વેણીભાઇ પુરોહિત

Venibhai purohit

વેણીભાઇ પુરોહિત

આજે વેણીભાઇ સાથે બે-ત્રણ ગીતો ગણગણીએ.

(1)અમે

 

અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાં,

અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ:

 ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ:

વેરને વલોણે મનખો માગે છે હથિયાર,

માગે કોઇની ઓથ, કોઇના ઝીલવા પ્રહાર,

અમને વ્હાલી રે તલવારું, અમને વ્હાલી લાગે ઢાલ:

અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ:

સતને મેદાને રમતા ગમે રે રણધીર,

લાભને દેનારું ગમતું ખોરું રે ખમીર.

વનના કેસરી વ્હાલા ને વનના વ્હાલા રે શૃગાલ:

અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ:

અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાં.

મનડામાં સામસામાં વાસના-વેરાગ,

તનડામાં સામસામાં તૃષ્ણા ને ત્યાગ.

રૂડા લાગે રે વાયરા, રૂડા લાગે રે મરાલ:

અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ:

અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાં.

==================================

(2) અમલકટોરી

ભર મન ! બ્રહ્મપ્રેમનો પ્યાલો રે

મને હરિરસ વ્હાલો રે…

અંગૂર ને આંબાના રસને મનથી મૂકી દીધો,

સતવાયકનો લીલો લીમડો ઘૂંટી ઘૂંટી પીધો:

મારગ સુરગંગાનો લીધો

–ભર          મન.

માયાનાં ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી,

હૈયાનાં કંગાલ મનોરથ દીધા આજ વધેરી:

વાગી અનહદની રણભેરી.

–ભર          મન.

કાળ તણું કરજુગલ બિચારું રગડે છો તન-માટી,

જીવનની લાખેણી ખલમાં બ્રહ્મભક્તિ મેં વાટી:

મારે ઊંચી અત્મ-સપાટી.

–ભર          મન.

સંતન ! મેં સંજીવન પીધું, ગયો કાળ-ઘા ઠાલો,

’આખર’ની વૃંદાવનકુંજે ગુંજત મુરલીવાલો:

ઊડે ચેતનરંગ ગુલાલો.

–ભર          મન.

રગરગ બ્રહ્મભાવના ફોરી !

 પીધી હરિરસ-અમલ કટોરી !

===================================

 (3) હેલી

હરિકીર્તનની હેલી રે મનવા ! હરિકીર્તનની હેલી.

ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી,

ધામધૂમ નર્તન-અર્ચનની સતત ધૂન મચેલી :

રે મનવા !

હરિકીર્તનની હેલી.

મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી,

મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી :

રે મનવા !

હરિકીર્તનની હેલી.

નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઇ વરસેલી,

કેવી અકલ અલૌકિક લીલા ! કોઇએ નથી ઉલેલી:

 રે મનવા !

હરિકીર્તનની હેલી.

======================

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “વેણીભાઇ પુરોહિત
  1. pragnaju કહે છે:

    નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઇ વરસેલી,

    કેવી અકલ અલૌકિક લીલા ! કોઇએ નથી ઉલેલી:

    રે મનવા !

    હરિકીર્તનની હેલી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,880 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: