લો, સામ્મેથી જરીક ઊછળતી

EKAVAN-II

એકાવન /ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરનાં એકાવન કાવ્યો

 

 

=======================================

લો, સામ્મેથી જરીક ઊછળતી

                    (એક) :

 

લો, સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી….

ચણક ચણોઠી જેવું એણે નાક ચડાઇવું ઊચું તોરે,

ટર્કીશ ટુવાલ જેવાં મારાં છૂછાં ભીનાં ફરકે, ઓ રે !

મોટો ચશ્મો, શર્ટ ચપોચપ-ઉષ્માનો લઘુકંપ લાવતી,

લો, સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી….

                    (કોરસ):

ઉપર મુજબની અને ટૂંકમાં અમને ગમતી ગર્લ્સ

 ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ

                    (એક) :

પ્રચુર પુસ્તકનાં બીડેલાં પર્ણોમાંથી પ્રકટે જેવી,

ઊંડેથી છોલેલાલક્કડના મૂળમાંથી છટકે જેવી,

એવી કૈંક પ્રબળ આદિમ ખુશબોની મુજને યાદ આપતી,

 લો, સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી….

                   (કોરસ) :

ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ

ઉપર મુજબની અને ટૂંકમાં અમને ગમતી ગર્લ્સ

 

                   (એક):

 

એ વરસે ત્યાં લગી બનીને ઝાડ લીલું પથરાઇ જઉં

આજે જલસીકર ઝીલવાનો છે અવસર: ફેલાઇ જઉં

વૃક્ષ કદીયે ના જાણે કે હશે ક્યો વરસાદ આખરી

લો,સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી.

                 (કોરસ) :

 

ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ

ઉપર મુજબની અને ટૂંકમાં અમને ગમતી ગર્લ્સ

              (એક) :

પ્રેમ અમારો બહુ બટકણો

                 (કોરસ) :

બહુ બટકણો  બહુ બટકણો

પ્રેમ અમારો બહુ બટકણો

ફરી ફરી તું અમને છોલ અમને છોલ અમને છોલ

                 (એક) :

સ્પર્શબર્શ કંઇ નહીં જોઇએ

 

                 (કોરસ) :

 

દોસ્ત અમારી સાથે બોલ સાથે બોલ સાથે બોલ

પ્રેમ અમારો બહુ બટકણો

                 (એક) :

બહુ બટકણો  બહુ બટકણો

                 (કોરસ) :

સંવાદો રચવા જ અમે તો

ગ્રહો ગ્રહો પર શોધ આદરી શોધ આદરી શોધ આદરી

               (એક):

ત્યાં-

ત્યાં સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી.

 

11-12-13-14:એકાવન

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
One comment on “લો, સામ્મેથી જરીક ઊછળતી
  1. […] લઘુકંપ લાવતી, લો, સામ્મેથી જરીક ઊછળતી […] મા ગુર્જરીના […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: