ગોકુળમાં કોણ હતી રાધા?// ઇસુદાન ગઢવી

ગોકુળમાં કોણ હતી રાધા?
ઇસુદાન ગઢવી


દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન !

 ગોકુળમાં કોણહતી રાધા?

 તો શું જવાબ દૈશ, માધા?….
તારું તે નામ તને યાદે નો’તું

તે દિ’ રાધાનું નામ હતું હોઠે,

 ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,

 તોયે રાધા રમતી’તી સાત કોઠે.

 રાધાવિણ વાંસળીનાં વેણ નહીં વાગે

 આવા તે સોગન શીદ ખાધા?

તો શું જવાબ દૈશ, માધા?…

રાધાનાં પગલાંમાં વાયું વનરાવન,

 તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?

 રાધાના એક એક શ્વાસ તણે ટોડલે
તું આષાઢી મોર બની ફૂલ્યો,

ઇ રાધા ને વાંસળી.આઘાં પડી ગયાં,

આવા તે શું પડયાં વાંધા?

તો શું જવાબ દૈશ,માધા?…

ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન,

 ઘડીકમાં મથુરાના મ્હેલ,

 ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું,

ઘડીકમાં કુબજાના ખેલ,કાન !

હેતપ્રીતમાં ન હોય

રાજખટપટના ખેલ,કાન !

સ્નેહમાં તે હોય આવા સાંધા?

 તો શું જવાબ દૈશ, માધા?…

ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા,

 ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા,

 રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ,

નહીંતર રાખું એને આઘા..

સઘળો સંસાર મારો સોળે શણગાર,

 મારા અંતરનો આતમ છે રાધા….

 કોઇ મને પૂછશો, કોણ હતી રાધા….

કોઇ મને પૂછશો મા,કોણ હતી રાધા…

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ગોકુળમાં કોણ હતી રાધા?// ઇસુદાન ગઢવી
  1. vimala કહે છે:

    કોઇ મને પૂછશો મા,કોણ હતી રાધા?
    મારા અંતરનો આતમ છે રાધા….
    સુન્દર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 257,383 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: