સઇયરું પજવે //પ્રદ્યુમ્ન તન્ના

સઇયરું પજવે //પ્રદ્યુમ્ન તન્ના

સઇયરું પજવે રે સઇયરું પજવે,
હાં રે પૂછે કરી કરી પલક મીંચામણી:
’અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!’
જટાળા કો’ જોગી જેવા મસ માથે જટિયાં
ને ઓળી ઓળી ખાંતે વા’લો પાડે એવાં પટિયાં!
અધપડિયાળા ઘેને,
મશડી આંજે રે નેણે,
શામળો ને ઓઢે પાછો કંધે કાળો કામળો !
ઓહો! મૂરત બની છે કંઇ લોચન લુભામણી !
અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!
દંન આખો વન માંહી ધેન લઇ ભટકે,
રે શીખનાં બે વેણ કોઇ કે’તો વાત વટકે!
આંખ્યું કરી કરડીકૈં મુખ એવું મરડીને,
કે’નારાની પાંહે ભૂંડો દાણ સામાં માંગતો!
બાઇ! રબારાના છોરે લીધી દોર સારા ગામની !
અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!
લાખ તમીં બોલો ઇંનું વાંકું એકસરખું,
આ રહી રહી તો ય હું તો હિયે મારે હરખું!
ભૂલિયા સંધાયે જ્યહીં, પરખ્યો મીં એક ત્યહીં,
(ને) કાયનો ના જોયો મીં તો રંગ એલી માંયલો !
(એવું) રતન પામી છું જેની નથ સરખામણી!
અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!
પ્રદ્યુમ્ન તન્ના

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “સઇયરું પજવે //પ્રદ્યુમ્ન તન્ના
  1. […] લોચન લુભામણી !અડદિયે મોહી શેં ઓ કમોદ […] મા ગુર્જરીના […]

  2. kantilal1929 કહે છે:

    શ્રી પ્રદ્યુમ્ન તન્ના મારા મિત્ર હતા એમની કૃતિ જોઈ યાદ કરૂં છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,412 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: