બેસણાની બલિહારી/નટવરલાલ જી.શાહ

બેસણાની બલિહારી/નટવરલાલ જી.શાહ(મોડાસા) જન્મભૂમિ પ્રવાસી**રવિવાર 10/08/2008

મુંબઇમાં પાકટવયે એક બહેન ગુજરી ગયાં,. આ બહેનને ફૂલનાં કુંડાનો, જૂની ફિલ્મોનાં ગીતોનો અને વિવિધ વાનગીઓ બનાવીને જમવા-જમાડવાનો શોખ હતો. તેમના મૃત્યુ પછી તેમના જેવા જ રસિક અને ક્રાંતિકારી પતિદેવે વિશિષ્ટ પ્રકારનું બેસણું રાખ્યું. બેસણાના સ્થળે પહોંચવાના રસ્તાની બંને બાજુ ફુલનાં કુંડાઓની હારમાળા કરવામાં આવી હતી. ભજનોની કેસેટ કે ભજનિકોની ભજનસંધ્યાને બદલે જૂની ફિલ્મોનાં ગીતોની કેસેટ વાગતી હતી. ત્યાં બોર્ડ મૂકવામાં આવ્યું હતું કે ‘સ્વર્ગસ્થને ગમતાં ફૂલનાં કુંડા અને વિસરાતા સૂરને માણ્યા પછી તેમને ગમતી વાનગીઓનો આસ્વાદ કરી જશો તો સદગતના આત્માને શાંતિ મળશે.’
છે ને અદભુત વાત ! બેસણામાં તો સોપ્ગિયા મોઢે શિસ્તબધ્ધ રીતે બેસવું પડે. દંભ અને કેવળ દંભ…! જે ગયું એનો શોક તો કોઇ સ્વજનને હોય તો હોય, બાકીના માટે તો બેસણું એક ‘વ્યવહાર’ જ ગણાય. સ્વર્ગસ્થ ‘હૃદયસ્થ’ ન હોય તો શોક ક્યાંથી થાય? કહે છે કે મુંબઇમાં તો ઘણા બધા લોકો છાપામાં બેસણાંની કોલમ જ સૌથી પહેલાં વાંચે છે. ‘વ્યવહાર ડાહ્યાઓ’ વ્યવહાર ચૂકી ન જવાય તે બાબતમાં ખૂબ જ કાળજી રાખતા હોય છે.
બાકી તો ‘બેફામ’ કહી ગયા તેમ –
’ આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મારા મોત પર
એ બધાએ જિંદગી આખી હોય રડાવ્યો છે મને’
‘બેસણું રાખનાર ‘ અને ‘બેસણામાં આવનાર’ બંને એકરીતે ઔપચારિકતા નભાવતા હોય છે. કાજી સાહેબનો કૂતરો મરી ગયો તો બેસણામાં ગામ ઊમટી પડ્યું અને ખુદ કાજી સાહેબ ગુજરી ગયા તો કાળા કાગડા પણ બેસ્વણામાં આવ્યા નહીં. જેનું બેસણું હોય તે ‘સદેહે’ બેસણામાં હાજર નથી રહી શકતો એ આપણા સૌ ને માટે આશીર્વાદ રૂપ છે. જેણે જેણે સદગતને જિંદગીભર સતાવવામાં કંઇ બાકી ન રાખ્યું હોય તેવા લોકો બેસણામાં આંસુ સારતા હોય છે.
અમારા આ લખાણ થી આપ જરય માની લેશો નહીં કે અમે બેસણાના વિરોધી છીએ.વાસ્તવમાં અમે તો ‘બેસણા’ ના પુરસ્કર્તા છીએ. ‘બેસણા’ જેવો મિલન-મુલાકાત-મુસાફરીનો મોકો જગતમાં જડવો મુશ્કેલ છે. બેસણું એ તો પરોપકારનો એક અનન્ય પ્રસંગ છે. સદગતના સગાવહાલાઓનો સમાજમાં કેવો માન-મોભો અને મરતબો છે તેની ખરી જાણતો બેસણામાં જ થાય છે. આથી ઘરનું ગોપીચંદન ખર્ચીને પણ હે સજ્જનો અને સન્નરીઓ !બેસણામાં તો તમે જજો જ. મનુષ્ય તરીકે આપણો ધર્મ છે. આ ધર્મ ચૂક્યા તો રવરવ નર્કમાં જશો. આ નાનકડા લેખ દ્વારા અમારે બેસણું રાખ્યું હોય તેમને પણ એક શીખ આપવી છે. બેસણું રાખો તો ‘નમૂનેદાર બેસણું ‘ રાખજો. નર્મદ કહી ગયો છે કે ‘નવ કરશો કોઇ શોક રસિકડાં, નવ કરશો કોઇ શોક’ બાય ધ વે, એક બીજી વાત , આપ સ્વર્ગસ્થ થાઓ ત્યારે આપના સ્વજનો’નમૂનેદાર બેસણું’ રાખે એવી આગોતરી વ્યવસ્થા કરવાનું આપ વિસરશો નહીં. અમને આ પળે તો એમ લાગે છે કે જાહેર જનતાના લાભાર્થે ‘નમૂનેદાર બેસણા’ ની કંસલ્ટંસી કોઇ ઔધ્યોગિક ગૃહે સવેળા શરૂ કરવી જોઇએ. ખરું ને !
જયશ્રીકૃષ્ણ.

નટવરલાલ.જી. શાહ
ભૂમિપુત્રમાં જગદીશ શાહ લિખિત લેખ (01/02/2006)ના આધારે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “બેસણાની બલિહારી/નટવરલાલ જી.શાહ
  1. vimala કહે છે:

    kaharej sacho rivaj, samaj mate svikarva jevo.

  2. […] કરવામાં આવી હતી. ભજનોની કેસેટ કે […] મા ગુર્જરીના […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 665,254 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 278 other followers
તારીખીયું
માર્ચ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: