતી, તેમણે પણ, કાં તો એમને કોઇ રાજમહેલમાં ચોધાર રડી રહેલ ભક્તવૃંદથી વીંટળાઇને અથવા તો કોઇ સમરભૂમિ પર, સો-સો દગાબાજ શત્રુઓના સામટા ઘા પોતાના એકલા પંડ ઉપ્ર ઝીલતાં ઝીલતાં આ દુનિયાની વિદાય લેતા કલ્પ્યા હતા.

આ બધી કલ્પનાઓને જૂઠી પાડીને તેઓ આજે મહાપ્રયાણ કરી રહ્યા હતા.

માનવ-વસ્તીથી ઘણે દૂર પશ્ચિમ સાગરને શાંત કિનારે કોઇ પારધિએ તેમને પશુ સમજીને બાણથી વીંધી નાખ્યા છે.

કેવો વિચિત્ર અંત ! જેઓ જીવનભર માનવીમાં રહેલા પશુના પશુત્વનો નાશ કરવા મથ્યા, તેમને પોતાને જ, કોઇ પારધિએ પશુ સમજીને બાણથી વીંધી નાખ્યા ?

તેમની પાસે અત્યારે કોઇજ નહોતું. જે માનવમેદનીઓ મોટે ભાગે તેમના જયનાદો ગજવવા અને તેમના ચરણ-સ્પર્શનું સદ્ ભાગ્ય પ્રાપ્ત કરવા પડાપડી કર્યા કરતી, તેમનો  

 કોઇ રડ્યો-ખડ્યો પ્રતિનિધિ પણ આજે નથી.

હતો ફક્ત એક ! એક ઉદ્ધવ તેમનો ભક્ત અને સખા ઉદ્ધવ ! આ અકસ્માતથી ડઘાઇ ગયેલો અને કૃષ્ણ વિનાના ભારતના ભાવિનો કલ્પનાથી આંસુ સારતો ઉદ્ધવ.

’હું હવે આ ધરતી પર થોડીક જ પળોનો માહેમાન છું, ઉદ્ધવ !’ આવી રહેલા મૃત્યુની મશ્કરી કરતા હોય એવા અવાજે શ્રીકૃષ્ણે સાથીને સંબોધ્યો.

અત્યાર સુધી શાંત રીતે આંસુ સારી રહેલા ઉદ્ધવથી એક ધ્રુસકું મુકાઇ ગયું.

‘ઉદ્ધવ ! આ શું કરે છે, બાપ ! ’ પોતાના પ્રિય સાથીને છાનો રાખવાનો પ્રયત્ન કરતાં શ્રીકૃષ્ણ બોલ્યા: ‘જતાં જતાં બેક વાતો… … તને … … તારી મારફત જગતને… … સંભળાવતા જવાની મારી ઇચ્છા હઈ, ઉદ્ધવ, પણ… …’

‘પણ શું પુરુષોત્તમ?’ ગળગળે અવાજે ઉદ્ધવે પૂછ્યું.

’પણ એટલું જ કે, તું અત્યારે કોઇ પણ વાતને સ્વસ્થપણે સાંભળી શકે એવી સ્થિતિમાં જ નથી !’ શ્રીકૃષ્ણે મીઠો ઠપકો આપ્યો.

ઉદ્ધવ છોભીલો પડી ગયો.

આંખોમાં ધસી આવતાં આંસુઓને તેણે માંડ માંડ રોક્યાં.

બે હાથ જોડીને તે ભગવાન સામે ઊભો હતો તેમજ ઊભો રહ્યો.

‘હું એમ માનતો હતો,’ ઉદ્ધવને હવે કૈંક સ્વસ્થ થયેલ જોઇને ભગવાને શરૂ કર્યું :’ કે આ જગતના ઝાઝા નહિ, તો પણ ઓછામાં ઓછા બે જણ તો મને સમજી શક્યા છે !’

’કોણ છે એ બે બડભાગી વ્યક્તિઓ, પ્રભો ?’ શ્રીકૃષ્ણ શ્વાસ લેવા થંભ્યા, એટલી વારમાં ઉદ્ધવે પૂછી લીધું.

’એક અર્જુન… …’ ભગવાને જવાબ આપ્યો :’અને બીજો… … બીજો… … ‘

’બીજા ભીષ્મ?’ ભગવાન બીજી વ્યક્તિ અંગે અનિશ્ચિત દેખાયા. એટલી વારમાં ઉદ્ધવે પોતાનું અનુમાન રજૂ કરી લીધું.

’બીજા ભીષ્મ નહિ ?ઉદ્ધવ !’ માથું ધુણાવતાં ધુણાવતાં શ્રીકૃષ્ણ બોલ્યા:’ ભીષ્મ નહિ અને વિદુર પણ નહિ; અને યુધિષ્ઠિર પણ નહિ ! બીજો તું.’

’બીજો હું ?’ ઉદ્ધવથી બોલાઇ જવાયું:’આપ મને ઘણું વધુ પડતું માન આપી રહ્યા છો, પ્રભો !’

 ભગવાને પોતાની તુલના અર્જુન સાથે કરી, અને તે પણ ભીષ્મ જેવાને તારવીને, એ વાતથી ઉદ્ધવ મનમાં ને મનમાં ખૂબ પોરસાઇ રહ્યો હતો.

’તું મને પૂરો સમજ્યો નથી લાગતો ઉદ્ધવ !’ ભગવાન સ્મિત કરતાં કરતાં ખુલાસો કરવા માંડ્યા ! ‘તું અને અર્જુન મને પૂરેપૂરા સમજ્યા છો. એમ હું માનતો હતો.’

ભગવાનાના વચનનો આશય ઉદ્ધવ હવે સમજ્યો; મસ્તકને સહેજ વધુ ઝુકાવીને તે શાંત ઊભો રહ્યો.

ભગવાન આગળ બોલ્યે જતા હતા.

’પણ યુદ્ધના આરંભમાં જ અર્જુને મારી એ માન્યતાને ખોટી પાડી; અને મારે ગીતા ગાવી પડી—એને ફરી સમજાવવા માટે !’

ઉદ્ધવ ઊભો હતો તેજ સ્થિતિમાં ઊભો રહ્યો :શ્રદ્ધાંજલિ, નતમસ્તક નીરવ.

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: