કૃષ્ણ-ભક્તિના ગીતો

 s.dalal

શ્રી સુરેશ દલાલ રચિત

કૃષ્ણ-ભક્તિના ત્રણગીતો

(1)તમે પહેલાં કોળિયો ભરો

તમે પહેલાં કોળિયો ભરો

અમે પછીથી ખાશું

નેણની ઝીણી ઝારી લઇને

જમના જળ ને પાશું

ભાવનાઓ છે પાનનું બીડું

એને મુખમાં રાખો

મીરાં ને શબરીની ભક્તિ

હળવે-હળવે ચાખો

અમે વ્હાલથી વીંઝણો કરીએ

ગીત તમારા ગાશું…

તમે ખાઓ ને તૃપ્તિ અમને

એવી અમારી પ્રીત

રોમરોમથી જુઓ વહે છે

મુરલીનું સંગીત

અમે તમોને જોતાં જોતાં

કદી નહીં ધરાશું…

====================================================

(2) શ્વાસની આવન જાવન

શ્વાસની આ તો આવનજાવન

એને તારું નામ દીધું છે

મેં તો તારા હોઠનું અમરત

આંખ ભરીને આમ પીધું છે

મેં તો તારું નામ દીધું છે…

આ મારો છે ભાવ-સમંદર

ભાવ કહો કે ભક્તિ

અમને તો બસ એક ખબર છે

પાગલ છે આસક્તિ

હજાર તારાં નામ હરિવર

મારું નામ તો સાવ સીધું છે.

મેં તો તારું નામ દીધું છે…

મીરાં કહો  કે કહો રાધિકા

કહો મને કોઇ ગોપી

મેં તો તારા નામમાં મારી

માયાને આટોપી

માન મલાજો લોપી દઇને

નહિ કહેવાનું તને કીધું છે

મેં તો તારું નામ દીધું છે…

=======================================

(3) જય જય જય શ્રીનાથજી

અમને આપો સંગ-રંગ ને

અમને આપો સાથ જી

જય જય જય શ્રીનાથજી…

જીવન આખું હોય અમારું

આરતીનું અજવાળું જી…

સ્થળે સ્થળે ને પળે પળે

તમને હું તો ભાળું જી

સથવારાનો ઉમંગ ઊછળે

જીવન તમારે હાથ જી…

હોઠ ઉપર છે નામ તમારું

રાસલીલા તો હૈયે જી

અમે કોઇના નથી કદીયે

અમે તમારા છૈયે જી

સ્મરણ તમારું હોય સદાયે

મરણ તમારે હાથ જી…

રણ ઝણ રણ ઝણ બજે ઘંટડી

ઝીણો ઝીણો નદજી

પડખે ઊભી હું તો પાડું

 હળવે હળવે સાદ જી…

કપૂરના આ દીવામાં હું

સૂરજને સંભાળું જી

શ્યામની સાથે ઊગે અમારી

જનમપૂનમની રાત જી…

===============================

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: