મારા મકરંદ બાપુ//મનુભાઇ ગઢવી//ભાગ—1

મારા મકરંદ બાપુ//મનુભાઇ ગઢવી
ભાગ—1
વક્તા:– શ્રી મનુભાઇ ગઢવી સ્થળ: નંદિગ્રામ 13મી નવેમ્બર 2008

ઔમ પૂર્ણમદ: પૂર્ણમીદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદીચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમીવ અવશિષ્યતે
આપ સર્વેને મારા વંદન. પૂ. કુંદનિકા મા ને વંદન. હું ચારણ છું. અમને સરસ્વતિ પુત્ર તરીકે સમાજ ઓળખે છે. અમે હર સ્ત્રીને “મા” કહીએ અને વડિલ જ્ઞાની પુરુષોને “બાપુ” કહીને બોલાવીએ. એ અમારી સંસ્કૃતિ છે. “મા”થી મોટો કોઇ શબ્દ નથી અને “ બાપુ” થી મોટું કોઇ સંબોધન નથી. હું અહીં “મારા મકરંદ બાપુ “ ની વાતું કરવા આવ્યો છું. હું માનવીમાં ભગવાન ગોતું છું. મારે અને મકરંદ બાપુને આ ભવનો કોઇ ખાસ નાતો હોય એવું ન ગણાય.
પચાસ વર્ષ પહેલાં બાપુ રાજકોટમાં એક પ્રેસમાં બેસતા ત્યાં હું દર્શન કરવા જતો. મારા સદ્ ભાગ્યે બાપુ, સ્વામી આનંદ અને મનુભાઇ ત્રિવેદી-“સરોદ”ને લઇને મારા ઘેર ગામ રાજસીતાપુરમાં આવેલા.
મુમ્બઇમાં હું ચાલીસ વરસથી છું. બાપુના દર્શનની ઝંખના કાયમ રે. એક વખત હું દર્શન કરવા હું આ આશ્રમમાં પોંચ્યો.કુન્દનિકા માએ આવકાર દીધો. કીધું બાપુની તબિયત જરાય સારી નથી. દર્શન ન થયા. હું સ્ટેશનમાં બેસીને રોયેલો.
આટલા વરહ પછી મને કોણે બોલાવ્યો?હું શું કામ આવ્યો,બાપુ તો જાગતી જ્યોતછે. અતિતનો ધુણો છે. રાખ વળી જાય, ચેઅતનાના અંગારા ઓલાતા નથી. મારો તાર ક્યાંક સંધાયેલો હશે.
“મારા મકરંદ બાપુ” માં મને શું દેખાણું છે? સાધક,વેધક, ફકીર, ઓલિયો, ગાફિલ, ત્યાગી, વૈરાગી, બંદો, પરખંદો, મનવેધુ, મઢુડો, માણીગર મરદ અને ભેરૂબંધ આ બધાય “મારા મકરંદબાપુ”માં પલોંઠી વાળીને બેઠેલા મેં જોયા છે. મકરંદ બાપુ પાબંદ આદમી છે. પડછંદ આદમી છે, સ્વચ્છંદ આદમી છે. સાચ માટે ઝઝુમતા, મૃત્યુને ભેટવા તૈયાર, ઘરવિહોણા ભુખ્યાને પોતાના ભાણાનો રોટલો ખવરાવી દેતા, ગુલામોની કતારમાં ઉભેલાના વાંહામાં પડતા ચાબખાથી વહેતા લોહીની વેદના અનુભવતા મેં જાણ્યા છે, માણ્યા છે. મારી કોઇ લાયકાત નથી. ચણતર, ભણતર કે ગણતર નથી. દરજીની ટેપ લઇને હિમાલય માપવા નીકળ્યો છું. ટીટોડી દરિયો ઉલેચવા નીકળી છે. પણ…..ચારણ છું. મરદોની જાનમાં જ જાઉં છું. વીરડા ઉલેચું છું. ખટદરશન પછીના અનુભવ ઉપર ઉભેલા લોક-દર્શનનો વિદ્યાર્થી છું. જેને કલ્પવૃક્ષને બદલે હૈયામાં લોક-સંસ્કૃતિનો આસોપાલવ ઉગાડી લીધો છે એવા “મારા મકરંદ બાપુ” ની થોડીક વાતું મારી કાલી ઘેલી ભાષામાં કહેવા મથીશ. સાંસાગડથલ કરીશ. સહન કરી લેજો. નભાવી લેજો.
મારી વાત એક વાક્યથી શરૂ કરીશ.
“પરમ ચેતનાના અસ્તિત્વના મશાલચી, છડીદર અને પેગંબર સમા માનવ જગતમાં વ્યક્તિત્વનો મહોત્સવ એટલે
“મારા મકરંદ બાપુ”
સત્યને અડી ગયેલી વિભૂતિઓ એ સત્ય બીજાને સમજાવી ન શક્યા એની હત્યા થઇ છે, વધ થયો છે. જેણે સત્યને, પ્રેમના ખંભા ઉપર બેહાડ્યું, વેદનાનો યજ્ઞકુંડ બનીને પોતાની જાત્યને પોતે જ સળગાવી એના મંદિર નથી થીયા. એના તો પગલાં જ પૂજાય છે. હું પગલાં પૂજવા આવ્યો છું.
હું સાહિત્યકાર કે કવિ નથી”મકરંદ બાપુ” “વેદવિદ’—વેદનાના જાણકાર છે. એમની વેદના—સંવેદના અને વ્યથાની વતું હું એમના પદ્યમાંથી લઇને ગદ્યમાં વાતું કરીશ.
એમની એક રચના “હીરા શીલ્પીની મા ના વેણ” થી શરૂ કરૂ છું
ડભોઇના હીરાના કારીગરે હીરાથી મઢીને એક અદ્ ભુત તોરણ બનાવ્યું.આરાજ સિધ્રાજને ગમી ગીયું. રાખીલીધું ,આવું તોરણ મારા સિવાય બીજા કોઇ પાસે હોવું ન જોઇએ. કારીગર બીજું બનાવે નઇ માટે કારીગરના બેય હાથ કપાવી નાખ્યા. કારીગર રંડવાળ્ય માનો એકનો એક દીકરો છે. મા દીકરાને જનમ દે છે ઇ જ ઘડીએ સ્ત્રીમાં મા નો પણ જનમ થાય છે. એટલે તરત જ પોતાના લોહીમાંથી દૂધ બનાવીને પોષણ આપે છે. આવા દીકરાની મા—જનેતા હાથ વગરના દીકરાને ખવરાવવા બેઠી છે.
મસાણને કાંઠે બેઠેલી ઘરડી જનેતા અને સામે મા ની સેવા કરવાની હોંશવાળો હાથ વગરનો જુવાન દીકરો છે. મકરંદ બાપુ આ બેયની વેદના જગતમાં –કાયામાં પ્રવેશ કરે છે. હાથ વગરના દીકરાની કાયામાં મુંગા બેઠા છે. મા ના ખોળીયામાંથી બોલે છે. બેટા! મારા લા, મારી આંખ્યુના રતન, મારા વાલા વિસામા ! આંધળીની લાકડી, હાલ્ય બાપ ! હું તારા મોઢામાં મારા હાથે બે’ક કોળીયા મુકું. ખાઇ લે. મારી આંખ્ય સામે તારી આંખ્ય નો માંડતો.તારી લાચાર નજરથી આ તારી જનેતાના કાળજામાં શૂળ્યું વાગે છે. ખાઇ લે,મારા પેટ. મોઢું ઉઘાડ્ય. દીકરો આંખ્યું વીંચી ગીયો છે.
માના હાથમાંથી તાંહળી હેઠી પડી ગઇ. મા બોલવા માંડી, એ રાજા ! એ સધરા જેસંગ, નખોદીયા.કઉં છું તારું રાજપાટ રઝળશે. વાંઝીયો મરીશ, મુએ મોઢામાં પાણી મુકનારું કોઇ નઇ રે. તારું જડાબીટ જાશે.તારી કાગવાસ્ય નાખનારું કોઇ નઇ રે. ભુંડે મોતે મરજે. તારા નામ માથે મલક થુંકશે. અમારો માળો વીંખ્યો, ચકલાં ચૂંથ્યા. બેટા ! તારાં તો જો જે મલક ગીતડાં ગાશે.આ મા બળતી સગડી છે. દ્સીકરોલાચાર છે. અરમાનના ભડકા થીયા છે. મા એ આ બધું જોવા જીવતા રેવું પડશે. મોત વાલુ લાગે છે તોય પાછું ઠેલવું પડશે. હૈયું બળીને ખાખ થીયું છે. હું નઇ હૌં તો મારા લાલને કોણ ખવરાવશે?
દીકરાનીય વેદના છે. જે હાથે મા ની સેવા કરવાની હોંશ હતીઇ હાથ ગીયા. મા ના હાથના આધારે જીવવું પડશે. આંખ્યું આ જોવા સાજી રઇ. આ મા અને દીકરાની વેદના મકરંદ બાપુના રૂદીયાને રોવરાવે છે. માંયલો ભીતર સળગે છે. લોક સાહિત્ય કે’છે:– લકડી જલકર કોલસા ભઇ,
કોલસા જલ ભઇ રાખ,

 મૈ પાપીણી ઐસી જલી

ન ભઇ કોલસા ન રાખ.
વેદનાનો કોઇ ઉપાય નથી. કાપડું ફાટ્યું હોય તો સાંધી લેવાય.
કાપડ ફાટ્યું હોય તો
તાણો લઇ તુણાવીએ

કાળજ ફાટ્યાં કોઇ

સાંધો ન મળે સુરના
મેં એવું સાંભળ્યું છે કે એક કીલો હરણીયા પારામાં (mercury ) એક કીલો સોનું ઓગાળીને ભેળવો તોય પારાનું વજન એક કીલો જ રહે છે, નથી વધતું નથી ઘટતું.
“મારા મકરંદ બાપુ” તો જીવતો પારો છે, ખુમારીનું ખોરડું છે. મલક આખાની વેદના કાયામાં ભર્યા જ કરે છે. એક ભમરો કેતકેના છોડ ફરતો ગુંજન કરતો ફરે છે, કેતકીના છોડપર હજી ફૂલ નથી બેઠા. ભમરાને જોઇને મુરખો શીખામણ દેવા માંડ્યો. ભમરા ! કળી ખીલી નથી, ફૂલ બનતા વાર લાગશે, આમને આમ દુ:ખી થઇને ગાતો રઇશ તો મરી જઇશ. જો આ કેરડાને માથે કેવા રંગરંગના ફૂલડાં ખીલ્યા છે. ખાઇને દિ ટુંકા કરી લે. નહિ તો મરી જઇશ. ભમરાએ જવાબ દીધો: મેં ભંવરા મુલતાનકા, કભી ન કેરડ ખાઉં, જહાં તક મીલે ન કેતકી, ઝુરઝુર મર જાઉં.
આ ઝુરઝુર એટલે વેદનામાં ઝુરવાનું. આ ઝુરાપો બાપુમાં રૂંવાડે રૂંવાડે પ્રજળી ગીયેલો. ”કોઇ ઘટમાં ગહેકે ઘેરૂં” આ શરીર તો હાલતું ચાલતું હવાનું મશીન છે.

બાપુનું ઘટ—કાયા—શરીર જનમ જનમની વેદનાયું લઇને આવે છે. પરમ ચેતનાને છેડા અડી જાય ત્યારે ઘેરી ઝાલરીયું વાગવા માંડે છે. ગહેકે નઇ તો ગળામાં ઠહકાય. પોતાની વેદના એ નથી ગહેકયા. પારકી પીડાયું વોરીને ગહેક્યા છે. બહેક્યા છે. શબદનું સાધન લઇને અભિવ્યક્તિ જ નથી કરી, ગહેક્યા છે. કાળજાં વીંધી નાખે એવીવાણીમાં ગહેક્યા છે. રવીંદ્રનાથ ટાગોરની એક કવિતામાં સાધક ઠેઠ વૈકુંઠના બારણે પોચી ગીયો. સાંકળ ખખડાવી પ્રભુના પગલાંનો પગરવ સંભળાણો.સાંકળ મુકીને ઉઘાડે પગે દોડીને ઘરે પાછો આવી ગીયો. આ સાધક મારા મકરંદ બાપુ છે. વેદનાનો વૈભવ, આનંદ એની અભિવ્યક્તિ બધું મુકીને વૈકુંઠમાં નિષ્ક્રીય બેસી રેવાનું પસંદ નો પડ્યું.બાપુ બોલે છે:
“એટલું આજ જાણી લીધું આ ભવે.
ના ફરાશે પાછું કદી ક્યાંય પાછું હવે.

 પ્યાસ છે એટલો પંથ સામે પડ્યો છે.”

બાપુની એક રચનામાં પવન વાંસના વનને કે’છે. કેમ મુંગા બેઠા છો? બોલો કાંઇક તો બોલો . વાંસના વને ભમરાને નોતરૂં દીધું. ભમરાએ વાંસમાં ગુંજારવ કરીને અંદરનો ગરભ ખોતરી નાખ્યો. વાંસ પોલો થઇ ગીયો. અહમ્ ઓગળી ગીયો.એક જ કાતળીમાંથી બંસરી બનીને ત્રિલોકના નાથ શ્રીકૃષ્ણના અધર ઉપર આસન જમાવી દીધું.
બાપુ કાળજામાં સાતમું વીંધ પાડી દે એવી વેદના ગોતવા વૈકુંઠને બારણેથી પાછા અવ્યા છે. વેદનાની મોજ માણે ઇ મકરન્દ છે અને પછી સાતમું વીંધ પાડીને લખ્યું કે મારી વાંસળીમાં સાત સાત કાણાં છે. મકરન્દ તમારી મિલ્ક્ત છે, કોઇ કીંમત નથી. ફાવે તો રાખો. નંઇતર ઘા કરીને ફેંકી દો. ખોબો ધુડ્યનો કુબો બણાયો ને બોત હુવા ખુશ બંદા ધણીએ એક લગાયા ધક્કા ચુર ચુર હુવા મકરન્દા. હવે તો હું ભિક્ષુક છું ને રાજા ભોજ પણ છું. મન માને તો લઉં શકોરું , મન થાય તો મલકને દોરૂ. તન તરકટ, તન તીર છે. મન મરકટ મન મીર છે. તનમન ફેંકીને ફરનારો ફકીર છું. પલોંઠીવાળીને બેહું તો હિમાલય છું મહોબતમાં હાલું તો ઉછળતો સાગર છું. પંજો પડી ગીયો છે કરાફાટ પીરનો તું કે તો લીરો ઉડાડું આ શરીરનો, અંદર ભડકો બળે છે કબીરનો પોથી સુણી ને

 બે કીરતન ગાયાં.

 પરસાદી લીધી મેં હથેળીમાં
ત્યાં તો મહંત ઉઠે કંઠી બાંધવા.

 પણ ડોક નમાવે ઇ બીજા,

આ મકરન્દ નંઇ ધરમનું ટીલું મારે ભાલે ને
હું ખીતીએ ટીંગાઉ , એ હવે હું નથી.
હવે તો મારી મોરલી એવી વાગે છે કે નાગ ડંખ મારતો જાય છે ને ડોલે છે, હું મકરન્દ પણ ઘેઘુર થઇને મસ્તીમાં ડોલું છું. વેદનાનો વૈભવ માણું છું. સાંઇના દરબારમાં ફરું છું. લીલું ખડ બળીને સોનેરી થઇ ગીયો છું. મારા ઘરમાં હું જ દીવો પરોવું, પધરાવુંને હું જ બુઝાવું

 મે ઉંધું ઘાલીને પાસા ફેંક્યા.

 ને મારે સવળા પડયા સોળ દાણા

તોડ થઇ ગીયોને મે વેંચ્યા ગોળ ધાણા.

 હવે તો ગેબમાં પોંચી ગઇ છે. આબરુ આ ગાફિલની મને સમજાઇ ગીયું છે કે બાદશાહો નીકળે છે ફકીરોની તાજીમ કરવા. મને ખબર છે મારા મકરન્દ બાપુ ફકીરની તાજીમ કરવા સાહિત્યના બાદશાહો નંદિગ્રામ સુધી આવી ગીયો છે. બાપુ કે છે શબદ મને સામેથી ગોતી લે છે. સાત પાતાળ વીંધીને સુર ગંગા વહાવું એવા એવા શબદ આવે છે. પણ તોય મારી વેદનાની ભઠ્ઠી તો ઓલાતી નથી. મકરન્દ બાપુ પાહે શબ્દ, પ્રાસ-કાફીયા ચીંતન અને વિષયનો તો ખજાનો છે. એમની રચનામાં સંસ્ક્રૃત, અંગ્રેજી, શિષ્ટ ભાષા અને લોક – ભાષા બધામાં લોક – સાહિત્ય સંસ્ક્રૃતિની છાંટ છે.

 

 
Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: