કરસનદાસ માણેક

કરસનદાસ માણેક

(28/11/1901  થી 18/01/1978)

તેઓ કેવળ કવિ નહોતા. નવલિકા અને નાટકો પણ લખ્યાં છે. આખ્યાન ને વ્યાખ્યાન એમને હાથવગાં. ‘સારથિ’ અને ‘નચિકેતા’ના તંત્રી હતા. માણેક એટલે શબ્દોનો ધોધ. ગાંધીયુગના કવિ.

———————————

જાનારાને…..

જાનારાને જાવા દેજે:

એકલવાયું અંતર તારું

ચૂપ રહી ચીરવા દેજે !

જાનારાને જાવા દેજે !

લાવજે ના લોચનમાં પાણી;

ધ્રુજવા દેજે લેશ ન વાણી,

પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી

 છાનોમાનો છેદાવા દેજે !

જાનારાને જાવા દેજે !

નીરવ જીરવી લેજે ઝુરાપા,

છોને પડે તારે કાળજે કાપા:

હૈયાની ધરતી તરસી, તારાં

શોણિતથી સીંચાવા દેજે !

જાનારાને જાવા દેજે !

ઝંખનાની કાળી ઘોર ગુલામી;

વહોરજે ના વેદનાઓ નકામી.

સપનાની તારી વાડી રૂપાળીને

સામે ચાલી વેડાવા દેજે !

—————————————————————————————

**હે જીવનદાતા

હે જીવનદાતા આવો,

આવો ઓ ઘનશ્યામ, આમ ના આતમને અકળાવો !

 

મૂંગા મોરની કેકા બનીને

બની ચાતકનો પાવો;

સૂની પડી વર્ષાની વીણા અંકે લઇ બજાવો !

હે જીવનદાતા આવો !

આવો વીજઝગારે હરિવર,

મેઘ-મલ્હારે આવો  :

ચિરપ્યાસીની  પ્યાસ બુઝાવા અમૃત—ધાર વહાવો !

હે જીવનદાતા આવો !

**ઓચિંતો  આવ્યો રે હરિનો ખેપિયો !

 

ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો;

લાવ્યો કાંઇ તાકીદના પયગામ:

ઉપાડો ડેરો રે તંબુ આત્મા,

વસુધાના વધાવો મુકામ!

ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

 

ભલે રે આવ્યો રે હરિનો ખેપિયા,

ભલે લાવ્યો તાકીદના પયગામ;

આવું જો ઊભાઊભ તારી સાથમાં:

વસુધાનો વધાવું મુકામ!

ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

નથી કંઇ કહેવું, નથી કંઇ કારવવું,

નથી કોઇને સોંપવી સંભાળ:

ઉઘાડા જિંદગીના મારા ચોપડા;

નથી એમાં ઉકેલતાં આળ!

ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો!

 

નથી કંઇ છાનું, નથી કંઇ છપનું,

બધુંય જુગતે જાહેર:

આટોપું આ પળે મારી જાતરા:

હાલું તારી હારે હરિને ઘેર !

ભલે રે આવ્યો રે, હરિના ખેપિયા !

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous
2 comments on “કરસનદાસ માણેક
  1. pragnaju કહે છે:

    આજે નવી માહિતી માણી
    આજે જ દેશમાથી અંગતના અવસાનના ખબર આવ્યા
    અને પહેલા ન માણેલા ભજનો …શાતા લાગી
    તમારા સૌજન્યથી શ્રધ્ધાંજલીમા સંભળાવશુ/ પોસ્ટ પર મૂકશુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: