બાળુડો જોગી+

bALuDO BALUDO JOGI.JHM

બાળુડો જોગી

રઢિયાળી રાત—બૃહદ્ આવૃત્તિ 1997//સંપાદક: ઝવેરચંદ મેઘાણી//પાનું261

[ગોડ બંગાળનો તરુણ રાજા ગોપીચંદ મહારાજા ભર્તુહરિનો ભાણેજ થાય. ભોગવિલાસમાં ગરક થયેલા એ પુત્રને માતા મેનાવતીએ એક સુંદર સમસ્યા વડે ભેખ લેવરાવ્યો. બરાબર સ્નાનનો સમય થયો જોયો. એની ઉઘાડી કાયા ઉપર મૂંગું આંસુ ટપકાવ્યું. આવી કંચનવરણી અને મહેકતી કાયાનો પણ એક દિવસ લય થશે. એ એના પિતાનું મૃત્યુ યાદ કરાવીને પલકમાં સમજાવ્યું.બાળુડો જોગી પોતાના જોગની કસોટી કરવા બહેનીબાને દેશ પહોંચ્યો. બહેનનાં ચોધાર રૂદન જેને ન ચળાવી શકે તે જ ત્યાગ સાચો]

 

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

હાથ પગ ચોળે એના ઘરની અસતરી,

વાંસાના મોર ચોળે માડી રે ભરથરી.

મોર ચોળંતા એનું હૈડું ભરાણું જો.

નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

નહિરે વાદળડી  ને નહિ રે વીજળડી,

આ ઓચિંતાંના નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

આવી કાયા રે તારા બાપની હતી જો,

એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી. કો’તો,

 માતાજી, અમે દુવારકાં જાયેં જો,

દુવારકાંની છાપું લઇ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો.

હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી.

કો’તો, માતાજી અમે કાશીએ જાયેં જો,

કાશીની કાવડ્યું લઇ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો,

કો’તો લઇએ ભગવો ભેખ રે ભરથરી.

બારવરસ, બેટા રાજવટું કરો જો,

તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.

બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો.

આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.

 દેશ જાજેને, દીકરા, પરદેશ જાજે જો,

એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.

આંબાનીડાળે ને સરોવરની પાળે જો,

ઊતરી છે જોગીની જમાત રે ભરથરી.

 નણંદબાઇની દીકરી ને સોનલબાઇ નામ જો.

સોનલબાઇ પાણીડાં હાર્ય રે ભરથરી.

કો’તો મામી, તમારો વીરોજી દેખાડું જો,

કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.

સાચું બોલો તો, સોનલબાઇ, સોનલે મઢાવું જો,

જૂટું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.

 

કડે સાંકળિયે મેં એને દીઠો જો

બાળુડો જોગી કેમ ઓળખાય રે

હાલો દેરાણી ને હાલો જેઠાણી બા,

જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી,

થાળ ભરીને શગ મોતીડે લીધો જો,

વીરને વધાવવાને જાય રે ભરથરી.

બેની જોવે ને બેની રસ રસ રોવે જો,

મારો વીરોજી જોગી હુવો રે ભરથરી,

પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જોયેં જો,

કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

      ************************************************************************

હરચંદ રાજા

રઢિયાળી રાત—બૃહદ્ આવૃત્તિ 1997//સંપાદક: ઝવેરચંદ મેઘાણી//પાનું260

 [‘આંબલાની  શીતળ છાંયડી’કહીને હરિશ્ચંદ્ર રાજાનાં સુખો વર્ણવ્યાં અને ત્યાર પચી ‘વેળા બહુ પડી રે’ તેનો બીજો કંઇ ઇતિહાસ ન આપતાં માત્ર કરુણરસનો ભાવ જ ઘેરો ને ઘેરો રંગી નાખ્યો છે. ]

હરચંદ રાજાને આંગણે આંબલો રે !

આંબલાની શીતળ છાંય રાજા હરચંદર

હરચંદ રાજાને વેળા બહુ પડી રે

 

હરચંદ વેચે એની મેડિયું રે,

મેડિયુંનાં અરીસા વેચાય રાજા હરચંદર

 હરચંદ રાજાને વેળા બહુ પડી રે

 

હરચંદ વેચે એના હાથીડા રે

હાથિયુંની અંબાડી વેચાય રાજા હરચંદર

 હરચંદ રાજાને વેળા બહુ પડી રે

 

હરચંદ વેચે એનાં ઘોડલાં રે,

ઘોડલાંનાં વછેરાં વેચાય રાજા હરચંદર

 હરચંદ રાજાને વેળા બહુ પડી રે

 

હરચંદ વેચે શણગારિયા રે,

કુંવરિયાના શણગાર વેચાય રાજા હરચંદર

હરચંદ રાજાને વેળા બહુ પડી રે

 

 

હરચંદ વેચે એની રાણિયું રે

રાણિયુંના કુંવરિયા વેચાય રાજા હરચંદર

હરચંદ રાજાને વેળા બહુ પડી રે

 

ઇથી વેળા તે કેવી જાણવી રે

પોતે વેચાણા પાપી-ઘેર રાજા હરચંદર

હરચંદ રાજાને વેળા બહુ પડી રે

 

  =================================================================

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in લોક્ગીતો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: