રાધા

**મુકેશ જોશી

ભજનયોગ//સંપાદક:સુરેશ દલાલ//ઇમેજ
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા;
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

રાધા-કૃષ્ણ વિશે ગીતો તો ઢગલાબંધ લખાય છે અને લખાશે. ક્યારેક ગઝલમાં પણ રાધા-કૃષ્ણવિષયક છૂટાછવાયા શેર આવે છે, પણ નિતાંત ગઝલ વિરલ જ ગણાય. મુકેશ જોશી એક નવો અને માતબર અવાજ છે. પ્રલંબ ગીતો અને આત્મવિશ્વાસથી નિર્ભર એવી રજૂઆત મુકેશ જોશીને નોખો-અનોખો પાડે છે. રાધા એટલે પ્રેમનો પર્યાય. મેઘદૂત તો લખાયું ત્યારે લખાયું. કાલિદાસે યક્ષને જીવંત કર્યો ત્યારથી વર્ષારૂતુમાં પ્રત્યેક માણસના હૃદયમાં એક યક્ષ વ્યાકુળતા અનુભવે જ છે.કૃષ્ણમાંથી રાધાને બાદ કરો તો કૃષ્ણ પણ ક્યાં રહે છે? યક્ષ એટલે કોઇ પણ મનુષ્યના હૃદયમાં વિરહને વિષાદમાં ફેરવતો વલોપાત.કૃષ્ણ વાંસળીથી તો રાધાને વીંધતા, પણ અહીં શાયરે સુદર્શનને એક નવો અર્થ આપ્યો છે. આ સુદર્શન તે ઝૂરાપાનું સુદર્શન. આ સુદર્શન રોજ વિરહના આર્ત-સાદને છેદીભેદી નાખે છે. કૃષ્ણના હૃદયમાં પણ પ્રણયસંગ્રામ તો મચ્યો જ હશે ને ! અહીં પરંપરાથી જે પ્રતીકો વપરાતાં હોય એનો નવી રીતે વિનિયોગ કર્યો છે. કૃષ્ણે શંખ અવારનવાર નહોતો ફૂંક્યો,પણ એક વાર ફૂંકાયેલો શંખ જાણે કે જિંદગીભર ફૂંકાયો હોય એ રીતે કવિ વાત કરે છે. કેટલીક અતિશયોક્તિ ગમી જાય એવી હોય છે. શંખને બદલે વાંસળી ફૂંકે તો રાધાની યાદ સિવાય હોય શું? રાધા નામ કૃષ્ણને બહેલાવવા માટે પૂરતું છે. રાધા વિનાના કૃષ્ણ અધૂરા છે, અપૂર્ણ છે. એટલે જ તો ચારે તરફ બ્રહ્માંડમાં એક જ નાદ પ્રસરે છે અને તે રાધાનો. નવા કવિ ને નરી કવિતાની મજા એ છે કે મૂળ એક જ વાત હોય, પણ એ જુદેજુદે સ્વરૂપેવિવિધ પરિભાષામાં કેવી સુંદર રીતે પ્રગટ થઇ શકે છે. કૃષ્ણ નામે ગ્રંથ માણસને સમજાય કે ન સમજાય,કેટલીક ભાષા દુર્બળ લાગે, પણ રાધા એ બીજું કશું જ નથી, પણ કૃષ્ણ નામે ગ્રંથનો અનુવાદ છે. એનો અર્થ એ થયો કે રાધાનું મૂળ પણ કૃષ્ણ સ્વયં છે. કૃષ્ણ અને રાધા કદીય એકમેકથી અલગ ન હોઇ શકે.
નોંધ: કૃષ્ણ વિનાની રાધા કે રાધા વગરના કૃષ્ણની કલ્પના પણ થઇ શકે ખરી કે?રાધા વગરના કૃષ્ણ એટલે એકડા (આંકડા) વગરનું મીંડુ

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 256,997 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: