રાધા-કૃષ્ણ કવિતાઓ

Kkavita

આજે બીજી થોડી રાધા-કૃષ્ણ કવિતાઓ

(કવિતા ઑગષ્ટ-સપ્ટેમ્બર 2004 માંથી)

 

*હિતેન આનંદપરા

કૃષ્ણ તારી પ્રીતના તો કંઇક દાવેદાર છે

કોઇ તારી પીડને જીરવી જવા તૈયાર છે?

રંગમહેલોની ઉદાસી કોઇએ જાણી નથી

લોક સમજે દ્વારિકામાં તો બધુ ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે

શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું

આ જગત સામે બિચારો ઇશ્વરે લાચાર છે

એક અમથું તીર એને કઇ રીતે મારી શકે?

આ ગુનામાં એ સ્વયં પોતે જ હિસ્સેદાર છે.

 

********************

 

તુકારામ**સુરેશ દલાલ

કૃષ્ણ મારી માતા, પિતા કૃષ્ણ મારો I બહેન, ભાઇ, પિત્રાઇ કૃષ્ણ મારો II

કૃષ્ણ મારો ગુરુ, કૃષ્ણ તારણહાર, ઉતારે ભવ-નદીની પેલે પાર II

કૃષ્ણ મારું મન, કૃષ્ણ મારો જન, કૃષ્ણ મારો વ્હાલેરો સ્વજન II

 

તુકા કહે કૃષ્ણ વિસામો મારો, એનાથી જુદો નથી જીવ મારો II

કોની સત્તાથી ચાલે શરીર I વાણીમાં પ્રકટે હરિનું હીર II

બતાવે, સંભાળે નારાયણ I તેનું ભજન નહીં મૂકશો ક્ષણ II

મનમાં અહંકાર રહેશો નહીં I હું જ કર્તા એમ કહેશો નહીં II

એની સત્તાથી હલે વૃક્ષનાં પાન I પછી ક્યાંથી રહે તારું અભિમાન II

તુકા કહે વિઠ્ઠલ સર્વ સ્થળે I એના વિનાનું કાંઇ નહીં મળે II

*****************************************************

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: