સાચું ભજન/સુંદરમ્

SUNDARAM

સાચું ભજન/સુંદરમ્

(પ્યાસ અને પરબ [કાવ્યોનો રસાસ્વાદ] બાલમુકુન્દ દવે/નવજીવન/પ્રથમ આવૃત્તિ, નવેમ્બર, 1993/પાના : 89 થી 92)

ભજન આજ સાચું ગાઓ મારા ભાઇ,

બીજાનાં ગાણાં ગાયાં બહુ ભાઇ !

ગિરધરલાલની ભગત મીરાંબાઇ,

          ગરબી કૂદી કૂદી ગાઇ;

મીરાંએ વખડાં ઘોળી પીધાં,

અલ્યા તારાથી ધાડ શી મરાઇ?…..ભજન .

ધ્રુવજી બાળકડે વગડો વસાવ્યો, ને

            અલખની ધૂન મચાઇ;

તારા જીવનની મીઠી પરોઢ તેં-

         ઊંઘી ઊંઘીને વિતાઇ……ભજન .

મોરધ્વજ રાજાએ  કરવત મુકાવ્યું,

              આંખે ના રાતી થઇ;

પરભુને કાજે પૈસા દેતાં તારા–

        કાળજામાં લાય લાગી ગઇ……ભજન .

સતિયા લોકોની વાતો લાંબી,

      એને કાયાની માયા ના કંઇ;

માથું મેલીને ભક્તિ કરી ત્યારે–

        દુનિયામાં નામના થઇ…..ભજન .

કરમ-ધરમ કૈં સમજ તું જાતે,

      ના બીજાનું ગાયું ગઇશ;

ભજન ગાયે તને તારી લેશે એમ—

     સમજ્યો તો લટકી રહીશ…..ભજન .

જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું,

        કોઇનું ના ચાલે કાંઇ;

કોયો ભગત કહે અક્કલ પરતાપે,

     વાવ્યું તે ઊગે ભાઇ ! …. ભજન

રસાસ્વાદ:

મધ્યકાલીન  સંતકવિઓની વાણીના ચોકઠામાં બરાબર બેસી જાય એવા આ ભજનના રચનાર કોયા ભગત તે બીજા કોઇ નહીં, પણ આપણા સાધક-કવિ શ્રીસુંદરમ્ (શ્રીત્રિભુવનદાસ લુહાર))પોતે જ.પોતાના કથન માટે કવિએ અહીં દાખલા પ્રાચીન ભક્તોના આપ્યા છે, પણ આ રચનાનો ભીતરી રણકો ગાંધીયુગની નવજાગૃતિનો છે. ગાંધીજી ગાઇવગાડીને કહેતા કે, કોઇ વાત હું કહું છું માટે માની લેતા નહીં. તમારી અક્કલમાં ઊતરે અને મન કબૂલ કરે તો જ મારી વાત માનજો. અને માનો તો એને અમલમાં મૂકજો.

સંત –મહાત્માઓ પ્રત્યે આદર હોય એ સારી વાત છે. પણ કેવળ અહોભાવથી એમનું નામસ્મરણ કર્યા કરીએ, એમનાં ગુણગાન ગાયા કરીએ, એમનાં રચેલાં ભજનસ્તોત્રો લલકાર્યા કરીએ, એનાથી કંઇ અર્થ સરતો નથી. એ મહાપુરુષોને સામે પલ્લે આપણી જાતને મૂકીને જોખી જોવી જોઇએ. આપણું મુખ અને ચાલ પુરુષાર્થપૂર્વક એમના ઉર્ધ્વ પંથ તરફ વાળવું જોઇએ. આપણી સંસ્કૃતિમાં સદ્ ગુરુનો  મહિમા ઘણો મોટો છે. ‘ગુરુ બિન કૌન બતાવે બાટ?’ એમ જે કબીર સાહેબે કહ્યું છે એ ખોટું નથી. પરંતુ આધ્યાત્મિક અથવા જીવનના કોઇ ઉચ્ચ ધ્યેય તરફ દોરી જવાનું કામ ગુરુજન પણ કરી કરીને કેટલું કરી શકે? તાડે ચડનારને ક્યાં સુધી ટેકો થાય? હાથ પહોંચે ત્યાં સુધી. ગુરુજનો પણ એમના હાથ પહોંચે ત્યાં સુધી જ આપણને ટેકો કરી શકે. આખરે તો આપણાં બાવડાંને જોરે જ તાડ પર ચડવાનું રહે છે. આપણે તુંબડે જ ભવસાગર તરવાનો છે. આપણી અક્કલહોંશિયારીથી જ કામ લેવાનું છે. માટે તો કવિ કહે છે:

ભજન આજ સાચું ગાઓ મારા ભાઇ,

બીજાનાં ગાણાં ગાયાં બહુ ભાઇ !

મીરાંનાં પદ તો તમે ખૂબ લલકારો છો, પણ મીરાં તો ઝેરને

અમૃત કરીને પી ગઇ હતી—એવી તાકાત તમારામાં છે?

ધ્રુવજી બાળકડે વગડો વસાવ્યો, ને

            અલખની ધૂન મચાઇ;

તારા જીવનની મીઠી પરોઢ તેં-

         ઊંઘી ઊંઘીને વિતાઇ……ભજન .

કવિએ અહીં ધ્રુવજીનો દાખલો આપ્યો છે એ ખૂબ સૂચક છે. ભક્તિ એ કંઇ ધોળા આવ્યા પછી જ કરવાની ચીજ નથી.’ઘડપણમાં ગોવિંદ ગાશું’ એ વાયદો ખોટો છે. ધ્રુવજી જેવી બાલ્યવયમાં પણ ભક્તિની ઉચ્ચતમ સપાટી સિદ્ધ થઇ શકે છે. પણ આપણે તો જીવનના મીઠા પરોઢ જેવી આપણી બાલ્યાવસ્થા કેવળ ઊંઘી ઊંઘીને જ વિતાવી નાખીએ છીએ !

કવિ આગળ ચાલીને મયૂરધ્વજ રાજાનું દૃષ્ટાંત આપીને કહે છે કે, એ રાજાએ તો કાયા પર કરવત મુકાવી તોય આંખમાંથી એક આંસુ સરખું ન પાડ્યું. અને આપણે તો ‘પરભુને કાજે’—પરમાર્થને માટે—કોઇને કાણો પૈસો આપવો પડે તોય હાથે જમડા બેસી જાય છે ! સતિયા લોકોની વાત નોખી છે. એમના જેવા કંઇ અમથા થવાતું નથી. દેહની મમતા મૂકીને એમણે શિરને સાટે ભક્તિ કરી તેથી જ એ દુનિયામાં નામ કરી ગયા છે. માટે કર્મધર્મનો સાચો મર્મ જાતે સમજી લઇને જો આપબળે આગળ વધીશું તો જ તરીશું; બાકી માત્ર ભજનભડાકા કર્યાથી તો લટકી જ રહીશું.

જાતે છે ડૂબવું ને જાતે ઊગરવું,

        કોઇનું ના ચાલે કાંઇ;

કોયો ભગત કહે અક્કલ પરતાપે,

     વાવ્યું તે ઊગે ભાઇ ! …. ભજન

આ ભવસાગરમાં ડૂબવું કે તરવું એ આપણા જ હાથની વાત છે. એમાં બીજા કોઇનું ચાલે એમ નથી. આ વાતને સમર્થન આપવા કવિએ કેવી ચાતુરીભરી નવી રીતે અજમાવી છે ! આપણા પ્રાચીન ભજનોમાં’કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે’ એમ આવે છે. એટલે કે ગુરુને જ બધો જશ આપે છે. જ્યારે અહીં–

’કોયો ભગત કહે અક્કલ પ્રતાપે’

ગુરુ પ્રતાપે નહીં, પણ અક્કલ પ્રતાપે કોયા ભગત કહે છે કે, જેવું વાવશો એવું જ ઊગશે. અર્થાત્ આપ અક્કલને જ અહીં ગુરુસ્થાને સ્થાપી છે, એ એક નવીન અભિગમ છે.

આ ભજનમાં કોયા ભગત આપણને ઢંઢોળવા ચાબખો અખાનો લીધો છે, પણ એને મારવાની રીત દયારામે’ પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાયે’—એ પદમાં અજમાવી છે એના જેવી હળવી રાખી છે. ચામડી પર સોળ ન ઊઠે, તોયે ચમચમાટી તો બોલે જ.પણ બીજે હાથે એ ચમચમાટીના શમન માટે કાવ્યાસ્વાદનો વીંઝણો નાખવાનુ6 કવિ ભૂલ્યા નથી.

10મી જુલાઇ 1970

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “સાચું ભજન/સુંદરમ્
  1. premji bhoja કહે છે:

    bahu j saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,734 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: