પૂતનાવધ અને શકટાસુર વધ//[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

POOTNA VADHA

પૂતનાવધ

[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]

કંસે પોતાના વેરીને મારવા પોતાની બહેન પૂતનાને શહેરો, ગામડાં વગેરેમાં બાળકોનો નાશ કરવા મોકલી. પૂતના ગોકુળમાં આહીરાણીના રૂપમાં આવી. દહીં, દૂધ, પીળાં વસ્ત્ર વગેરે લઇ લોકો યશોદાને અભિનંદન આપવા આવેલા હતા. આ ટોળામાં પૂતના ભળી ગઇ. પૂતનાને જોતાં બાળક કનૈયાએ આંખો મીંચી દીધી. પૂતના જરાક આઘી ખસી એટલે ઠાકોરજીએ ફરી આંખો ખોલી. ઘડીના છઠ્ઠાભાગમાં પૂતના બાળ કનૈયાને હીંચકામાંથી ઉપાડી ધવડાવવા માંડી.પૂતનાની છાતીમાં હળાહળ ઝેર ભર્યું હતું. ઠકોરજીએ પૂતનાની છાતીને મોં લગાડતાં જ પૂતનાના પ્રાણ હરી લીધા. ભગવાન બાલકૃષ્ણે છઠ્ઠીના દિવસે જ પૂતનાનો સંહાર કર્યો. પૂતનાના પ્રાણ જતાં તે જમીન પર પડી અને પડવાનો મોટો અવાજ થયો. અવાજ સાંભળતાં જ જશોદાજી દોડતાં દોડતાં આવ્યા. પૂતનાને પડેલી જોઇ તેની બાજુમાં રમતા બાલકૃષ્ણને જલદીથી ઉપાડી લઇ છાતી સરસા ચાંપી દીધા. નંદરાય ઘેર ન હતા. વસુદેવને આશ્વાસન આપવા મથુરા ગયા હતા. વસુદેવ કહે, હે નંદરાય, અમે સાંભળ્યું છે કે ગોકુળના બધા નવજાત શિશુને મારી નાખવા કંસે હુકમ કર્યો છે. તમે વહેલી તકે ઘરે જાવ. નંદરાય આ સાંભળી ઉતાવળા ઉતાવળા ગોકુળ આવ્યા. ત્યાં  પૂતનાને મરેલી જોઇ. પૂતનાનું તેજ ભગવાનમાં ભળી ગયું. નંદરાયે પૂતનાનો અગ્નિસંસ્કાર કર્યો. ભગવાનને દુશ્મન જાણી વેર ભાવે ભજે તેનોય પ્રભુ ઉદ્ધાર કરે છે. પૂતના આગલા જન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. વામનજીને જોઇ ખવડાવવાની ઇચ્છા થઇહતી. વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી ત્રણ પગલાં પૃથ્વી, સ્વર્ગ અને ત્રીજું પગલું માપતાં બલિરાજાને પાતાળમાં ચાંપી દીધેલા. પોતાની સંપત્તિ, સ્વર્ગનુ6 રાજ્ય લઇ લીધેલું ત્યારે મનોમન રત્નમાલાએ નક્કી કરેલું કે આ વામનને મારી નાખીશ અને તેથી બીજા જન્મમાં પૂતના થઇ.

ભગવાનની પ્રેરણાથી યશોદાને યાદ આવ્યું કે રોહિણી તારા પ્રતાપે મારે ઘેર બાળકનો જન્મ થયો. તારો બાળ અને મારો બાળ બે ભાઇઓ. રોહિણીના બળદેવ અને યશોદાનો કનૈયો.

======================================================================================

શકટાસુર વધ

ભગવાન બાલકૃષ્ણને ચોથો મહિનો ચાલતો હતો. 108મો  દિવસ હતો. ત્રીજા અને ચોથા મહિનામાં બાળકને પોટી ફેરવવાની વિધિ કરવા હવેલીમાં લઇ જવામાં આવે છે. નંદરાયે યશોદા અને રોહિણીને કહ્યું,આજે લાલાનો પડખું ફેરવવાનો દિવસ છે. આખા ગોકુળગામને જમાડીએ. આપણા બગીચામાં ગાડામાં દૂધ, ઘી, મધના ઘડા ભરી રાખીએ અને તે ગાડા નીચે બન્ને ભાઇઓનાં પારણા બાંધીએ. આખા ગોકુળગામને નિમંત્રણ આપવામાં આવ્યુંછે અને બાલકૃષ્ણના પોટી ફેરવવાનો સંસ્કાર કરવાના છે. કંસને આ વાતની ખબર પડી. કંસે સભામાં પૂછ્યું, આ સારો અવસર છે. કૃષ્ણને મારવા કોણ જશે? એક રાક્ષસ જવા તૈયાર થયો. શક્ટાસુર નામનો રાક્ષસ કનૈયાને મારવાના આશયથી ગોકુળમાં આવ્યો. યશોદા અને રોહિણી રસોદામાં હતા. મિષ્ટાન્નની સુગંધ આવતી હતી. બગીચામાં ગાડા નીચે પારણામાં ઠાકોરજી અને બલરામ સૂતા હતા. શક્ટાસુર ભગવાનના પારણા નજીક જેવો આવ્યો તેવીબાલકૃષ્ણે  જમણા પગથી તેની છાતીમાં લાત મારી. ત્યાંને ત્યાં જ શક્ટાસુર મરી ગયો. તેના પડવાનો અવાજ સાંભળી યશોદાજી દોડતાં દોડતાં બગીચામાં આવ્યા. એક મોટો ભયંકર રાક્ષસ બગીચામાં પડેલો જોયો. કનૈયાને ઉપાડી લઇ છાતી સરસો ચાંપી દીધો. કનૈયા પર ગંગાજળ છાંટ્યું. જન્મના 108મા દિવસે જ  કનૈયાએ  શક્ટાસુરને માર્યો. શક્ટાસુરનો અગ્નિસંસ્કાર કર્યો.

===============================================

નોંધ: હવે તૃણાવર્ત રાક્ષસના વધનો પ્રસંગ આવશે.

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “પૂતનાવધ અને શકટાસુર વધ//[દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા]
 1. kantilal1929 કહે છે:

  Thank you, આભાર આપની સાઈટ માટે – ઓડીયોમાં આપ આપો તો ઘણી સરળતા રહે. કોશિશ કરશો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  • Gopal Parekh કહે છે:

   ઓડીયોમાં આપવાનો નજીકના ભવિષ્યમાં પ્રયત્ન કરીશ, હાલ તુરંતમાં તો શક્યતા દેખાતી નથી, ને તે કેવી રીતે નેટ પર મૂકાય એનું આછું પાતળું જ્ઞાન પણ નથી, તમારા સૂચન બદલ આભાર.

   ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 627,738 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: