નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર/[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

NALAKUBER

નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર

ગોપીઓ વારંવાર કાનાની ફરિયાદ  યશોદાને કરતી હોવાથી મા યશોદાને ગુસ્સો ચડ્યો. અત્યંત વહાલા, સુકુમાર તોફાની કાનને આજે હું સજા કરીશ. ગોપીઓની ઘણી ફરિયાદ આવે છે. માએ નક્કી કર્યું આજે કાનાને ખાંડણિયા સાથે બાંધી દઉં. કાનાને બે હાથ પકડી ખાંડણિયા પાસે ઊભો રાખ્યો. દોરીથી બાંધવા માંડ્યા. દોરી ટૂંકી પડી.ગોપીઓ માને દોરી આપતી જાયછે. પણ ભગવાન બંધાતા નથી. માતા યશોદા મૂંઝાયા. તે જોઇ લાલો પોતે જ બંધાઇ ગયો. કાનુડો ખાંડણિયા સહિત ઘસડાતો ઘસડાતો બગીચામાં આવ્યો. બગીચામાં બે ઝાડ હતા. કાનાનો જમણો અંગૂઠો ઝાડને અડતાં ઝાડ મટી બે પુરુષો ઉત્પન્ન થયા.બન્ને એ કાનાને વંદન કર્યા. કાનો કહે, બેસો, કોણ છો તમે? અમે કુબેરના દીકરાઓ છીએ. નળકુબેર અને મણિગ્રીવ અમારા નામ છે. શ્રીમંતના દીકરામાં દુર્ગુણ ન આવી જાય તેની વડીલોને સંભાળ લેવાનું ભગવાન કહે છે. અમે કુબેરના દીકરા સોળ વર્ષની ઉંમરે ગંગા કિનારે સ્નાન કરવા જતા હતા. ઠંડી જોરદાર, રસ્તામાં મદિરાપાન કર્યું. અપ્સરા નૃત્ય કરતી હતી ત્યાં અમે જવા લાગ્યા. રસ્તામાં નારદજી મળ્યા. તેમણે અમને વાર્યા, અમે માન્યા નહીં. નારદજીએ શાપ આપ્યો, બન્ને ઝાડ થજો. શાપ મળતાં જ અમને જ્ઞાન થયું. ભૂલ સમજાઇ. અમે નારદજીના પગે પડ્યા.માફી માગી. નારદજીએ કહ્યું, જ્યારે તમને ભગવાનનો ભેટો થશે ને તેમના ચરણારવિંદ તમને અડકશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. હે ભગવાન ! ત્યારથી અમે તમારી રાહ જોઇને બેઠા છીએ. અમે તમને સાષ્ટાંગ દંડવત્  પ્રણામ કરીએ છીએ.ભગવાન કહે, માંગો, માંગો, હું તમને શું આપું? બન્નેએ માંગ્યુ.   અમારી વાણી તમારા ગુણ ગાય. અમારા કાન તમારી કથાનું શ્રવણ કરે. અમારા પગ યાત્રા માટે વપરાય. અમારું મસ્તક તમારા ચરણમાં રહે. હે ઠાકોરજી! અમને એવી સ્તુતિ આપો કે ભ્ગવાન જગતનિયંતા છે તે અમને સતત યાદ રહે. ભગવાન ખુશ થયા. બન્નેને કહ્યું, તમારું કલ્યાણ થાઓ. બગીચામાં યશોદાએ બાલકૃષ્ણને જોય. નંદ-યશોદા બગીચામાં આવ્યા. નંદરાયે ખાંડણિયાથી કાનને છૂટ્ટો કર્યો. નંદ કહે, યશોદા અહીં આવો. આ શું કર્યું? કાનની કમર પર કેવો કાપો પડી ગયો છે? જાવ, તેલ લઇને આવો. નંદરાય ફૂંક મારી કાનની કમર પર તેલ ઘસવા લાગ્યા. દોરડાનો ડાઘ કમર પર તોય રહી ગયો. ડાઘ જોઇ યશોદા-નંદને ખૂબ દુ:ખ થયું. બન્ને ધ્રૂસકે ધ્રૂસકે રોયા. ગોકુળ ગામના બધા લોકો કાનને જોવા આવ્યા. ભગવાન કહે,  બધાને જમાડો.મારા પરના પ્રેમભાવને લીધે સહુ આવ્યા છે. કોઇ જમ્યા વિના ન જવું જોઇએ.

ઉપનંદ નામનો ગોવાળિયો નંદરાય પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ધરતીકંપ થાય છે અને ઝાડ પડે છે. બધા ભેગા થઇ જાવ. આખું ગોકુળ ભેગું થયું. સૌ વિચારવા લાગ્યા, માનો કે ન માનો પણ આ બાલકૃષ્ણના જન્મથી અહીં અનેક રાક્ષસો આવ્યા. આ જગ્યા ખાલી કરી બીજે ક્યાંક જતા રહીએ. બધાએ ભેગા મળી વિચાર્યું કે જવું તો ક્યાં જવું? બાજુમાં વૃંદાવન છે ત્યાં જતા રહીએ.એમ નક્કી થયું. કાનુડાને પાંચમું વર્ષ ચાલતું હતું. ગોકુળ છોડી સૌ વૃંદાવન જવા નીકળ્યા. રસ્તામાં મોરલા નૃત્ય કરતા’તા. ભગવાન બાલકૃષ્ણનું કામદેવ જેવું સુંદર સ્વરૂપ, માથે મોરપિચ્છનો મુગટ, કાનમાં ફૂલો, પીળું પીતાંબર ધારણ કરી વેણુ વગાડતા હતા. ગોકુળવાસીઓ કૃષ્ણ કનૈયાલાલકી જય કરતાં કરતાં ગોકુળ છોડી વૃંદાવન આવ્યા. ભગવાને બધા માટે રહેવાની સુંદર વ્યવસ્થા કરી. ગાયો માટે ગૌશાળા બનાવી. સવારે વહેલાં ઊઠી માતાપિતા અને ગાયને પ્રણામ કરવા, માતાપિતાને કમમાં મદદ કરવી.વનમાં વાછરડા ચરાવવા જવુ6 આ નિત્યક્રમ બાલકૃષ્ણ ભગવાને વૃંદાવનમાં આવી શરૂ કર્યો.

નોંધ: હવે પછી વત્સાસુરવધ નો પ્રસંગ કહેવાશે.

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: