માતૃવંદના

MAA

‘માતૃવંદના’ 


31 પાનાનું એક કેલે ન્ડર, જેમાં તારીખ, વર્ષ કે વાર નથી , પણ’મા’વિશેના અવતરણો , જે મને ખૂબ જ ગમ્યા, તેનો ગુલાલ આપ સૌની સંગે

પ્રાપ્તિ સ્થાન:   જયંત પ્રિન્ટરી, 352/54, ગીરગામ રોડ, મુરલીધર મંદિર કમ્પાઉન્ડ, ઠાકુરદ્વાર પોસ્ટ ઑફિસની બાજુમાં, મુંબઇ 400002 ફોન: 022-22057171 

જયંત પ્રિન્ટરી, 352/54, ગીરગામ રોડ, મુરલીધર મંદિર કમ્પાઉન્ડ, ઠાકુરદ્વાર પોસ્ટ ઑફિસની બાજુમાં


MAA

મા

  1.               પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઇશ્વર

માટે અશક્ય થયું એટલે જ તેણે ‘મા’ નું સર્જન કર્યું.

2.               બાળપણમાં ગોદ આપનારને ઘડપણમાં દગો ન દેશો.

3.               ભગવાનને ભજવાથી ‘મા’ મળતી નથી,

   પરંતુ ‘મા’ને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે.

4.            જે ધરતી પર પહેલો શ્વાસ તેં લીધો,

.ત્યારે તારી માતા તારી પાસે હતા.

પરંતુ મા-બાપ છેલ્લા શ્વાસ લે ત્યારે તું પાસે રહેજે.

5.   જગતમાં ‘મા’ બનીને જોશો તો…

     ક્યાંય દુર્ગુણ નહીં દેખાય.

     ’દુશ્મન’ બનીને જોશો તો…

     ક્યાંય પણ સ ગુણ નહીં દેખાય.

6.   ઘરની ‘મા’ને રડાવે છે ને મંદિરની ‘મા’ને ચુંદડી ઓઢાડે છે?  ! ?

7.  ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે… જનનીની….

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે… જનનીની….

8.  મા બાપ વગરનું ઘર એટલે…

    ધબકારા વિનાનું હ્રદય.

9.  આઠ વરસનો તારો બાબલો જો

    તારા પ્રેમને ઇચ્છે છે તો…

    એંસી વરસના તારા મા-બાપ

    તારા પ્રેમને કેમ ન ઇચ્છે?

10. પરથમ પરણામ મારા માતાજીને કહેજો ,

    માન્યું જેણે માટીને રતનજી.

    ભૂખ્યા રહી જમાડ્યા અમને,

    જાગી ઊંઘાડ્યા એવા,

    કાયના કીધલાં જતનજી

11. ઓ મા ! તમારા વહાલની વહાલપથી,

    ઉઘાડ્યા મારા અંતરના દ્વારને.

    મારી આંખોથી માણી,

   મેં સોનેરી સવારને.

12. ત્રણ જગતનો નાથ પણ

    મા વિના અનાથ છે.

13. માનો ખોળો એટલે …

    દુનિયાની સહુથી સલામત જગ્યા.

14. મા એક એવી ઋતુ છે,

    જેને કદી પાનખર

    આવતી જ નથી.

15. રોમેરોમે હેતભર્યું…

     જેના વેણેવેણે વરદાન.

     ઘેર ઘેર એ બિરાજે…

    ‘મા’રૂપે ભગવાન.

16. જે મસ્તી છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી.

    અમીરી કોઇ અંતરના મહાલયમાં નથી હોતી.

    શીતળતા પામવાને માનવી તું કાં દોટ મૂકે?

    જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.  

બાકીનાસુવાક્યો  ટૂંક સમયમાં  અહીં જોઇ શકશો

 


 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous
2 comments on “માતૃવંદના
  1. Jitendra કહે છે:

    આજે પહેલી વાર આ વેબ-સાઈટ જોઈ, માણી………અમેરિકા માં રહીને આવું ઉત્કૃષ્ટ વાંચન માણવા મળ્યું.
    વતન ગુજરાત ને યાદ કરી આંખ માં ઝળઝળિયા આવી ગયા, તમારો આભાર માનું છું.
    હું ગુજરાત સમાચાર, ચિત્રલેખા, લાફ્ટર એન્ડ હેલ્થ તો લવાઝમ ભરી ભારત થી પોસ્ટ માં મંગાવી નિયમિત
    વાંચુ છું જ, પણ ખબર નહિ કેમ !!! આજે ખૂબ મઝા પડી ગઈ. કદાચ ઝવેરચંદ મેઘાણી અને કલાપી ને કારણે
    પણ હોય.- ફરી તમારો ખૂબ-ખૂબ આભાર.
    જીતેન્દ્ર વોરા
    ટેમ્પા-ફ્લોરીડા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: