અમીં નહીં !અમીં નહીં ! [છોળ/પ્રદ્યુમ્ન તન્ના/પ્રસાર/પાનું105]

PRADYUMN TANNA

અમીં નહીં !અમીં નહીં !

[છોળ/પ્રદ્યુમ્ન તન્ના/પ્રસાર/પાનું105]

રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ

ઇ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ

તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજાં

સઇ ! અમીં નહીં ! અમીં નહીં !

જેટલું સુગાળવી નજર નિહાળી રિયાં

આવતાં ને જાતાં સહુ લોક

એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં

ઓઢણ ઉતાર્યાં છડેચોક !

એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો

કે ઓર કો’ મલીર હવે ઓઢે ઇ બીજાં

સઇ ! અમીં નહીં ! અમીં નહીં !

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની

જીવને ના છોભ જરી થાતો,

જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો

જોઇ બૂઝી બાંધ્યો છે નાતો !

એ જી ભવભવના ભાગ લીધાં આંકી લેલાડ

કે ચાંદલો ગમે તે હવે ચોડે ઇ બીજાં

 સઇ ! અમીં નહીં ! અમીં નહીં !

1987

1965ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝાઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઇ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્નિ સંગ ભારત પાછા ફરતાં સંજોગવશાત્ , ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘેર આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુયભેળુ મળ્યું. રોઝાલ્બાને ત્યારે અંગ્રેજીઆવડતું નહોતું. આમ થતી રહેતી પૂછા હું એને ઇટાલીયનમાં કહી સંભળાવતો અને એણે દીધો ઉત્તર ગુજરાતીમાં. બાપુએ રમૂજમાં સવાલ કર્યો ‘દીકરી ! તારે ગામ કોઇ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી,’બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઇ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી. હવે છોડે ઇ બીજા !’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદ્ ગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત.

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “અમીં નહીં !અમીં નહીં ! [છોળ/પ્રદ્યુમ્ન તન્ના/પ્રસાર/પાનું105]
  1. vimala કહે છે:

    vraj geet sambhalaviyu tem raasleela pan dekhadsho e vinanti

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 637,280 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 276 other followers

તારીખીયું
મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: