GANDHI.QUIZ-2

G.QUIZ-2

 

ગાંધીજીની જીવનયાત્રા (એમના જ શબ્દોમાં) પુસ્તક પર આધારિત જ્ઞાન-કસોટી(QUIZ)

આ પુસ્તક શ્રીમહેન્દ્રભાઇ મેઘાણીએ સંપાદિત કર્યું છે અને ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદે પ્રસિદ્ધ કર્યું છે.

નોંધ:-

  1. આ જ્ઞાન-કસોટી ડાકોરના દ્વિજનારાયણ ફરતું (મફત) બાળ પુસ્તકાલયના સંચાલક શ્રી અશ્વિનભાઇ સોમેશ્વર ખંભોળજાએ તૈયાર કરી છે.
  2. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને તેમજ અન્ય સંસ્થાઓના સભ્યોને પ્રોત્સાહિત કરવા ઇનામોનું આયોજન પણ કરી શકાય.

 

    3.   આ  ક્વીઝ નો હેતુ:-

      નાના-મોટા સૌને મહાત્મા ગાંધીજી વિષે વધુ જાણકારી મળે ને  તેમના જીવનમાં તે માહિતી  ઉપયોગી           થાય

પ્રશ્નોત્તરી:

 

       પ્રશ્ન.31.ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં દાદા અબદુલ્લાનો કેસ લડવા ગયા; તે સમયે ત્યાંના સંસ્થાનોના બ્રિટીશ વડા      કોણ હતા ?

     ક. લોર્ડ કલાઇવ  ખ. લોર્ડ મિન્ટો ગ. લોર્ડ વર્ડસવર્થ  ઘ. લોર્ડ રિપન .

       પ્રશ્ન.32. ગાંધીજીના વિચારો પ્રમાણે કોઇ પણ સંસ્થાનું નાક શું છે?

     ક. વ્યવસ્થિત વહીવટ   ખ. નીતિમાન હોદ્દેદારો  ગ. ઝીણવટથી રખાયેલો હિસાબ  ઘ. ક અને ખ બન્ને

       પ્રશ્ન.33.નાતાલમાં કોંગ્રેસનું બીજું અંગ; સંસ્થાનમાં જન્મેલા અને ભણેલા હિન્દીઓની સેવા કરવા સ્થાપવામાં આવ્યું હતું? આ સંસ્થાનું નામ શું હતું?

    ક. નાતાલ કોલોનિયલ બોર્ન ઇન્ડિયન સોસાયટેએ  ખ. કોલોનિયલ ઇન્ડિયન સોસાયટી

   ગ. નાતાલ ઇન્ડિયન સોસાયટી  ઘ. કોલોનિયલ ઇંડિયન એજ્યુકેશન એસોશિએશન

       પ્રશ્ન.34. નાતાલની સરકારે હિન્દી ગિરમીટિયા પર દર વર્ષે કેટલો કર નાખવાનો ખરડો તૈયાર કર્યો?

   ક. રૂપિયા 170    ખ. રૂ.275  ગ. રૂ. 375  ઘ. રૂ. 70

       પ્રશ્ન.35.નાતાલના ગોરા વેપારીઓનું હિન્દુઓ સાથેના વિરોધનું મૂળ કારણ શં હતું?

   ક. હિન્દુઓની વેપાર કૂનેહ      ખ. મજૂરમાંથી વેપારી થયા તે

   ગ. સ્વતંત્ર વેપાર              ઘ. વેપારમાં તેમની સાથેની હરીફાઇ

   પ્રશ્ન.36.તે સમયના હિન્દુસ્તાનના વાઇસરોય લોર્ડ એલ્ગિને ગિરમીટિયા હિન્દુઓ પાસેથી કેટલા પાઉંડનો કર લેવાના ખરડાને મંજૂરી આપી?

   ક. બે પાઉંડ  ખ. ત્રણ  ગ.ચાર  ઘ. પાંચ

 

 પ્રશ્ન.37.નાતાલ કોંગ્રેસને આ કરને નાબૂદ કરવા કેટલા વર્ષ લડવું પડ્યું હતું?

  ક. ચાર માસ ખ. પાંચ માસ  ગ. પંદર વર્ષ ઘ. વીસ વર્ષ.

પ્રશ્ન.38. ઇ.સ. 1896માં ગાંધીજીએ કેટલા સમય માટે દેશમાં જવાની પરવાનગી માગી.?

ક.ચાર માસ  ખ. પાંચ માસ ગ. છ માસ   ઘ.સાત માસ

પ્રશ્ન.39. ગાંધીજીની ગેરહાજરીમાં કોંગ્રેસનું મંત્રીપદ કોને સોંપવામાં આવ્યું?

ક. બાલા સુન્દરમ  ખ. દાઉદ મહમ્મદ  ગ. ફાતમા મહેતાબ  ઘ. આદમજી મિયાંખાન.

 પ્રશ્ન.40. લોર્ડ એલ્ગિને મંજૂર કરેલા વાર્ષિક કર વિરુદ્ધની લડાઇમાં કેટલા હિંદીઓને જેલ ભોગવવી પડી હતી?

ક. પાંચ હજારથી વધુ   ખ. દસ હજારથી વધુ  ગ. પંદર હજારથી વધુ  ઘ.વીસ હજારથી વધુ

પ્રશ્ન.41.ઇ.સ. 1896ના મધ્યમાં ગાંધીજીએ દેશ જવા પોંગોલા સ્ટીમરમાં કેટલા દિવસ મુસાફરી કરી હતી?

ક. 15 દિવસ ખ. 22  ગ. 23  ઘ. 24

પ્રશ્ન.42. ગાંધીજીએ રાજકોટમાં લખેલું ચોપાનિયું, ક્યા નામે પ્રસિદ્ધિ પામ્યું.

ક. ગુલાબી ચોપાનિયું  ખ. લાલ   ગ. લીલું  ઘ. પીળું  ચોપાનિયું

 પ્રશ્ન.43. ગાંધીજીએ રાજકોટમાં લખેલા આ ચોપાનિયાની કેટલી નકલ છપાવી?

ક. પાંચ હજાર  ખ. દસ હજાર  ગ. પંદર હજાર  ઘ. વીસ હજાર

 પ્રશ્ન.44. મુંબઇમાં પહેલી વહેલી મરકી ફાટી નીકળી તે સમયે ગાંધીજીએ કઇ સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો ?

ક. શેરીની  ખ. ઘરોની બહાર આસપાસ  ગ. પાયખાનાની  ઘ. આંગણાની

પ્રશ્ન.45. મુંબઇમાં ગાંધીજીએ સર ફિરોજશાને મળવાની સલાહ કોણે આપી હતી?

ક. ન્યાયમૂર્તિ રાનડે  ખ. જસ્ટિસ બદરૂદ્દિન તૈયબજી  ગ. ગોપાલકૃષ્ણ ગોખલે  ઘ. ક અને ખ બન્નેએ.

 પ્રશ્ન.46. મુંબઇમાં સર ફિરોજશા ક્યા હુલામણા નામે ઓળખાતા હતા?

ક. મુંબઇના સિંહ.  ખ. મુંબઇના રાજા  ગ. મુંબઇના બેતાજ બાદશાહ   ઘ. ‘ક’ અને ‘ગ’ બન્ને

પ્રશ્ન.47. ગાંધીજીને સર ફિરોજશા કેવા લાગ્યા?

ક. હિમાલય જેવા ખ. વાઘ જેવા  ગ. રાજા જેવા  ઘ. ધીર ગંભીર

 પ્રશ્ન.48. ગાંધીજીને પ્રથમ મુલાકાતમાં ગોખલેજી કેવા લાગ્યા?

ક. ગંગા જેવા  ખ. સમુદ્ર જેવા  ગ. ઓછા બોલા  ઘ. લોકપ્રિય.

 પ્રશ્ન.49.ગાંધીજીએ લોકમાન્ય તિલક વિશે કેવો અભિપ્રાય બાંધ્યો ?

ક.મિલનસાર  ખ. મૃદુ સ્વભાવ વાળા  ગ. સમુદ્ર જેવા  ઘ.અલ્પભાષી.

 પ્રશ્ન.50. રામકૃષ્ણ ભાંડારકરે ગાંધીજીને કેવી રીતે વધાવ્યા?

ક. જેમ દિકરાને બાપ વધાવે તેમ   ખ. નવો નિશાળિયો દાખલ થાય તેમ

ગ. પ્રેમ અને આદર પૂર્વક           ઘ. આડંબર વિના

પ્રશ્ન.51. ગાંધીજી બીજીવાર કુટુંબ સાથે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે દાદા અબદુલ્લાની જે સ્ટીમરમાં મુસાફરી કરી હતી, તે સ્ટીમરનું નામ શું હતું?

ક. પાંગોલા  ખ. એમ.એસ.હર્ષવર્ધન  ગ. પરીબાનો  ઘ. કુરલેન્ડ

પ્રશ્ન.52.સેંટ એડમ્સ મિશનના ઉપરીનું નામ શું હતું?

ક. દા.આલ્બર્ટ  ખ. દા. બૂશ  ગ. દા. કાર્ટરાઇટ  ઘ. બૂથ.

 પ્રશ્ન.53. કઇ વ્યક્તિની સખાવતને લીધે દાક્તરના હાથે એક બહુ નાની ઇસ્પિતાલ ખુલી?

ક. પારસી પેસ્તનજી ખ. પારસી રુસ્તમજી ગ. પારસી દાવરજી   ગ. પારસી હિરાચંદ  

પ્રશ્ન.54. આ નાની ઇસ્પિતાલમાં ગાંધીજીએ કઇ સેવા કરવા પ્રબળ  ઇચ્છા જાહેર કરી?

ક. દાકતરના મદદનીશ  ખ. કમ્પાઉન્ડર  ગ. નર્સ  ઘ. એક પણ નહીં.

 પ્રશ્ન.55. ઇ.સ. 1896 અને 1901 માં ગાંધીજીને મળેલી ભેટોનું શું કર્યું?

ક. કસ્તૂરબાએ રાખી  ખ. નાતાલ કોંગ્રેસને પરત કરી. 

ગ. ટ્રસ્ટ બનાવી જાહેર કામ સારુ બેન્કમાં મૂકાઇ   ઘ. અંગત ભેટ તરીકે સ્વીકારી .

 પ્રશ્ન.56.દક્ષિણ આફ્રિકામાંથી દેશગમન કર્યું ત્યારે કલકત્તામાં ગાંધીજી કોને ઘરે રહ્યા હતા ?

ક. બંકિમચંદ્ર ચટોપાધ્યાય  ખ. બિધનચંદ્ર રોય  ગ. રવીન્દ્રનાથ ટાગોર  ઘ. ગોપાલકૃષ્ણ ગોખલે

પ્રશ્ન.57.ગાંધીજીએ કલકત્તથી રાજકોટનો પ્રવાસ ટ્રેનના ત્રીજા વર્ગમાં શા માટે કર્યો ?

ક. ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવા.  ખ. મુસાફરોના દુ:ખ જાણવા.

ગ. લોકોની ગંદી ટેવ સુધારવા                 ઘ. ક અને ખ બન્ને

પ્રશ્ન.58. કુટુંબજીવનમાં ગાંધીજી કેવા પતિ હતા?

ક.પ્રેમાળ અને ઘાતકી  ખ. શિક્ષક જેવા કઠોર  ગ. કજિયાવાળા  ઘ. ક અને ખ બન્ને

પ્રશ્ન.59. આદર્શ દંપતી તરીકે ગાંધીજી-કસ્તૂરબાનું જીવન કેવું હતું?

ક. સંતોષી ખ. સુખી  ગ. ઉર્ધ્વગામી 

ઘ. ઉપરના ત્રણેય

પ્રશ્ન.60. દક્ષિણ આફ્રિકામાં પહેલું છાપખાનું કાઢવાનો જશ ક્યા ગુજરાતી ગૃહસ્થને જાય છે?

ક. મદનજીત વ્યાવહારિક  ખ. અનસૂયા બહેન  ગ. જીવણલાલ બેરિસ્ટર  ઘ. પૂજાભાઇ હિરાચંદ

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ગાંધીજી
2 comments on “GANDHI.QUIZ-2
  1. […] કરવા ઇનામોનું આયોજન પણ કરી […] મા ગુર્જરીના ચરણે…. var AdBrite_Title_Color = '0000FF'; var […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 327,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: