સાંઇ મકરંદ

SAI MAKARAND

સાંઇ મકરંદ

આજે રવિવાર છે, તો ચાલોને નિરાંતે સાંઇ મકરંદને મળવા જઇએ.

એક

અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર;

તરબોળી દ્યોને તારેતારને,

વીંધો અમને વ્હાલા, આરંપાર;

આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,

તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલા ભોગળ-આગળા,

ભરો લખ લખ અદીઠા અંબાર;

 

આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઉધઇ-ખાધું ઇંધણું,

તમે ધગધગ ધૂણીના અંગાર;

પડે પડે પ્રજાળો વ્હાલા, વેગથી,

આપો અમને અગનના શણગાર:

આવો, રે આવો હો જીવણ, આમના.

 

===================================

બે.

જિન્દગીભર જીવતું આલાં જિગર આપો મને,

મુફલિસીમાં મ્હેકતું મગરૂર સા આપો મને,

નૂર આંજેલી નશાઘેરી નજર આપો મને,

પાય કેડી પાડતા, સાબૂત કર આપો મને,

– ને સદા ગાતો જતો સ્હેલાણી સ્વર આપો મને.

ક્યાંય પણ રોનક નથી એ, ને નથી એ રોશની,

ડાહીડમરી ચોતરફ ચાલે હવા કાં હોશની?

આપની મહેફિલ ! અને ત્યાં બોલબાલા દામની?

થાય છે : છોળો ઉછાળી દઉં છલકતા જામની-

કોઇ દીવાનાનો દામન તરબતર આપો મને,

તેજનો વાઘો સજી ફરતા તિમિરનો દોર છે,

રેશમી જાળે વણેલું શું મુલાયમ જોર છે !

જૂઠની જાદુગરી છે, પ્રેતનો કલશોર છે,

કેટલો કોમળ ગુલાબી કેર ચારેકોર છે !-

ના ખપે ફાગણ ફરેબી, પાનખર આપો મને,

જોઉં છું વણઝાર વેગીલા કદમની ડૂકતી,

જેમને ઝંઝા ગ્ણ્યા એની સવારી ઝૂકતી,

ક્યાં ગઇ હસ્તી ભર્યું ઘરબાર હાથે ફૂંકતી?

 પાંખની પાછી ધજાઓ થાય આભ ફરુકતી-

આંખમાં એકાદ પળ જો માનસર આપો મને.

મેઘલી રાતો કદી હો, દૂધલી રાતો કદી,

ઓળઘોળી જાતને આઠે પ્રહર ગાતી જતી,

સિંધુને ખોળે સમાવા હર મુકામે સાબદી,

જિંદગી કેરી વહો ભરપૂર બે કાંઠે નદી-

આપજો બસ એટલું કાંઇ અગર આપો મને.

========================================

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,140 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: