થાકેલા ભગવાન-રવિશંકર (મહારાજ) વ્યાસ

Vyp07

થાકેલા ભગવાન-રવિશંકર (મહારાજ) વ્યાસ

વાચનયાત્રાનો પ્રસાદ//સંપાદક: મહેન્દ્ર મેઘાણી

પાનું:07

કહે છે કે ભગવાન અવતરે છે.અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યાં. નહીં માણસમાં કે નહીં પશુમાં,એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા.

પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો, એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રણ પગલામાં ત્રિભુવન માપી, બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.

તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે. પણ જેવો હાથ લઇ લીધો કે હતું તેમનું તેમ—એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા.

છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ-પાંડવ લડ્યા. છેવટે કોઇ ન બચ્યું. યાદવો પણ અંદરાંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઇ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણ માની એક પારધીએ તીરે માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથિ પાસે હતો, તેણે પૂછ્યું: ભગવાન, કાંઇ સંદેશો કહેવાનો છે?

ભગવાને જવાબ આપ્યો:હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ‘ગીતા’માં આપી જ દીધો છે: ‘ઉદ્ધ્રેદાત્મનાત્માનમ્ ‘ –માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો. કોઇ કોઇનો ઉદ્ધાર કરી શકતું નથી.

–રવિશંકર (મહારાજ) વ્યાસ

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: