વામન અવતાર //આઠમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષિપ્ત/હસુમતીબેન મેહતા

Vaman avatar

વામન અવતાર

શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું,તમારો ભાગ્યોદય થવાનો છે. તમને ઘડીના છઠ્ઠા ભાગમાં સ્વર્ગનું રાજ્ય મળશે. દૈત્યોને યજ્ઞ કરવા તૈયાર કર્યા. શુક્રાચાર્યે દૈત્યોને અનેક જાતનું જ્ઞાન આપ્યું. યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞકુંડમાંથી ચાર ઘોડા નીકળ્યા. તે ઘોડાઓની મદદથી દૈત્યોએ યુદ્ધ શરૂ કર્યું. બલિરાજાએ ઘડીના છઠ્ઠા ભાગમાં સ્વર્ગ મેળવી લીધું.

માણસ પરિશ્રમ કરે, પ્રાર્થના કરે અને પોતાનું ભાગ્ય અજમાવે તો જીવનમાં પ્રગતિ કરી શકે. પ્રારબ્ધ, પુરૂષાર્થ અને પ્રાર્થના ત્રણ ભેગા હોય તો સફળ થવાય. દેવતાઓએ પરિશ્રમ ન કર્યો. સ્વર્ગનું રાજ્ય ગુમાવ્યું.દૈત્યોને સ્વર્ગ મળી ગયું.

દેવતાઓ પોતાનું રાજ્ય જવાથી મૂંઝાયા. માતા અદિતિ પાસે જઇ પ્રાર્થના કરી.દૈત્યોએ અમારું સ્વર્ગનું રાજ્ય લઇ લીધું છે. પાછું મેળવવા અમારે શું કરવું ? માતા અદિતિ કશ્યપ પાસે ગયા અને વાત કરી. કશ્યપે અદિતિને કહ્યું,આપણા દીકરાઓને સ્વર્ગનું રાજ્ય પાછું મળે તે માટે તમારે વ્રત કરવાનું છે. વ્રતનું નામ છેપયોવ્રત ભગવાન જેવો દીકરો મેળવવા કરવાનું વ્રત.ફાગણ સુદ એકમથી બારસ સુધી કરવાનું. આ વ્રત કરવા ભગવાનની પ્રતિષ્ઠા કરવી, પૂજા કરવી, ગાયનું દૂધ ભગવાનને ધરાવવું. ફક્ત તે દૂધની જ પ્રસાદી લેવી.-બીજું ઇશ્વરસ્મરણ કરવું. બાર દિવસ દૂધની વાનગી બનાવી નાના બાળકોને ખવડાવવી. વ્રતના છેલ્લા દિવસે બાર દંપતીને દૂધની વાનગી બનાવી જમાડવા. સ્વર્ગનું રાજ્ય પાછું મળે તે માટે આ વ્રત આપણે કરવાનું છે. અદિતિ કશ્યપે આ વ્રત કરવા માંડ્યું. દુ:ખી દેવતાઓએ માતા અદિતિને અનેક ફરિયાદો કરી. માતાએ કહ્યું,દીકરાઓ, તમારા કલ્યાણ માટે હું આ વ્રત કરું છું. વ્રત શરૂ થયું.સમય પસાર થવા લાગ્યો.

એક દિવસ મહાદેવજી વૈકુંઠમાં આવ્યા. ભગવાને મહાદેવજીનો સત્કાર કર્યો. મહાદેવજીએ ભગવાનને કહ્યું,સાગરમંથન કરતાં ઝેર નીકળ્યું તેનું પાન મેં કર્યું. તે પછી અમૃતકળશ નીકળ્યો. અમૃતની વહેંચણીના પ્રશ્ને તમે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું એ તમારું અતિ સુંદર સ્વરૂપ મને જોવા ન મળ્યું. મારી તો મનની મનમાં જ રહી ગઇ. તમારા એ મોહિની સ્વરૂપના દર્શનની ઇચ્છાએ હું આજે અહીં આવ્યો છું. મહાદેવજી વૈકુંઠમાં રોકાયા. ભગવાન લક્ષ્મીજી સાથે વાતો કરતા હતા ત્યાં અચાનક હવા બદલાઇ ગઇ . વાતાવરણ સુંદર થયું. મહાદેવજીની આજુબાજુ સોળ વર્ષની કન્યા દેખાવા માંડી. કન્યાને જોતાં જ શિવજી તેની પાછળ દોડવા લાગ્યા. દોડતાં દોડતાં મોહિનીને પકડવા જાય છે ત્યાં મોહિની અદૃશ્ય થઇ ગઇ. શિવજીએ સ્નાન કરી ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરી, હે ભગવાન ! તમારી માયાથી તો તોબા તોબા !

પયોવ્રતને કારણે માતા અદિતિ સગર્ભા થયા. નવમો મહિનો ચાલુ થયો. અદિતિની એક જ ઇચ્છા છે કે દીકરો થાય અને મારા દીકરાઓનું સ્વર્ગનું રાજય પાછું અપાવે. અદિતિ નિયમિતભગવાનની સેવા કરતા હતા. ઠાકોરજીની પ્રતિમા સામે બેસી પ્રાર્થના કરતા,હે યજ્ઞેશ ! હે અચ્યુત, તમારા ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. અદિતિ પ્રાર્થના કરતા હતા ત્યાં જ વિરાટ સ્વરૂપ ધારા કરેલ હજાર હાથવાળા ભગવાન પ્રગટ થયા. અદિતિએ ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન બોલ્યા,હે માતા અદિતિ, હું તમારા ઉદરથી દેવતા સ્વરૂપે જન્મ લઇશ. સ્તુતિ કરતાં કરતાં અદિતિએ વિચાર્યું, આ વિરાટ સ્વરૂપ ઇશ્વર મારા પેટમાં કેમ સમાશે? ભગવાને અદિતિને વિચારતા રોકી લઇ પૂછ્યું, મારી સ્તુતિ કરતાં કરતાં બીજી બાજુ આવો વિચાર? અદિતિએ એકરાર કર્યો. ભૂલની ક્ષમા માગી અને પ્રશ્ન પણ કર્યો, આપ આ વિરાટ સ્વરૂપે મારા પેટમાં કેમ સમાશો? ભગવાને જવાબ આપ્યો,હે માતા અદિતિ ! જે પતિ પત્ની સાથે મળી મારૂં આરાધન કરે તેને ઘરે દીકરો થઇને આવું છું. તારા દીકરા દેવતાઓ રખડે છે. તેની મને ખબર છે. તેઓનો ઉદ્ધાર કરવા, તેઓનું સ્વર્ગનું રાજ્ય પાછું અપાવવા હું તમારા ઘરે દીકરો થઇને અવતરીશ. શુકદેવજી કહે, હે પરીક્ષિત ! પૂરા દિવસ થયા. ભાદરવા મહિનાની સુદ બારસ હતી. અદિતિ-કશ્યપે ઇશ્વરનુ6 આરાધન કર્યું. બુધવાર હતો, અભિજિત નક્ષત્ર હતું.સૂર્યનો પ્રકાશ વધતો હતો. વનરાજી ખીલી ઊઠી સ્થિર થઇ ઊભી હતી. એ જ વખતે કશ્યપે અદિતિને ઘરે ભગવાન વામનનો જન્મ, બટુક સ્વરૂપે થયો. કશ્યપે જોયું, દીકરો સાક્ષાત્  ભગવાન

છે. દીકરો મોટો થવા લાગ્યો. બટુકને જનોઇ આપી. બટુક ભિક્ષા લેવા નીકળ્યા.

દૈત્યોના રાજા બલિરાજાએ યજ્ઞ શરૂ કર્યો. રાજાએ પ્રતિજ્ઞા લીધી કે મારે આંગણેથી કોઇ ખાલી હાથે ન જાય. પાંચ વર્ષના બટુક મહારાજ ધીમે ધીમે બલિરાજા રાણી વિંધ્યાવલીને કહે છે. કરોડો સૂર્ય આવતા હોય એવું લાગે છે. સાક્ષાત્  ઇશ્વર અહીં આવતા હોય એમ લાગે છે. મારૂં હૈયું કાબૂમાં નથી. વામનજી ધીમે ધીમે આવતા હતા. આવીને બલિરાજાને કહે, હે રાજા ! તમારા કુળમાં તમારે દ્વારેથી કોઇ ખાલી હાથે ગયું નથી, એવા દાનવીર રાજા તમારો જય હો. બલિરાજાએ વામનજીને આવકાર આપ્યો અને કહ્યું, મારે દ્વારેથી કોઇ બ્રાહ્મણ ખાલી હાથે ન જવો જોઇએ. તમે ય બ્રાહ્મણ છો,માંગો. બટુકજી કહે,ત્રણ પગલાં પૃથ્વીનું દાન માંગુ છું. આ સાંભળી બલિરાજા હસવા લાગ્યા.બસ ! તારાં ત્રણ જ પગલાં. હું બ્રાહ્મણ છું અને આટલું તમારી પાસે માંગુ છું. શુક્રાચાર્ય ગુરૂએ બલિરાજાને કહ્યું, અંદર આવો. તમારું જરૂરી કામ છે. ગુરુ શુક્રાચાર્યે બલિરાજા અંદર આવ્યા એટલે કહ્યું બહુ ભોળા ન થાવ. આ બટુક કોઇ સાધારણ બ્રાહ્મણ નથી. સાક્ષાત્  ભગવાન બટુકરૂપે આવ્યા છે. હમણાં વિરાટ સ્વરૂપ ધારણ કરી તમારું ત્રણ ભુવનનું રાજ લઇ લેશે,આ તો ભગવાન વિષ્ણુ છે. તેને બીજું જે જોઇએ તે આપો પણ આ ત્રણ પગલાં જમીનની વાત રહેવા દો. બલિરાજાએ શુક્રાચાર્યને કહ્યું, તમારી વાત સાચી પણ મારા વ્રત પ્રમાણે મારે આંગણેથી બ્રાહ્મણને પાછો ન કાઢું. શુક્રાચાર્ય ગુસ્સે થઇ ગયા. શાપ આપ્યો. હે બલિરાજા ! તારો નરકમાં વાસ થશે.વિધ્યાવલીએ પતિને સલાહ આપી.ખોટું બોલી ના કહી દો. વિંધ્યાવલી કહે,ગૃહસ્થાશ્રમમાંપત્નીને ઉત્સાહના વચનથી વશ કરવામાં, કોઇના વિવાહ થતાં હોય ત્યારે, મશ્કરીમાં, આજિવિકા માટે, ગ્રામ માટે, બ્રાહ્મણો માટે અને કોઇની હિંસા થતી રોકવા ખોટું બોલવામાં પાપ નથી. બલિરાજા કહે, હે વિંધ્યાવલી, સાંભળો. દાન આપતી વખતે આપનારનો જીવ કળીએ કળીએ કપાય તો દેનાર તથા લેનાર સુખી ન થાય. બટુકજી બોલ્યા,ભીંતને પણ કાન હોય છે. મેં તમારો પતિપત્નીનો અને ગુરુ સાથેનો ઝગડો સાંભળ્યોછે. તમારા ગુરુએ તમને આટલું ઐશ્વર્ય અપાવ્યું છે, અને હવે તમે નરકમાં જાવ એવો શાપ આપે તેના કરતાં હું દાન લીધા વિના ચાલ્યો જાઉં છું. બલિરાજા કહે, હે ગુરુજી ! મને નરક કબૂલ છે પ્ણ આંગણે આવેલો બ્રાહ્મણ ખાલી હાથે જાય તેમ નહીં થવા દઉં. બટુકજીએ બલિરાજાને દાનનો સંકલ્પ કરાવ્યો. સંકલ્પ કરાવવા ઝારીમાંથી જળ ન નીકળી શકે તે માટે ગુરુ શુક્રાચાર્ય પાણીની ઝારીના નાળચામાં પેસી ગયા. ઝારીમાંથી જળ ન નીકળતાં દર્ભશલાકા લઇ બટુકે ઝારીમાં ભરાવી. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઇ. આંખમાંથી લોહી નીકળ્યું. સંકલ્પ કરવા જળ પવિત્ર જોઇએ. જળમાં લોહી ભળવાથી અશુદ્ધ થઇ ગયું.ઝારી બદલી નાખો. વાત ચારેબાજુ ફેલાઇ ગઇ કે બલિરાજા પોતાની પ્રતિજ્ઞા કે વ્રત માટે બધું જતું કરવા તૈયાર છે. બલિરાજાએ આસન આપી વામનજીને બેસાડ્યા. વિંધ્યાવલી અને બલિરાજા સરસ રીતે તૈયાર થઇ વામનજીના જમણા પગના અંગૂઠાને પાણી ચડાવે છે. ત્યાં ગંગાજી પ્રગટ થયા. બ્રહ્મચારી વામનજીએ ગંગાજીને કમંડળમાં ભરી ચારેબાજુ છંટકાવ કર્યો. ગંગાજીના ચરણસ્પર્શ કર્યા. ભગવાનના અંગૂઠાની પૂજા કરી. તિલક કર્યું. માળા પહેરાવી, દાનનો સંકલ્પ કરાવ્યો. બલિરાજાએ સંકલ્પ કર્યો, મારે આંગણે આવેલ બટુક બ્રહ્મચારીને તેના ત્રણ પગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કરૂં છું. બટુકજીએ કહ્યું,બોલો સ્વસ્તિસ્વસ્તિ બોલતા ભગવાને હાથ લાંબો કર્યો.સ્વસ્તિ બોલતાં જ ભગવાને વિરાટં સ્વરૂપ ધારણ કર્યું. એક પગલું ભૂમિ પર, બીજું પગલું સ્વર્ગમાં, હવે હું ત્રીજું પગલું ક્યાં મૂકું? બલિરાજાએ પોતાના દેહનું દાન કર્યું ન હતું.રાણી વિંધ્યાવલીએ કહ્યું,હવે તમારા દેહનું દાન કરો. બલિરાજાના કહેવાથી ભગવાને ચરણ બલિરાજાના મસ્તક પર મૂક્યો. બલિરાજાના દાદા પ્રહલાદજી ત્યાં આવ્યા. ભગવાન વામનને પ્રણામ કર્યા. ભગવાને પ્રહલાદજીને કહ્યું,જોઇ આ તમારા પૌત્રની દશા? પ્રહલાદજીએ ભગવાનને કહ્યું,અમારું સદ્ ભાગ્ય છે કે અમારા કુળમાં ભગવાન માગણ થઇ દાન લેવા આવ્યા છે.

માનવ જન્મે છે ત્યારે શરીર પર વસ્ત્ર પણ નથી હોતું. કાંઇ સાથે લાવ્યા નથી. કાંઇ સાથે લઇ જવાનું નથી.

પ્રહલાદ્જીએ ભગવાનને સાષ્ટાંગ દંડવત્  પ્રણામ કર્યા. વિંધ્યાવલી અને બલિરાજા ભગવાનને કહે, હે ભગવાન ! એક વખત આપના ચરણસ્પર્શ કરવા દો. અમને ચરણસ્પર્શ કરવાની રજા આપો. ભગવાન કહે,બલિરાજા ! હું તમને બંધનમાંથી મુક્ત કરું છું. અધૂરો યજ્ઞ પૂરો કરો. દેવતાઓના રાજા ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય સોંપી દો. તમે અને વિંધ્યાવલી, ચાલો મારી સાથે, ચાલો પાતાળમાં, તમે મારા શેઠ અને હું તમારો છડીદાર. તમારું હંમેશા રક્ષણ કરીશ. બલિરાજાએ યજ્ઞ પૂરો કર્યો. અખિલ બ્રહ્માંડનો નાયક અંગરક્ષકબની બલિરાજાની આગળ ચાલવા લાગ્યા. બલિરાજાની પાછળ એક સ્ત્રી આવી, બલિરાજાને કહે, ઊભા રહો, હું તમારી બહેન છું. રાખડી બાંધવા આવી છું. બલિરાજા કહે, બહેન, તું મને રાખડી બાંધીશ એટલે મારે તારા ભાઇ તરીકે તને કાંઇક આપવું પડશે. મારી પાસે તો ફૂટી કોડી યે નથી. આ તમારા પહેરેગીર છે તે મારા પતિ  છે. મને તે આપી દો. હું તેની પત્ની લક્ષ્મી છું. લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી.

ભગવાને છડીદાર બની બલિરાજાનું રક્ષણ કરે છે. ત્રણ વર્ષ પછી રાવણ બલિરાજાને મારવા આવ્યો. ભગવાને કહ્યું, હું બલિરાજાનો છડીદાર, નોકર છું.પહેલાં મારી સાથે યુદ્ધ કર. પહેલાં મને હરાવ પછી મારા શેઠ સાથે યુદ્ધ કરજે. ત્રણ વખત રાવણને હરાવી ભગવાને પાછો મોકલ્યો અને બલિરાજાનુ6 રક્ષણ કર્યું, આમ ભગવાને વામન અવતાર ધારણ કરી દેવોનું સ્વર્ગનું રાજ્ય પાછું અપાવ્યું. બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું.

શુકદેવજી કહે, હે પરીક્ષિત ! હવે હું તને ભગવાન પરશુરામ, રામ અને કૃષ્ણની કથા કહીશ.

નોંધ: આ સાથે સ્કંધ આઠમો અહીં પૂરો થાય છે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 637,283 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 276 other followers

તારીખીયું
મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: