દ્યો ને રન્નાદે !(હાલરડું)

HAALARADA

(‘હાલરડાં’[લોકગીતોનાં અને સ્વરચિત] /ઝવેરચંદ મેઘાણી/ગૂર્જર )માંથી ચપટીક:

દ્યો ને રન્નાદે !

[બાળક માતાના પેટમાં હોય ત્યારથી જ એને માટે હાલરડું ગવાય. પહેલી વાર ગર્ભ ધારણ કરતી સ્ત્રીનો ‘ખોળો ભરવા’નો અવસર આવી છે તેને સીમંત કહે છે. એ સીમંતને પ્રસંગે સંદલ અથવા રન્નાદે (સૂર્યની રાણી)ની સ્થાપના ઘરમાં કરી હોય છે. તેની સન્મુખે એ સ્ત્રીને બેસારીને બીજી સ્ત્રીઓ ટોળે વળી ગાય છે. ગીતમાં વર્ણવેલાં લક્ષણો રાય-રંક સર્વનાં બાળકોમાં સામાન્ય હોય છે.]

 લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,

પગલીનો પાડનાર દ્યોને , રન્નાદે !

વાંઝિયા-મેણાં, માતા, દોહ્યલાં.

દળણાં દળીને ઊભી રહી,

પાળ્યું*નો પાડનાર દ્યોને રન્નાદે !

વાંઝિયા-મેણાં, માતા, દોહ્યલાં.

પાણી ભરીને ઊભી રહી,

છેડાનો ઝાલનાર દ્યો ને, રન્નાદે !

 વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

મહીડાં વલોવી ઊભી રહી,

માખણનો માગનાર દ્યો ને રન્નાદે !

 વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

 

રોટલા ઘડીને ઊભી રહી,

ચાનકીનો માગનાર દ્યો ને રન્નાદે !

વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

ધોયોધફાયો મારો સાડલો,

ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !

 વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

પછી પ્રાર્થનાની ફલસિદ્ધિરૂપે ઉપલી દરેક કડી આ પ્રમાણે ફેરફાર કરી ગવાય છે:

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,

પગલીનો પાડનાર દ્યોને , રન્નાદે !

અનિરુદ્ધ કુંવર મારે લાડકો.

ક્યાંક આમપણ ગવાય છે:

ઘરને પછવાડે રૂડું ઘોડિયું,

પારણાનો પોઢનાર દીધો, રન્ના દે,

વાંઝિયા-મેણાં માએ ભાંગિયા-

*પાળ્યું: ઘંટીના થાળામાં, દળતી વખતે ચડતી લોટની શગ.

નોંધ: ‘હાલરડાં’ /ઝવેરચંદમેઘાણી ની આખી ચોપડી ટૂંક સમયમાં  ઇ-બુક સ્વરૂપે ‘www.aksharnaad.com’ પર મૂકાશે.

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “દ્યો ને રન્નાદે !(હાલરડું)
  1. Vineshchandra Chhotai કહે છે:

    do advcie us on release of ebook , without fail ,pl with prem n om

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,770 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: