લોકમિલાપ-સ્મરણિકા 1990

LOKMILAP SMARANIKA JULY

લોકમિલાપ-સ્મરણિકા 1990

પ્રકાશકની નોંધ:

આ ‘સ્મરણિકા’ આમ તો યાદગાર કાવ્ય-પંક્તિઓ અને પ્રેરક સુવિચારોનો એક સંચય છે. તેનું સ્વરૂપ ડાયરી જેવું રાખ્યું છે.જેથી વરસના દરેક પ્રભાતે એક સુવિચાર ને એક કાવ્ય-કણિકા તો આપણે મમળાવી શકીએ, તેનાં લખનારાંઓનું ભાવપૂર્વક સ્મરણ પણ કરી શકીએ. ઉપરાંત, આપણા આદર કે સ્નેહને પાત્ર દેશવિદેશનાં વિશિષ્ટ નરનારીઓની જન્મતારીખો પણ ‘સ્મરણિકા’માં દર મહિનાને આરંભે આપેલી છે, જેથી તે તે દિવસે એમનું પાવનકારી કે પ્રસન્નકર સ્મરણ આપણે કરી શકીએ.

 

એકદંરે આ 1990ની ‘સ્મરણિકા’ ગયા વરસના જેવી જ છે. તેમાંની વિચારકણિકાઓ ગયા વખતે હતી તે જ બધી છે, પણ હવે તેને વિષયવાર ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે. કાવ્ય-કણિકાઓમાં થોડી વધઘટ કરેલી છે. જન્મતારીખો ગયે વરસે 365 જેટલી હતી, તે વધારીને આ વખતે 500 જેટલી આપવા તૈયારી કરી હતી. પરંતુ પછી તેમાંથી થોડીક વ્યક્તિઓનો સાવ મિતાક્ષરી પણ પરિચય ઉમેરવાનો વિચાર આવ્યો, તેને પરિણામે એ માટે રાખેલી જ્ગામાં અરધાં જ નામોનો સમાવેશ થઇ શક્યો છે.

દેશદેશાવરનાં ને સર્વકાલનાં અગણિત નરનારીઓ આ પૃથ્વી પરનું જીવન સમૃદ્ધ બનાવવા કાજે પોતાની શક્તિ અર્પણ કરવામાં સાર્થકતા અનુભવતાં આવ્યાં છે. તે પપૈકીનાં એક હજારના ટૂંકા[100 થી 1000 શબ્દોના] પરિચય આપતો લગભગ 500 પાનાંનો ‘ચરિત્રકોશ’ લોકમિલાપ તરફથીથોડા વખત પછી પ્રગટ થવાનો છે, તેને આધારે આ ‘સ્મરણિકા’ની પરિચય-નોંધો તૈયાર કરેલી છે.

===================================================================

 

 

 

July

જુલાઇ

આ માસની જન્મજયંતીઓ

તારીખ:1

સુમંત મહેતા 1877

હરિપ્રસાદ ચૌરસીયા 1938

——————————————–

2

હરમાન હેસ 1877(જર્મની)

 1946નું સાહિત્ય માટેનું નૉબેલ પારિતોષિક મેળવનાર કથાકાર

————————————————————

3

હંસા મહેતા 1897

————————————————————

4

ગીયુસેપ ગેરીબાલ્ડી 1807(ઇટલી)

ઇટલીને એક સંયુક્ત રાષ્ટ્રબનાવનાર દેશભક્ત

વિષ્ણુપ્રસાદ. ર. ત્રિવેદી 1899

————————————————————-

6

રામકૃષ્ણ ભાંડારકર 1837

———————————————————–

7

એલેક્ઝાંડર ફારબસ 1821(બ્રિટન)

———————————————————————-

10

તોયાહીકો કાગાવા 1888(જાપાન)

મજૂરોની અને સમાજકલ્યાણની ચળવળના આગેવાન સુધારક; રાષ્ટ્રીય યુદ્ધવિરોધી સંઘ(1928)ના સ્થાપક શાંતિવાદી, બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનમાં લોકશાહી સંસ્થાઓ અપનાવવાના હિમાયતી.

સુનિલ ગવાસ્કર 1949

——————————————————————————–

12

હેન્રી ડેવીડ થોરો 1817(યુનાઇટેડ સ્ટેટ્સ)

કુદરત અને એકાંતના પ્રેમી ચિંતક, જેના વિચારોની અસર ગાંધીજી પર પડેલી; સાદાઇ અને સ્વાવલંબનના પોતાના સિદ્ધાંતનું નિરૂપણ કરતા ‘વોલ્ડન, અથવા વન જીવન’ નામના પ્રસિદ્ધ પુસ્તકના લેખક.

પાબ્લો નેરુદા 1904(ચીલી)

દક્ષિણ અમેરિકાના આ કવિ 1971માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવીને જગવિખ્યાત બન્યા.

બિમલ રોય 1909

———————————————————————-

13

કેસરબાઇ કેરકર 1893

——————————————————————-

16

રોઆલ્ડ આમુંડસન 1872(નોરવે)

દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ માનવી [14 ડિસેમ્બર,1911]ઉત્તર ધ્રુવ પર ઉડાણ કરનાર સાહસિક(1926) અને એવી જ બીજી ઉડાનમાંથી પાછા ફરતાં ગાયબ બનેલા મિત્ર નોબાઇલની વહારે જતાં મોતને ભેટનાર શહીદ (1928)

————————————————————

17

અર્લ સ્ટેનલી ગાર્ડનર 1889 (યુનાઇટેડ સ્ટેટ્સ)

એંશી જેટલી ડીટેક્ટીવ નવલકથાઓના લેખક, જે એક લોકમતગણના મુજબ પોતાના જમાનાના સહુથી વધુ લોકપ્રિય જાસુસી કથાલેખક હતા; બીજું સ્થાન આવેલું આર્થર કૉનન ડોઇલનું.

——————————————————————————-

20

એડમંડ હીલેરી 1919 (ન્યુ ઝીલેન્ડ)

પોતાના શેરપા સાથી તેનઝીંગ સહિત જગતના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર 1953માં પહેલી જ વાર પગ મુકનાર માનવી.

——————————————————————-

21

આર્થર મી 1875(બ્રિટન)

’આઇ સી ઓલ’(હું બધું જોઉં છું) નામના પ્રથમ સચિત્ર જ્ઞાનકોશ સહિત વિવિધ સંદર્ભગ્રંથોના સંપાદક,

જેમની સૌથી વિખ્યાત  કૃતિછે.‘ચીલ્ડ્રન્સએનસાઇક્લોપીડિયા’(બાલ જ્ઞાનકોશ,1908) જેનો છએક વિશ્વભાષાઓમાં અનુવાદ થયેલો. તે જ કામ ‘ચીલ્ડ્રન્સ  ન્યુઝપેપર’[1919-85] પત્ર મારફત તેમણે ચાલુ રાખેલું

અરનેસ્ટ હેમીંગ્વે 1898(યુનાઇટેડ સ્ટેટ્સ)

1954માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર લોકપ્રિય નવલકથાકાર.

ઉમાશંકર જોશી 1911

’એ એક સંસ્થા બન્યા છે. વ્યક્તિ મટ્યા વિના. ગુજરાતી ઘટ્યા વિના વિશ્વમાનવી બન્યા છે. મૈત્રી અને મુક્તિનું એમણે વિરલ સંતુલન સાધ્યું છે.’ –રઘુવીર ચૌધરી

——————————————————————

23

(લોકમાન્ય) બાળ ગંગાધર ટીળક 1856

——————————————————-

24

સાઇમન બોલીવાર 1783 (વેનેઝુએલા)

આ ક્રાંતિકારી નેતાએ પોતાના વતન ઉપરાંત બીજા દક્ષિણ અમેરીકન મુલકોને પણ સ્પેનિશ સામ્રાજ્યમાંથી મુક્ત કરેલા. એમની કાયમી યાદગીરી રૂપે એ ખંડને એક રાષ્ટ્રનું નામ ‘બોલીવીઆ’ પડેલું છે.

એલેકઝાંડર  ડ્યુમા  1803(ફ્રાંસ)

મશહુર નવલકથાકાર

——————————————————

25 જીમ કોરબેટ (1875) [બ્રિટન]

ભારતમાં ગાળેલાં વરસોને આધારે એમણે લખેલી શિકારકથાઓ અત્યંત લોકપ્રિય છે.

—————————————————————

26 જ્યોર્જ બરનાર્ડ શો 1856 (બ્રિટન)

શેક્સપીયર પછીના કાળના મહાન અંગ્રેજ નાટ્યલેખક

================================================

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
4 comments on “લોકમિલાપ-સ્મરણિકા 1990
  1. jashumehta કહે છે:

    iI would like to have “smaran kanika” please let us know wher to send the requiest ?

  2. gopal h. parekh કહે છે:

    મારી નકલની ક્ષેરોક્ષ કોપી મોકલી શકું. સરનામું જણાવશો, લોકમિલાપ પાસે નથી.
    ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,737 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: