પરીક્ષિતને શાપ // શ્રીમદ્ ભાગવત સંક્ષેપ” (સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

B.SNXP.24

પરીક્ષિતને શાપ

 શ્રીમદ્ ભાગવત સંક્ષેપ

(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

 

અર્જુન યાદ કરે છેકે જયારેકૌરવોના કહેવાથી દુર્વાસા ઋષિ પોતાના દસ હજાર શિષ્યોને લઇ (પાંડવોને ત્યાં) અમારે ત્યાં મહેમાન થઇ જમવા આવ્યા, ત્યારે દ્રૌપડી વિચારવા લાગી આટલા બધાને જંગલમાં હું શી રીતે જમાડીશ? ઋષિ દુર્વાસા , શિષ્યો લઇ અમારે ત્યાં જમવા આવે છે, ભગવાન કૃસૅહ્ણ પોતાની બહેનની વાત સાંભળી પોતાના રથમાં છપ્પનભોગની સામગ્રી લઇ જ્યાં દુર્વાસા ઋષિ શિષ્યોને લઇ સ્નાન કરતા હતા ત્યાં પહોંચી ગયા. દુર્વાસા ઋષિને પ્રણામ કરી શ્રીકૃષ્ણે કહ્યું,” “ મારી બહેન દ્રૌપદીએ તમને બધાને જમાડવા મને મોકલ્યો છે. બપોરના બાર વાગી ગયા છે તમે સૌ ભૂખ્યા થઇ ગયા હશો. તેમની કુટિર સુધી પહોંચતાં તમને મોડું થાય તેથી અહીંયા જ ભોજન લઇ આવ્યો છું.ભગવાને દુર્વાસા અને તેમના શિષ્યોને પ્રેમથી જમાડ્યા. પછી દ્રૌપદી પાસે ગયા અને કહે, બહેન, ઋષિ અને તેમના શિષ્યોને જમાડી તારી પાસે આવ્યો છું. મને બહુ ભૂખ લાગી છે. મને જમવાનું આપ. અનેક ભીડના પ્રસંગોમાં કૃષ્ણને અમે યાદ કર્યા છે અને અમારાં દરેક કામ શ્રીકૃષ્ણે જ પાર પાડ્યા છે.

પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. રાજમુગુટ પહેરાવી રાજપાટ સોંપી પાંચપાંડવ, દ્રૌપદી અને કુંતાજી હિમાલય ગળવા નીકળ્યા. પરીક્ષિત સૌને દ્વાર સુધી વળાવવા આવ્યા. દ્રૌપદી, કુંતાનું હૈયું ભરાઇ આવ્યું. પોતાના લાડકા પરીક્ષિતને, સ્વજનોને છોડી હરિદ્વાર આવ્યાં. ગંગામાં સ્નાન કર્યું. ભગવાન નારદ ત્યાં તેઓને મળ્યા. પાંડવોએ નારદજીને પોતાની ઓળખાણ આપી કહ્યું, હે નારદમુનિ ! અમારી હિમાલય ગળવા જવું છે. નારદજી કહે, તમે ભ્રાતૃહત્યા કરી છે. તેથી તમારી યાત્રા સફળ નહીં થાય. પાંડવોએ પૂછ્યુ, હે નારદજી ! આ હત્યાના પાપમાંથી મુક્ત થવાનો કોઇ ઉપાય ખરો? નારદજીએ કહ્યું, પહેલાં કેદારનાથ જાવ. ત્યાં મહાદેવજીની સ્તુતિ કરો. તમારા પાપ બળીને ભસ્મ થશે.

નારદજીની સલાહ માની પાંડવો કેદારનાથ જવા નીકળ્યા. પાંડવો કેદારનાથ પહોંચે તે પહેલાં નારદજી દોડતાં દોડતાં શિવજી પાસે પહોંચી ગયા. શિવજીને કહેવા લાગ્યા, હે ભોળાભાઇ ! પાંડવો તમારી પાસે આવે છે. તમને પગે લાગશે . તમને પાપ લાગશે. આ વાત સાંભળી શિવજીએ તરત પાડાનું રૂપ લઇ લીધું. આ વાતની ભીમને ખબર પડી. પાડાનું મસ્તક બરફમાં ખૂંપી ગયું.

ભીમે પાડાની પીઠ પકડી લીધી. ભીમે બધા ભાઇઓને, દ્રૌપદીને, માતા કુંતાને બોલાવ્યાં. માખણનો અભિષેક કર્યો. શિવજી પ્રસન્ન થયા, પાંડવોએ કહ્યું, હે શિવજી ! અમારાં પાપ બળીને ભસ્મ થાય. શિવજીએ પાંડવોને કહ્યું, તમે કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવો.રાજા પરીક્ષિતે પાંડવો દ્રૌપદી અને માતા કુંતાની હાજરીમાં જ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શિવજીએ તેઓને આશીર્વાદ આપ્યા કે તમારી યાત્રા સફળ થશે.પાંડવોએ કેદારનાથજીને માખણનો અભિષેક કર્યો., મહામૃત્યુંજયના જપ કર્યા. ત્યાંથી પાંડવો બદ્રીનાથ આવ્યા. ભગવાનની સ્તુતિ કરી. ત્યાંથી ધર્મરાજા યુધિષ્ઠિરની આગેવાની હેઠળ પાંડવો, દ્રૌપદી, કુંતા સ્વર્ગારોહણ કરવા ચાલ્યા. રસ્તામાં સૌ પ્રથમ દ્રૌપદી પછી નકુળ, સહદેવ, ભીમ અને અર્જુન પડ્યાં. ફક્ત ધર્મરાજા યુધિષ્ઠિર સ્વર્ગનાં દ્વાર સુધી પહોંચ્યા અને સદેહે સ્વર્ગમાં પ્રવેશ્યા.

આવી રીતે પાંડવો પરીક્ષિતને રાજ સોંપી ચાલ્યા ગયા. પરીક્ષિતને ખબર પડી કે મારા રાજમાં કળિએ પ્રવેશ કર્યો છે ત્યારે તેને મારવા તૈયાર થયા. કળી પરીક્ષિતને પગે પડી વિનંતી કરી કે હે રાજા મને તમારા રાજમાં રહેવાની થોડીક જગ્યા આપો. પરીક્ષિતને દયા આવી. જુગાર,સુરાપાન, વેશ્યાગૃહ, કતલખાનું અને સુવર્ણમાં રહેવાની પરીક્ષિતે કળિને રજા આપી. કળિને સુવર્ણમાં રહેવાની રજા મળતાં પરીક્ષિતના ઘરમાં બાપદાદાના વખતનો સોનાનો મુગટ હતો તેમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત જ્યારે શિકારે જતાં ત્યારે આ મુગટ પહેરતા.

એક દિવસ પરીક્ષિત કાળા ઘોડા પર શિકાર કરવા નીકળ્યા. બપોર સુધી શિકાર ન મળ્યો. પરીક્ષિતને ખૂબ તરસ લાગી, બાજુમાં આશ્રમ જોયો. આશ્રમમાં શમિક ઋષિ સમાધિમાં બેઠા હતા. શમિક ઋષિનો દીકરો શૃંગી ગાયત્રી માતાજીનો પરમ ઉપાસક હતો. શૃંગી નદીએ સ્નાન કરવા ગયેલો. પરીક્ષિતને ગુસ્સો ચઢ્યો. આ બાવો આંખો બંધ કરી બેઠો છે. પાણીનું પણ પૂછતો નથી. બાજુમાં મરેલો સર્પ પડેલો. શમિક ઋષિના ગળામાં મરેલો સર્પ ઉપાડીને પહેરાવી દીધો અને ત્યાંથી ચાલી નીકળ્યો. છોકરાઓએ શૃંગીને રસ્તામાં આવતો જોયો. છોકરાઓએ શૃંગીને કહ્યું, તું શું કરે છે? ક્યાં છે? તારા પિતાજીના ગળામાં કોઇ મરેલો સર્પ પહેરાવી ગયું. આશ્રમમાં આવી શૃંગીએ પિતાના ગળામાં મરેલો સર્પ જોયો, તરત જ ખેંચીને કાઢી નાખ્યો. જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ મૂક્યો હશે તેને આજથી સાતમે દિવસે તક્ષક નાગ દંશ દેશે. શૃંગીએ પોતાના ગાયત્રી મંત્રના જપની શક્તિ વાપરી શાપ આપ્યો. પરીક્ષિતે જેવો મુગટ માથા પરથી ઉતાર્યો કે તરત તેને પોતાની ભૂલ સમજાણી. સોનાના મુગટમાં કળિ હતો અને જે સોનાનો મુગટ હતો તે ચોરીનો માલ હતો. મુગટ માથા પરથી નીચે મૂક્યો કે તરત જ પરીક્ષિતને સમજાયું કે પોતે નિર્દોષ બ્રહ્મર્‍ષિના ગળામાં સર્પ નાખવાની ભૂલ કરી, પાપ કર્યું, પરીક્ષિતને ખૂબ પસ્તાવો થયો. આ પાપ કરવાથી મારૂં રાજ્ય, તેજ, બળ અને યશ નાશ પામશે તેમ વિચારે છે અને આ પાપનું પ્રાયશ્ચિત મારે કેમ કરવું?

શૃંગીને પણ પોતે રાજા પરીક્ષિતને ગુસ્સામાં શાપ આપ્યો એ વાતથી ખૂબ દુ:ખ થયું. પોતાના ખોળામાં બેસી રડવા લાગ્યો. શમિક ઋષિએ પોતાના દીકરા શૃંગીને કહ્યું, દીકરા તે આશું કર્યું? સાચો બ્રાહ્મણ કદી કોઇને શાપ ન આપે. શમિક પરીક્ષિત પાસે ગયા અને કહ્યું,હે રાજા મારા દીકરાએ તેના ગાયત્રી જપની શક્તિથી તમને શાપ આપ્યો છે.તે હવે મિથ્યા તો નહીં થાય પણ તમારું શેષ જીવન શુખમય જાય. પરીક્ષિત શાપની અવધિની જાણ થતાં તરત જ રાજપાટ છોડી ગંગા કિનારે આવ્યા., જ્યાં હજારો ઋષિમુનિઓ એકઠા થયા હતા તથા શુકદેવજી ભાગવતકથા કહેવાના હતા. પરીક્ષિતે આવી મુનિઓ અને શુકદેવજીને પ્રણામ કર્યા. પોતાના શાપની વાત કરી. પોતાનું મરણ સુધરે એવો ઉપાય બતાવવા વિનંતી કરી. શુકદેવજીએ રાજાને કહ્યું, હે રાજા ! તારા મૃત્યુ પહેલાંનો સાત દિવસનો સમય મળ્યો છે તે જીવન સુધારવા માટે ઘણો છે. જીવને વાસનામાંથી  મુક્ત કરવો ખૂબ કઠિન છે. ભૂતકાળમાં ભોગવેલાં સુખો ફરી પાછાં ભોગવવાની ઇચ્છા થાય તે વાસના. હે રાજા! ચિત્તને પ્રભુભક્તિમાં લીન કરી અને ભાગવત કથા સાંભળ. તને ઇશ્વરપ્રાપ્તિ થશે-તારું કલ્યાણ થશે. પરીક્ષિતના પુત્ર  જન્મેજયે પોતાના પિતાને તક્ષક દંશ દે તો તેનું ઝેર ઉતારી આપે એવા સાપના ઝેર ઉતારનારા બોલાવ્યા. સર્પ ન કરડે અથવા ઝેર ઉતારનાર વ્યક્તિની ચારેબાજુ શોધ ચલાવી પણ નિરર્થક. પરીક્ષિતે કહ્યું,દીકરા મારા જીવને બચાવવાના પ્રયત્ન રહેવા દે. મારા કલ્યાણ માટે મને જવા દે. રાજા પરીક્ષિતની ભવ્ય સવારી કાઢવામાં આવી. માનવમહેરામણ રાજાનાં દર્શનાર્થે ઊભરાયો. રાજાએ બધાંને વંદન કર્યા. ગંગાકિનારે આવ્યા. ઋષિમુનિઓ અને શુકદેવજીને પ્રણામ કરી પ્રભુ-કથા સાંભળવા તત્પર બન્યા.

શુકદેવજી જંગલમાં તપશ્ચ્રર્યા કરતા હતા. ત્યાંથી ફક્ત પિતા વ્યાસ પાસે ભાગવત કથા સાંભળવા જ ફરી આશ્રમમાં આવેલા. શુકદેવજીએ માતાપિતાને કહ્યું, હું કથા સાંભળવા પૂરતો જ આશ્રમમાં રોકાઇશ. માતાપિતાએ તેમની વાત મંજૂર રાખેલી. જ્યારે શુકદેવજી કથા સાંભળવા ઋષિ વ્યાસના આશ્રમમાં આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં  જનકરાય અને સુનયનાની જનકપુરીમાંથી પસાર થવાના હતાં. શુકદેવજી જનકપુરીમાં આવ્યા એટલે જનકરાજા અને સુનયનાએ શુકદેવને આવકાર આપ્યો.ઝૂલામાં બેસાડ્યા. શુકની બાજુમાં સુનયના બેઠા અને શુકના ગળામાં હાથ નાખ્યો,માથે હાથ ફેરવ્યો. શુકદેવ નિ:સ્પૃહી રહ્યા. થોડીવાર બાદ નારદજી ત્યાં આવ્યા. સુનયનાને થયું લાવ નારદઋષિની પરીક્ષા કરૂં. તેમનેય ઝૂલામાં બેસાડ્યા. તેમની બાજુમાં બેસી ગળા પર હાથ મૂકવા જાય છે ત્યાં નારદ ના ના કહેવા લાગ્યા. સુનયના કહે ઋષિ નારદ તમારી તપસ્યા કાચી છે. શુકદેવજીને સુનયના અને જનકે ભિક્ષાઆપી. શુકદેવે ફક્ત હથેળીમાં રહે તેટલી જ ભિક્ષા લીધી. શુકદેવજીને જનક અને સુનયનાએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.શુકદેવજી-વ્યાસના આશ્રમમાં આવ્યા. વ્યાસે શુકને કહ્યું,  હું તને શ્રીમદ્ ભાગવતની કથા કહું છું. તે જીવનમાં ઉતારજે અને લોકોના ઉદ્ધાર કાજે કથા કરજે.

ગંગાકિનારે શુકદેવજી પોતાના પિતા પાસેથી ભાગવત કથા સાંભળી આવ્યા હતા. હજારો ઋષિમુનિઓ તેમને સાંભળવા ગંગાકાંઠે એકઠા થયા હતા. ત્યારે રાજા પરીક્ષિત શાપિત દશામાં ત્યાં આવ્યા. શુકદેવજીને પોતાના સાત દિવસના જીવનમાં શાંતિ અને મોક્ષ મળે એવો માર્ગ બતાવવાની વિનંતી કરી.

શુકદેવે રાજાને કહ્યું, હે રાજા ! સાત દિવસ હું તમોને ભાગવત કથા સંભળાવીશ. તેમાં જ મન રાખી એક ચિત્તે સાંભળો.

==============================================

 

 

 

 

 

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: