ઇતડીને તાવ બાનીવાતું /શરીફાબેન વીજળીવાળા/ ઇમેજ

BAA NI VAATU-ITADI

બાનીવાતું // શરીફાબેન વીજળીવાળા // ઇમેજ

પાનું:30થી 31

ઇતડીને તાવ

એક હતી ઇતડી

(ઇતડી: કરડીને લોહી ચૂસતું જીવડું. ઢોર પરબેસતા જુવાથી ઇતડી નાની હોય. ઇતડી ચોંટે પછી  ઉખડે નહીં. એટલે જ સૌરાષ્ટ્રમાં ચીટકુ માણસને ‘ઇતડી જેવો’ કહે છે.)

એક હતી ઇતડીને એક હતો તાવ. બુયને પાક્કી ભાયબંધી. ભાય, ઇ ભાયબંધી એવી તો પાક્કી કે બેયને એકબીજા વગર્ય ઘડીકેય નો હાલે. દિ આખો રખડે-રઝળે પણ હાંજ પડ્યે ભેળાં ને ભેળાં. એમાં એક દિ’ ઇતડી ગઇ વાણિયાને ન્યાં ને તાવ ગ્યો કણબીને ન્યાં. હવે ભાય, વાણિયાને તો નવરાધૂપ બેહવાનું હોય. એક ઢાળિયા પર નમીને ગમછેથી પવન ખાયે રાખે. કામ હંધુંય મેતોજી કરે. ગાડલી ઉપર્ય બેઠો બેઠો વાણિયો બજારમાં આંખ્યું તાણ્યે રાખે. એમાં ઇતડીઉંબરો ચડી. જેવી ઇતડી ઉંબરો પાર કરવા ગઇ ઇ ભેળી જ વાણિયાએ પટ્ટ લેતાકને આંગળીથી એને હડસેલી મેલી. જરાક વાર રયને ઇતડી પાશી કળાણી. વળી વાણિયાએ પટ્તાક દઇને ધકેલી મેલી ધૂડ્યમાં. એ ભાય હાંજ લગણ ઇતડી ઉંબરો ચડતી રય ને વાણિયોએને હડસેલા દેતો રયો. ખાવાપીવા લોયનું ટીપુંય નો મળ્યું ને ગોથાં ખાધાં ઇ લટકાનાં. હાંજ પડ્યે ઇતડી ને તાવ પાદરે ભેળા થયા. ઇતડીએ તો ભાય રોવાનું જ બાકી રાખ્યું હોં. એને માંડ માંડ છાની રાખતા તાવે કહ્યુંકે ‘ જો બેન, મારા હાલ કાંય તારાથી હારા નો’તા. હું જેવો કણબીના ડિલમાં ઘર્યો ઇ ભેળો જ ઇ મંડ્યો ધરૂજવા. મને એમ કે હવે પટ્યોલ ખાટલા ભેળા થાહે… પણ ઇ તો ઊભો થાતોક, હળ જોડતોક મંડ્યો આ શેઢેથી ઓલ્યા શેઢે હડિયું કાઢવા. હડિયું કાઢતો જાય ને બબડતો જાય :’તાવ આવ્યો કાં?’ આવ્ય મારા ભાયના હાળા, જો તારા હોથા નો કાઢી નાખું તો મારુ6 નામ સવજી નંય.’ ને તું નંઇ માને બેન પણ ઇ કપાતરે હાચોહાચ મારા હોથા બોલાવી દીધા. હુ6 તો રોંઢો નો’તો થ્યો તંયુનો ભાગી આવ્યો સું, માંડ્ય સૂટ્યો કરીને ભાગ્યો’તો…. ભૂખ્યો-તરશ્યો, લોથ જેવો તારી વાત્ય જોયને બેઠો’તો. ‘ બેય ભાયબંધ બશારા ભૂખ ને થાકના માર્યાં જોલે સડ્યા. જોલે સડેલી ઇતડીને તાવે હલાવી, ‘આપડે બેય કાલ્ય જગા બડલીએ તો કેવું ?’ ઇતડીએ મૂંડો હલાવ્યો. તે ભાય બીજી હવારે તાવ ગ્યો વાણિયાને ન્યાં ને ઇતડી ગઇ કણબીને ન્યાં.

હજી જરાતરા ડિલ ધગ્યું ને ભાય વાણિયો ધોત્યું હાથમાં લેતોકને ઘરમાં ભાગ્યો. રાડ્યું દેતો જાય ઇ તો :’ એ કપુડિયાની મા, એ ઢોલિયો ઢાળ્ય, ગાડલું પાથર્ય રે… એ મને ટાવ આવ્યો સે બાપલિયા રે… હે મને શિડો કડી દે… કપુડિયાની મા…રે… એ મડી ગ્યો રે બાપલિયા…’ એ ભાય, તાવને તો ભાર્યે માંયલો જલસો પડી ગ્યો. એણ્યે તો મનમાં જ ગાંઠ્ય વાળી લીધી… ‘હાંજુકના ઇતડીને હંધાય હારા વાના કયાવું પશી થોડક દિ આંય કણે ધામા નાખવા સે…’

ઓલી કોર્ય ઇતડી ગઇ કણબીને ન્યાં. સવજી પટેલ કોહ ને રાંઢવા હાર્યે કાંક્ય મથતા’તા તંયે લાગ જોયનેઇતડી તો સવજી પટેલના ડિલે સડી ગઇ. પટેલે હળવળાટ થાતા જરાક થપાટ મારી પણ વળી પાસા પોતાના કમઠાણ વાંહે મંડાઇ પડ્યા. ઇતડી તો ભાય પગ્યેથી વાંહામાં  થાતીકને ભરાણી પટેલની બગલમાં. પટેલ એક શેઢેથી બીજે શેઢે ધોડવામાંથી નવરો થાય તો એને ઇતડી કૈડ્યાનું ઓહાણ આવેને ? ઇતડી તો ભાય હાંજ નો પડી ન્યાં તો ટબ્બા રેખી થય ગય. દિ’ આથમ્યે તાવને ભેળી થાવા પાદરે ગઇ. ઇતડીએ જોયું કે તાવનું મોઢુંય પોતાની જેમ જ ઝગારા મારે સે… ઇ તો પશી બેય દાંત કાઢતાં જાય, તાળિયું દેતાં જાય ને ભાય રાજી રાજીના રેડ થઇ ગ્યાં. બેયે બીજે દિએ પાસાં હતાં ન્યાં ને ન્યાં જાવું એવો કોલ કર્યો ને પાણી મેલ્યું કે તાવે કેદિ’યે ખેડૂને ન્યાં નો જાવું ને ઇતડીએ કેદિ’યે વાણિયાને ન્યાં નો જાવું, ઇ તો ભાય જાવા ઠેકાણે જ જવાય, નકર હડસેલા ખાવાનો વારો આવે, હમજ્યાને ?

===========================================

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
3 comments on “ઇતડીને તાવ બાનીવાતું /શરીફાબેન વીજળીવાળા/ ઇમેજ
 1. pragnaju કહે છે:

  સરસ વાત
  આ મેંગી એક પ્રકારનાં જંતુ, ‘મેંગી માઈટ’ (ઇતડી)ને લીધે થાય છે. તે સામાન્યતઃ તો નિષ્ક્રિય રીતે જ ચામડીમાં ચોટી રહે છે પરંતુ, જેવું પ્રાણી નિર્બળ બને કે તે નિર્બળતાને લીધેતેની રોગ-પ્રતિકારક-શક્તિ ઘટી જાય, ત્યારે તે …
  આપણા ભજનમા પણ
  સ્તન ઉપર ઇતડી, પય ન પિવે પિવે અસ્રકને ।।
  તેમ અભાગી જીવ જેહ, તે મોક્ષ ન ઇચ્છે ઇચ્છે નર્કને ।।

 2. Vineshchandra Chhotai કહે છે:

  very good combination ………………………….life is like this ONLY ,try ot understand right path…………………………………..with pre,m n om

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
 • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: