નાહી તોડું//મીરાંબાઇ

નાહી તોડું//મીરાંબાઇ

જો તુમ તોડો પિયા, મૈં નાહી તોડું;
તોસોં પ્રીત તોડ, કૃષ્ણ! કૌન સંગ જોડું?
તુમ ભયે તરુવર, મૈં ભઇ પંખિયા;
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા,
તુમ ભયે ગિરિવર, મૈં ભઇ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઇ ચકોરા.

તુમ ભયે મોતી પ્રભુજી,
હમ ભયે ધાગા;
તુમ ભયે સોના,
હમ ભયે સોહાગા.
મીરાં કહે, પ્રભુ!
વૃજ કે હો વાસી!
તુમ મેરે ઠાકુર,
મૈં તોરી દાસી.

જેમ હરિનો મારગ; તેમ કવિનો મારગ પણ શક્તિશાળી અને ‘ભક્તિશાળી’ હૈયું જ ઝાલી શકે.ભક્તિના અને કવિતાના માર્ગ ભિન્ન છે એમ માનનાર વર્ગ મોટો છે જ્ઞાન કે વૈરાગ્ય જ્યાં સુધી હૃદયની ઊર્મિઓને કવિતાના સૌષ્ઠવ અને નાજુકાઇ ન આપી શકે ત્યાં સુધી તે ભક્તિમાં અનિવાર્ય એવાં નિષ્ઠા અને સર્વસમર્પણના ભાવ જન્માવી ન શકે.ભક્તિની નિષ્ઠા વગર જે હૃદય કલાની સજાગ કરામતોમાં અટવાયા કરે તેના ભાવાવેશને નૈસર્ગિક વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નથી: અને ત્યાંસુધી કવિતા પ્રગટવી પણ મુશ્કેલ છે. આમ, ભક્તિ અને કવિતાને લોહીની સગાઇ છે.ગીતા,બાઇબલ,ગ્રંથસાહિબ કે કુરાન આ ભીતરી સત્યની સાખ પૂરે છે. માણસ પથ્થરને નમે કે ‘શ્રધ્ધાના આસનને ‘ નમે કે જીવનમાં કે વ્ય્ક્તિમાં જે કંઇ સુંદર છે, જે કંઇ ઊર્ધ્વ છે તેને નમે –એણે પંથ તો આરાધનાનો જ ઝાલવાનો છે : આરાધ્યદેવ ગમે ત્ત હોય. આમ, ભક્તિ કે કવિતાની જન્મભોમ તો એક જ છે.
અને એટલે જ કલાનું તત્વ ગૌણ ગણનાર મીરાંની કવિતા જનમનમાં ચારચાર સૈકાઓથી વણાઇ ગઇ છે. મીરાંનું જીવન અને કવન તપાસનારકહી શકે કે મીરાં આપણી સાચી, અસલી અને આદર્શ એવી પ્રથમ હિપ્પી છે.મીરાંના જીવન થી વિવાદ ઘણો જન્મ્યો પણ એણે પોતે કોઇ વાદને આગળ કરવાને બદલે પોતાના હૃદયના નાદને જ આગળ કર્યો. આ જ એની કવિતાની મહત્તા.
મીરાંનું નામ પડે એટલે કૃષ્ણની વાંસળીનો સૂર મોરપિચ્છની વરણાગી કુમાશ સાથે મીરાંના શબ્દો લઇને આવે…
કેટલાં બધાં પદો એકસાથે કાનને ઘેરી વળે !’મુખડાની માયા લાગી રે’ ‘અબ તો મેરા રામનામ’, ‘જોગી મત જા, મત જા’ ‘સુની હો મૈંને હરિ આવન કી આવાજ’, ‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઇ’ ‘ભારતના સંગીત ના સંગીતજગતના ઉત્તમ કંઠોની ચેતનાને મીરાં આજ લગી ક્યાં ઢંઢોળતી નથી રહી !
કૃષ્ણ સાથેનો સંબંધ એ જ તો મીરાંનો આધાર છે. એના વગર મીરાં નિરાધાર.એટલે આ પદમાં મીરાં સ્ત્રીહૃદયના અને કવિ હૃદયના સકળ સત્ત્વ સાથે આ ભક્તિપૂર્ણ સંકલ્પ કરે છે : તું ભલે તોડે… પણ ‘મૈં નહિ તોડું !’
રાજકુમારી અને રાજરાણી મીરાંએ આ પદવીઓની તમા ન રાખી તો કવિપદની તૃષ્ણા તો શું સેવે? છતાં કવિપદની લાલસા વિના એના હૃદયનાં વેદના ને વૈરાગ્ય, ભક્તિ અને સંકલ્પશક્તિ ‘વિરહની શરણાઇ’ થઇને ગુંજી ઊઠે છે.એનાં કંઠ અને હૃદયભાવની અને ભાષાની મીઠાશ લઇને છ્લકાઇ ઊઠે છે. નિરંજન ભગત કહે છે તેમ, ‘મીરાંની કવિતા એની અંગત નોંધ છે.પરમાત્મા સાથેની ગુફ્તેગુ છે.’
પ્રસ્તુત પદ એટલું પ્રચલિત છે કે એનું વિવરણ કરવાને બદલે મનમાં એનું અનુરણન વધુ સુભગ થઇ પડશે. છતાં આ પદને ઝીણવટથી જોઇએ તો ખ્યાલ આવે કે તરુવર,સરોવર, ગિરિવર જેવાં આંતરપ્રાસ અને પંખિયા-મછિયા, મોરા-ચકોરા, ધાગા-સોહાગા જેવાઅંત્યપ્રાસ મીરાં માટે કેવા સહજ છે. ‘જીવનદોર તુમ્હી સંગ બાંધા’નું અફર જ્ઞાન પામી ચૂકેલી કેવા સહજ પ્રશ્ન પૂછે છે : ‘તોસોં પ્રીત તોડ,કૃષ્ણ ! કૌન સંગ જોડું?’ આમાં ખુમારી છે કે ‘ ઓઢું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય’નું તાત્ત્વિક જ્ઞાન છે?
અને તારા વગર હું નિરાધાર છું—ના, નિરાધાર નહિ, પરંતુ જીવન જ અશક્ય છે એટલું કહેવા માટે આ બળૂકું હૃદય કેટલી બધી પ્રતિરૂપોંની ભરતી સરજે છે! ‘તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા’ અને ‘તુમ ભયે સોના, હમ ભયે સોહાગા’માં આટલી નાનકડી પંક્તિઓમાં કૃષ્ણ-મીરાંનો અ-પૂર્વ- સોહામણો સંબંધ કેવો સલૂકાઇથી છતો કરી આપે છે !રાજદરબારની રીતરસમોમાં ઊછરેલી મીરાં પોતાના પ્રિયતમ પ્રભુને, ‘ઠાકુર’ કહે એ તો સમજ્યા, પણ આ રાજરાણી પોતાને ‘દાસી’ કહે એમાં એના પ્રેમનું નકશીકામ છે અને એની કવિતાનું રહસ્ય છે.
ભકત મીરાંનો વારસો શોભાવનાર સંતો ભારતભૂમિએ થોડા પણ જોયા તો છે; પરંતુ ‘કવિ મીરાં’નો વારસો સંભાળનાર કવિ આપણે કોણ જાણે ક્યારે પામશું !
જગદીશ જોષી

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: