કબૂલ્યું,તે કર્યું?//મારા ગાંધીબાપુ /ઉમાશંકરજોશી//
લોકમિલાપ/ખિસ્સાપોથીમાંથી
દક્ષિણ આફ્રીકામાં જોહાનિસબર્ગમાં ગાંધીજી વકીલાત કરતા ત્યારની વાત છે.ઘરથી ઑફિસ ત્રણ માઇલ દૂર હતી. એક વાર ગાંધીજીના સાથી શ્રીપોલાકે ગાંધીજીના તેરેક વરસના પુત્ર મણિલાલને ઑફિસેથી એક પુસ્તક ઘેર લઇ આવવાનું કહેલું. મણિલાલ ભૂલી ગયા. વાત ગાંધીજી સુધી પહોંચી.ગાંધીજી મણિલાલ પાસે ગયા.પૂરી મૃદુતાથી પણ મક્કમતાથી પુત્રને કહ્યું : રાત અંધારી છે, પંથ વિકટ છે, આવતાં-જતાં છ માઇલ થાય; છતાં તેં કબૂલ્યું હતું એટલે ઑફિસ જઇને મિ.પોલાકને પુસ્તક લાવી આપવું રહ્યું. સાંભળીને બા અને ઘરનાં બધાં વિમાસણમાં પડી ગયાં. બાપુએ આવો આગ્રહ શા માટે રાખવો જોઇએ એવા સવાલો પણ ઊઠયા. ઓફિસના સાથી કલ્યાણદાસભાઇએ કહ્યું: જોઇએ તો હું પુસ્તક લઇ આવું,અથવા તો મણિલાલ સાથે મને જવા દો. ગાંધીજીએ બીજો વિકલ્પ સ્વીકાર્યો. તેરેક વરસના કિશોર પુત્રે મોડી રાતે પણ શ્રી પોલાકને પુસ્તક લાવીને આપ્યું-પોતે સ્વીકારેલું કામ પાર પાડ્યું એની પુષ્પથીયે કોમળ પણ વજ્રથીયે કઠોર પિતાએ બરોબર કાળજી રાખી. +++++++++++++++++++++++++++++++++++++++++
ઇશ્વર છે તેની ખાતરી
જોહાનિસબર્ગમાં ગાંધીજી વહેલા ઊઠે,પ્રાર્થના કરે,કોઇ વાર ઘંટી થી ઘઉં દળે,ચૂલો સળગાવે અને કીટલીમાં પાણી ગરમ કરવા મૂકે. મકાનના જાજરૂની બાલદીઓ છથી દસ ફૂટ જેટલી ઊંચાઇવાળી એક ટાંકીમાં સાફ થતી. નાહવા ધોવાનું પાણી પણ એમાં એકઠું થતું. એ ટાંકી ખાલી કરવા અઠવાડિયે મ્યુનિસિપાલિટીની બે ઘોડાથી ખેંચાતી લોખંડી ટાંકી લઇને હબસીઓની ટુકડી આવતી. સફાઇકામપૂરું થાય એટલે સ્વચ્છ થઇ,ઠંડી હોય ત્યારે તો પૂરતાં કપડાંને અભાવે ધ્રૂજતા હબસીઓ ગાંધીજી પાસે આવે.
એમનાં ટમ્લરમાંપોતાને હાથે બનાવેલી ગરમાગરમ ચા કીટલીમાંથી રેડવાનો ગાંધીજીનો ક્રમ હતો.
ગરમ ગરમ ચા પીતાં આભાર દર્શાવતાં તેઓ ડાબો હાથ ઊંચો કરીને ઝુલુ ભાષામાં કહેતા :
“ ‘ કોસ બાબા ફેઝલુ—ઇશ્વર ઉપર છે.’
પણ એની ખાતરી તો અમને તમારી આપેલી ગરમ ગરમ ચાના પ્યાલાથી થાય છે.”
===========================================
જા,મેં પણ મીઠું છોડ્યું
બાની તબિયત ખૂબ કથળી હતી. માંડ બચ્યાં હતાં. રોગે ફરી ઊથલો માર્યો. બીજા ઉપચારો કામ ન આવ્યા,એટલે બાપુજીએ પોતાના નિસર્ગોપચારની વાત મૂકી, મીઠં અને કઠોળ છોડવા બાને વીનવ્યાં,તેકામાં જાણકારોનાં લખાણો વંચાવ્યાં, સમજાવ્યાં; પણ બા માને નહિ.
બાથી કહેવાઇઅ ગયું “કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઇ કહે તો તમે પણ ન છોડો.”
સાંભળીને બાપુને દુઃખ થયું.પણ મારો પ્રેમ ઠાલવવાનો આ પ્રસંગ છે, એમ સમજાતાં હર્ષ પણ થયો. બોલ્યા : જા, તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બંને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.
” બાને ભારે પશ્ચાત્તાપ થયો. તે બોલી ઊઠયાં : “મને માફ કરો. તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઇ ગયું.હવે હું તો કઠોળ ને મીઠું નહિ ખાઉં.પણ અતમે તો તમારું વેણ પાછું ખેંચી લો ! આ તો મને બહુ સજા કહેવાય.”
બાપુ :” તું કઠોળ-મીઠું છોડશે તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહિ. મને તો લાભ જ થવાનો. ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.” બા :”તમે તો બહુ હઠીલા છો. કોઇનું કહ્યું માનવું જ નહિ.”
બા ખોબો આંસુ ઢાળી શાંત રહ્યાં. પણ પતિ-પત્નિ વચ્ચેના આ પ્રસંગમાંથી બાપુને સત્યાગ્રહની ચાવી મળી. પ્રેમ દ્વારા કરેલા ત્યાગથી સામાના હૃદય સુધી પહોંચવું અને એના જીવનમાં કલ્યાણક પરિવર્તન સાધવામાં મદદરૂપ થવું, એ સત્યાગ્રહનો કીમિયો છે. તેથીસ્તો બાઔ આ પ્રસંગ વિશે કહે છે : “તેને મારી જિંદગીનાં મીઠાં સ્મરણોમાંનું એક માનું છું”
+++++++++++++++++++++++++++++++++++++++++++
રિવૉલ્વર રક્ષા કરશે?
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને એક બુધ્ધિશાળી અને વફાદાર ગોરા સાથી મળી ગયા હતા.એમનું નામ કેલનબેક. એક વાર ગાંધીજી ખીંટી પરથી પોતાનો કોટ લેવા ગયા ત્યાં પાસે લટકતા કેલનબેકના કોટના ગજવામાં એમને રિવૉલ્વર દેખાઇ. એમણે એ બહાર કાઢી અને પૂછ્યું :”રિવૉલ્વર તમે શા માટે રાખો છો ?
કેલનબેક: “અમસ્તી જ !”
ગાંધીજીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યો :” રસ્કિન-તોલ્સ્તોયનો તમારી ઉપર ખૂબ પ્રભાવ છે,તેઓએ એવું લખ્યું છે ખરું કે વગર કારણે રિવૉલ્વર ગજવામાં આખવી ?”
કેલનબેક વિનોદ સમજ્યા, શરમાયા. દબાતે અવાજે એમણે કબૂલ કર્યું :”જાણવા મળ્યું છે કે કેટલાક ગુંડાઓ તમારી પાછળ તમને મારવા માટે ફરી રહ્યા છે.”
ગાંધીજી કહે : “એટલે તમે આ રિવૉલ્વરથી મારી રક્ષા કરવાના, એમને ?”
કેલનબેક :”જી હા. એટલે જ હું તમારી પાછળ પાછળ હંમેશાં ફરુંછું.”
ગાંધીજી હસી પડ્યા. “વાહ રે ! ત્યારે તો હું હવે નિશ્ચિંત બન્યો. મારું રક્ષણ કરનારાએ (પ્રભુએ) તમને જ જવાબદારી સોંપી છે, એમને ? અથવા તો તમે પોતે આપમેળે એ સ્વીકારી છે. એટલે તમે જીવતા હો ત્યાં સુધી મારે મારી સલામતી જ સમજવાની ને ?વાહ,ભાઇ, તમે તો પરમેશ્વરનો અધિકાર પણ ઝૂંટવવાની ઠીક હિંમત કરી !”
કેલનબેક સમજ્યા. પોતે કોણ રક્ષણ કરવાવાળા? બાપુને રોમેરોમે એમણે એ શ્રધ્ધા જોઇ કે, રક્ષણ કરવાવાળો તો સર્વ શક્તિમાન મારો રામ બેઠો છે. એની ઇચ્છા હશે ત્યાં સુધી આ શરીરને કોઇ કશું કરી નહિ શકે, અને એનો હુકમ છૂટશે ત્યારે આ શરીરને કોઇ રક્ષકો કે દાક્તરો બચાવી નહિ શકે. +++++++++++++++++++++++++++++++++++++++++++
સાપ સાથે
ફીનિક્સ આશ્રમમાં એકવાર અંધારી રાતે બારણા બહાર મોટા સાપનો ફૂંફાડો સંભળાયો.દીવાની મદદથી જોયું તો સાપનો લિસોટો પડેલો.જોયું તો પાણીની ટાંકી પાછળ સાપ ભરાયેલો. સાપ ત્યાં વારંવાર નીકળતા. સાપને પકડવા રેશમની દોરીના ગાળાવાળી લાકડી આશ્રમવાસીઓ વાપરતા. સાપને ગાળામાં લઇ બહર ખેંચી કાઢ્યો.
સાપ તોફાને ચઢ્યો.ગૂંચળું થઇને પછાડ ખાય અને હાથમાંથી લાકડી છૂટી જાય એવું જોર કરે.એટલામાં ગાંધીજી ત્યાં આવી પહોંચ્યા. સાપને જોતાં જ બોલ્યા : આ તો બહુ ભારે જનાવર છે. તમે દોરી બહુ સખત રાખશો નહિ.એ પીડાશે.
સાપ કષ્ટાતો હતો એ ગાંધીજી તરત વરતી ગયા. એમણે કહ્યું :એને નીચે મૂકો.
આશ્રમવાસીઓ વિચારમાં પડ્યા કે બાપુએ શું ધાર્યું હશે. સંભાળીને હળવેકથી સાપને નીચે મૂક્યો. ગાંધીજીએ કહ્યું : દોરી ઢીલી કરો. એની ડોકે દોરી બેસી જાય નહિ.
દોરી બિલકુલ ઢીલી કરી દેવામાં આવી. સાપને નીકળી જવા દેવો હોય તો નીકળી જવા દઇ શકાય એટલી ઢીલી.
ગાંધીજી લાંબા પડેલા સાપ પાસે બેઠા,એની પીઠ પર ધીમેથી હાથ ફેરવવા લાગ્યા.સાપને પસવારતાં એમનાથી ઉદગાર થઇ ગયો : કેવું સુંદર પ્રાણી !
હાથના મીઠા સ્પર્શની અસરતળે સાપ ગેલમાં પૂંછડી હલાવવા માંડ્યો. ક્યાં થોડી ક્ષણો પહેલાંનો વીફરેલો પ્રચંડ નાગ, અને ક્યાં આ પ્રેમની મોહિનીને વશ થયેલ જીવ !
થોડી વાર રહીને બાપુએ ઊઠીને સૂચના આપી :આને સંભાળીને ઉઠાવજો અને દૂર નાખી આવજો.
સોમવાર,ત્રીસમી જૂન 2008 ને જેઠ વદ બારસ 2064
મંગળવાર, પહેલી જુલાઇ 2008 ને જેઠ વદ તેરસ 2064
મોટર પાછી દઇ દો !
જર્મન સ્થપતિ કેલનબેક ગાંધીજીની જીવનરીતિથી આકર્ષાઇનેતેમના સાથી બન્યા હતા.ગાંધીજી બીજી વાર જેલમાંથી છૂટવાના હતા તે દિવસે કેલનબેક એક નવી મોટર ખરીદીને એમને લેવા માટે જેલને દરવાજે જઇને ઊભા.
ગાંધીજી જેલમાંથી બહાર આવ્યા.બધાને મળ્યા.કેલનબેકે મોટરમાં બેસવા વિનંતી કરી.
ગાંધીજીએ પૂછ્યું :”કોની મોટર છે ?”
”મારી છે. સીધો ખરીદીને અહીં લાવ્યો છું.”
”શા માટે ખરીદી ?”
કેલનબેકનો ઉત્સાહ થોડોક ઓસર્યો. સંકોચપૂર્વક બોલ્યા :”આપને લઇ જવા માટે.”
ગાંધીજીએ તરત મિત્ર પાસે માગણી મૂકી :” આ મોટર તમે અત્યારે ને અત્યારે જ લિલામ કરવાના મથક પર મૂકી આવો. મારે માટે તમને મોહ કેમ ઊપજ્યો? હું એમાં બેસવાનો નથી.તમે મોટર મૂકીને પાછા આવો ત્યાં સુધી હું અહીં જ ઊભો છું”
કેલનબેક તરત મોટર લિલામ-મથકે મૂકી આવ્યા.એ પાછા ફર્યા ત્યાં સુધી ગાંધીજી એમને લેવા આવેલા સૌ જેલને બારણે જ ઊભા રહ્યા.કેલનબેક આવ્યા પછી એમની સાથે સૌ પગપાળા મુકામ પર ગયા. ===========================================

[…] પુત્રને કહ્યું : રાત અંધારી છે, પંથ […] મા ગુર્જરીના […]