મણિલાલ દેસાઇ

MANILAL


મણિલાલ દેસાઇ

રાનમાં

પવન પેઠો રાનમાં તોયે

ઝાડવાં કેવાં થિર બેઠેલાં !

પાતરાં બેઠાં આંખ મીંચીને,

ફૂલ બેઠાં છે ફેરવી ડાચું.

મનમાં હાનું ભૂત ભરાયું?

કયે ઠેકાણે પઇડું વાંકું?

આજ તો જાણે મરવા બેઠાં

કાલ તો હુતાં ખૂબ ચગેલાં !

મોઇ પડેલી આમલી પેલી

બાપરિયામાં કેમ રે આજે ?

ભોગ ભરાયા રાનના હાને

ઝાડવું ઝાડવું મનમાં હીજે ?

આજ હપરવે દા’ડે ઝાડવે

ઝાંખરે ભવાં કેમ ખેંચેલા ?

પવન પેઠો રાનમાં તોયે

ઝાડવાં કેવાં થિર બેઠેલાં?

========================================================

 

તોયે ન તમે આવિયા

તે દી વહેલી સવારે બોલ્યો કાગડો

ઝબકી ઝબકી જોયું ઘરની બહાર

ખેતરની ઓ પાર

તોયે ન તમે આવિયા

પેલી કોરથી સરે છે છેલ્લી વાદળી

ઊગ્યો બારણે દિવાળી ગલગોટો

મળે ન જેનો જોટો

 તોયે ન તમે આવિયા

છેલ્લું ફૂલ ગરી ગયો મોગરોવેણી અરધી મૂકી જોઇ વાટ

સૂની તારી વાટ

તોયે ન તમે આવિયા

દીવો અળગ્યો દિવાળીનો ગોખલે

જાણે સળગી ઊઠ્યું આખું આભ

સળગી ફૂલછાબ

 તોયે ન તમે આવિયા

ઊડો પોપટ બાંધો ન ખોટી પ્રીતડી

કે’જો કોઇ જો મળે તો વનમાં

ન પ્રાણ હવે તનમાં

હવે ન તમે આવશો

સૂરજ છેલ્લો કાલે સવારે ઊગશે

છૂટશું આપણે સોનાને પિંજરેથી

રૂપાને બારણેથી

હવે ન તમે આવશો.

================================================

0તો પછી ચાલો

તો પછી ચાલો

આપણે બધા પાછા વળીએ.

ને બહાર ઊભેલી ભીડને કહીએ

કે

ઇસુ હવે મરી ગયા છે,

ગાંધી હવે મરી ગયા છે,

જેથી

એ લોકો એકબીજાની વેદનાને ચાહવા માંડે,

એકબીજાના ઘાને પંપાળવા માંડે

અને કાલે નહીં ઊગવાના સૂરજની રાહ જોવામાં

આજની રાત

ન બગાડે.

પ્રેસીડન્ટ જહૉન કૅનેડીના અવસાન પર, જાન્યુઆરી,1964

=============================================

 

વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: