લોકગીત

LG

સોમવાર 11મી જુન, 2012 ને જેઠ વદ આઠમ, 2068

લોકગીત

કાળો ઘોડો ને કાળો કામળો રે,

રાજા રામ ચાલ્યા વનવાસ !

તમે તો ચાલ્યા રે રાજા ચાકરી રે,

તમારી રાણીને કોનો આધાર રે,

રાજા રાણીને કોનો આધાર રે !

 

તમને સોંપું રે રાણી રેંટિયો રે,

તમને સોંપું છું ભાર કપાસી રે,–રાજા રામ…

રેંટિયો ભાંગીને રાંધું ખીચડી રે,

તારા કપાસમાં મેલું ઇંગાર રે !—તમારી રાણીને…

બીજું સોંપું રે સુંદર સાસરી રે,

બીજાં સોંપું માય ને બાપ રે ! –રાજા રામ…

બળી રે તારી સુંદર સાસરી રે,

તારાં રોતાં મેલું માય ને બાપ રે !– તમારી રાણીને…

પાન સરખી રે હું તો પાતળી રે,

મને બીડલે વાળી લઇ જાવ રે !– તમારી રાણીને…

એલચી સરખી રે હું તો મઘમઘું રે,

મને દાઢમાં ઘાલીને લઇ જાવ રે !– તમારી રાણીને…

સોપારી સરખી રે હું તો ઠીંગણી રે,

મને ગજવે ઘાલીને લઇ જાવ રે !– તમારી રાણીને…

સોટી સરખી રે હું તો પાતળી રે,

મને હાથમાં ઝાલી લઇ જાવ રે ! — તમારી રાણીને…

===================

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: