અવિનાશ વ્યાસ

Avinashv

અવિનાશ વ્યાસ

આજે  અ-વિનાશ આનંદની ઉજાણી અવિનાશ સંગે,

[1]

 મારું ચગડોળ ચાલે,

ચાકડચુ

ચરર ચરર મારું ચગડોળ ચાલે,

ચાકડચું ચીં ચીં ચાકડચું ચીં ચીં ચાલે,

આજે રોકડા ને ઉધાર કાલે…. ચરર ચરર….

ઓ લાલફેંટાવાળા ! ઓ સોમાભઇના સાળા !

ઓ કરસન કાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !

મારું ચગડોળ ચાલે,

ચાકડચું ચીં ચીં ચાકડચું ચીં ચીં   ચરર ચરર…..

અદ્ધ્ર પદ્ધર, હવામાં સદ્ધર, એનો હીંચકો હાલે,

નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;

અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.

                ચાકડચું ચીં ચીં તાલે.  ચરર ચરર…

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,

ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે, ભાગ્ય એવું સૌનું ફરતું;

દુ:ખ ભૂલીને, સુખથી ઝૂલો નસીબની ઘટમાળે.

                      ચાકડચું ચીં ચીં તાલે,

આજે રોકડા ને ઉધાર કાલે.  ચરર ચરર….

સીતાજીની તોલે ન આવો…

 

દયાના સાગર થઇને, કૃપા રે નિધાન થઇને

છોને ભગવાન કહેવડાવો;

પણ રામ , તમે સીતાજીની તોલે ન આવો.

સોળે શણગાર ધરીને મંદિરને દ્વાર તમે

ફૂલને ચંદનથી પૂજાઓ;

પણ રામ , તમે સીતાજીની તોલે ન આવો.

કાચા રે કાન, તમે ક્યાંના ભગવાન?

તમે અગ્નિપરીક્ષા કોની કીધી?

તારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો

એને લોકોની વાતે ત્યાગી દીધી?

પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી?

છોને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ,

 પણ રામ , તમે સીતાજીની તોલે ન આવો.

તમથીયે પહેલા અશોકવનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો;

દૈત્યોની વચમાં એ એકલડી નાર

તોયે દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો.

મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ?

અમથો વિજયનો લૂંટો લ્હાવો.

પણ રામ , તમે સીતાજીની તોલે ન આવો.

========================================

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “અવિનાશ વ્યાસ
  1. pragnaju કહે છે:

    આ બન્ને મધુરા ગીતો ઓડિયો સાથે મૂકો તો મઝા ઔર……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,397 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: